પોલિસની વર્દીમાં આ 5 બોલીવુડ અભિનેત્રીઓએ મચાવ્યો હતો ગદર, જબરદસ્ત એક્ટિંગથી જીત્યું હતું ચાહકોનું દિલ, જુવો તસવીરો

ધાર્મિક

ફિલ્મોમાં ઘણીવાર અભિનેતાઓ પોલીસની ભૂમિકા નિભાવતા જોવા મળે છે. પોલીસની વર્દીમાં અભિનેતાઓ તેમના ચાહકોનું દિલ જીતી લે છે. જો કે એવી ઘણી તક પણ આવી છે જ્યારે અભિનેત્રીઓએ ફિલ્મોમાં પોલિસની ભુમિકા નિભાવીને પ્રસંશા લૂટી છે. આ અભિનેત્રીઓ પર પોલિસની વર્દી ખૂબ સૂટ થઈ અને ફિલ્મો પણ સુપરહિટ સાબિત થઈ. ચાલો આજે આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જાણીએ.

પ્રિયંકા ચોપડા: હિન્દી સિનેમાથી લઈને હોલીવુડની દુનિયામાં પોતાની એક્ટિંગના જલવા ફેલાવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ફિલ્મ ‘ગંગાજલ 2’ માં પોલીસ ઈન્સ્પેક્ટરની ભૂમિકા નિભાવી હતી. પોલિસની વર્દીમાં પ્રિયંકા ચોપડાને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી. સુંદર અને સફળ અભિનેત્રી પ્રિયંકા ચોપડા દ્વારા અભિનીત આ ફિલ્મનું નિર્દેશન પ્રકાશ જાએ કર્યું હતું.

કરીના કપૂર ખાન: બોલિવૂડની સુંદર અને સફળ અભિનેત્રી કરીના કપૂર ખાન પણ આ લિસ્ટમાં શામેલ છે. કરીના કપૂર ખાન પણ પોલીસની ભૂમિકામાં પડદા પર જોવા મળી છે. છેલ્લા 20 વર્ષથી હિન્દી સિનેમામાં કામ કરી રહેલી કરીના પહેલી વખત ફિલ્મ ‘આંગ્રેઝી મીડિયમ’ માં એક પોલીસના પાત્રમાં જોવા મળી હતી. આ હિટ ફિલ્મમાં ઇરફાન ખાન, દિપક ડોબરિયાલ અને રાધિકા મદન જેવા કલાકારોએ મુખ્ય ભૂમિકાઓ નિભાવી હતી.

તબ્બુ: તબ્બૂ એ દિગ્ગઝ અભિનેતા અજય દેવગણની ફિલ્મ ‘દ્રશ્યમ’માં એક પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવી હતી. તબ્બુને તેની આ ભૂમિકામાં ખૂબ પસંદ આવી હતી. 2013 માં આવેલી આ ફિલ્મમાં અજય અને તબ્બુ સાથે શ્રેય સરન પણ મુખ્ય ભૂમિકામાં હતી.

રાની મુખર્જી: જ્યારે પણ હિન્દી સિનેમામાં પોલિસની ભુમિકા નિભાવનારી અભિનેત્રીની વાત થાય છે ત્યારે તે લિસ્ટમાં રાની મુખર્જીનું નામ સૌથી પહેલા આવે છે. ફિલ્મ ‘મરદાની’ માં રાની મુખર્જીએ દબંગ પોલિસની ભૂમિકા નિભાવીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. આ સાથે જ તેની સિક્વલમાં પણ અભિનેત્રી પોલીસની ભૂમિકામાં જોવા મળી હતી. બંને ફિલ્મોમાં રાનીની એક્ટિંગ છવાઈ ગઈ હતી અને તેમની બંને ફિલ્મો હિટ રહી હતી.

માધુરી દીક્ષિત: બોલિવૂડની સુંદર અને દિગ્ગઝ અભિનેત્રી માધુરી દીક્ષિત છેલ્લા 37 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. તેમણે વર્ષ 1993 ની સુપરહિટ ફિલ્મ ખલનાયકમાં પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવી હતી. આ સફળ ફિલ્મનું નિર્દેશન સુભાષ ઘઇએ કર્યું હતું. ફિલ્મમાં સંજય દત્ત અને જેકી શ્રોફ જેવા સ્ટાર્સ પણ મુખ્ય ભૂમિકામાં હતા.

હેમા માલિની: ગયા જમાનાની દિગ્ગઝ અભિનેત્રી હેમા માલિનીએ ફિલ્મોમાં ઘણા પ્રકારના પાત્રો નિભાવ્યા છે. આ સાથે જ તે પોલીસની ભૂમિકા પણ નિભાવી ચુકી છે. જણાવી દઈએ કે હેમા માલિનીએ વર્ષ 1983 માં આવેલી ફિલ્મ ‘અંધા કાનૂન’માં પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવી હતી. અમિતાભ બચ્ચન, રીના રોય, પ્રેમ ચોપડા, અમરીશ પુરી અને ડેની ડેન્ઝોંગ્પાએ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓ નિભાવી હતી.

શેફાલી શાહ: જાણીતી અભિનેત્રી શેફાલી શાહે વેબ સીરીઝ ‘દિલ્હી ક્રાઇમ’ માં જબરદસ્ત ડીસીપી વર્તિકા ચતુર્વેદીની ભૂમિકા નિભાવી હતી. દિલ્હીના પ્રખ્યાત નિર્ભયા ગેંગરેપ કેસ પર આધારીત આ વેબ સિરીઝમાં ચાહકોએ શેફાલી શાહને ખૂબ પસંદ કરી હતી.