નવરાત્રિમાં માતા રાની સામે શા માટે વાવવામાં આવે છે જુવાર? જાણો તેના પૌરાણિક લાભ વિશે

ધાર્મિક

સમગ્ર દેશમાં આ સમયે નવરાત્રિનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ભક્તો માતા રાનીને પ્રસન્ન કરવામાં વ્યસ્ત રહે છે. દરેક વ્યક્તિ માતાની સેવા કરી રહ્યા છે. આ દરમિયાન માતાની પૂજા સાથે જોડાયેલા ઘણા નિયમોનું પાલન પણ કરવામાં આવે છે. નવરાત્રિ સાથે ઘણી પરંપરાઓ જોડાયેલી છે. તેમાંથી એક છે નવરાત્રિમાં જુવાર વાવવા.

જુવાર વગર માતા દુર્ગાની પૂજા અધૂરી માનવામાં આવે છે. આ જ કારણ છે કે ઘર અને પંડાલમાં માતાને પ્રસન્ન કરવા માટે જુવાર જરૂર વાવવામાં આવે છે. આ પરંપરા હેઠળ કળશની સામે માટીના વાસણમાં જવ વાવવામાં આઅવે છે. આ કરવાથી માત્ર માતા રાની તો પ્રસન્ન થાય જ છે, પરંતુ સાથે જ આ પરંપરા નિભાવવાથી ઘણા વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક લાભ પણ મળે છે.

આ કારણે નવરાત્રિ પર વાવવામાં આવે છે જવ: નવરાત્રિ પર જવ વાવવાની પરંપરા પાછળ એક યોગ્ય તર્ક છે. કહેવામાં આવે છે કે જ્યારે બ્રહ્માંડની રચના થઈ ત્યારે સૌથી પહેલો પાક જવ હતો. જવ વાવવાની આ પ્રથા આપણને અન્ન અને અનાજનો આદર કરવાની શીખ પણ આપે છે. જવના પાકને દેવી માતાની સામે અર્પણ કરવામાં આવે છે. તેના માટે પૂજા-ઘરમાં જમીન પર માટી અને ગોબરને મિક્સ કરીને જવનું વાવેતર કરવામાં આવે છે. આ દરમિયાન મનમાં માતા રાનીનું ધ્યાન કરવામાં આવે છે. તેનાથી માતા પ્રસન્ન થાય છે અને ઇચ્છિત ફળ આપે છે.

જુવાર સાથે જોડાયેલા ધાર્મિક લાભો: જવ વાવવા પાછળ એક પૌરાણિક કારણ અને ધાર્મિક માન્યતા પણ છે. કહેવાય છે કે અન્ન બ્રહ્મા છે. તેથી આપણે તેનું સન્માન કરવું જોઈએ. જ્યારે પણ ઘર અથવા મંદિરમાં હવન થાય છે, ત્યારે તેમાં દેવી -દેવતાઓને જવ અર્પણ કરવામાં આવે છે. તેનાથી આપણને દેવી -દેવતાઓના આશીર્વાદ મળે છે અને આપણા બધા કાર્ય સારી રીતે પૂર્ણ થાય છે. જવ વિશે એ પણ માનવામાં આવે છે કે જ્યારે તે ઝડપથી વધે છે, ત્યારે ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. સાથે જ જો તે યોગ્ય રીતે ન વધે અથવા મુરજાઈ જાય તો તેને અશુભ માનવામાં આવે છે.

જુવાર સાથે જોડાયેલા વૈજ્ઞાનિક લાભ: આયુર્વેદમાં જુવારને એક મહત્વપૂર્ણ ઔષધિ માનવામાં આવે છે. જો તેના રસનું સેવન કરવામાં આવે તો ઘણા પ્રકારની બીમારીથી છુટકારો મળી શકે છે. જુવારનો રસ એક રીતે તમારા શરીર માટે શક્તિશાળી ટોનિક છે. તેની અંદર શરીરને તંદુરસ્ત રાખતા ચાર પાંચ તત્વોમાંથી ચાર તત્વો કાર્બોહાઈડ્રેટ, વિટામીન, ક્ષાર અને પ્રોટીન હોય છે. તેથી, જુવારનો રસ પીવાથી કમળો, અસ્થમા, પેટનો દુખાવો, પાચન તંત્રની નબળાઈ, અપચો, ગેસ, વિટામિન એ ની ઉણપથી થતા રોગો વગેરેમાં ફાયદો થાય છે.

સાથે જુવાર ખાવાથી વિટામિન બીની ઉણપથી થતા રોગ સાંધામાં સોજો, સંધિવા, પથરી, હૃદયરોગ, ડાયાબિટીસ, પાયરિયા વગેરે રોગોમાં પણ ફાયદો થાય છે. આ સિવાય જુવારનો રસ ચામડીની એલર્જીને લગતી બીમારીઓ, આંખના રોગો, વાળ ખરવા, દાઝવાના નિશાન વગેરે માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. આ જ કારણ છે કે નવરાત્રિમાં જુવારનું મહત્વ ખૂબ વધી જાય છે.