લાલ ડ્રેસ પહેરીને આઈપીએલની મેચમાં વિરાટને ચિયર કરવા પહોંચી અનુષ્કા શર્મા, જુવો સુંદર તસવીરો

રમત-ગમત

જેમ આપણે બધા જાણીએ છીએ કે આ દિવસોમાં 2020 ની આઈપીએલ ટૂર્નામેન્ટ ચાલી રહી છે. આવી સ્થિતિમાં મોટાભાગના ખેલાડીઓ અને તેમના પરિવારના સભ્યો સાથે દુબઇમાં છે. ઘણા ક્રિકેટરોના પાર્ટનર તેમને રમતની વચ્ચે ચિયર કરતા પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ દુબઈમાં પોતાના પતિ વિરાટ સાથે ગઈ છે. અભિનેત્રી અનુષ્કા દુબઈમાં પોતાની સુંદરતા ફેલાવી રહી છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરો પતિ વિરાટ કોહલી સાથે વાયરલ થતી રહે છે. આ દરમિયાન અનુષ્કાની ઘણી તસવીરો સામે આવી છે. જેઓ ચાહકો અને યૂઝર્સ ખૂબ જ પસંદ કરી રહ્યાછે.

લાલ અવતાર થઈ રહ્યો છે વાયરલ: ખરેખર આ અવતારની તસવીરમાં અનુષ્કા રેડ કલરનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. તે તેનો બેબી બમ્પ પણ ખૂબ કોન્ફિડન્સ સાથે ફ્લોન્ટ કરી રહી છે. ગયા રવિવારે થયેલી આરસીબી અને ચેન્નાઈ સુપર કિંગ્સની મેચમાં અનુષ્કા આરસીબીને ચિયર અપ કરવા માટે પહોંચી હતી. આ સમય દરમિયાન તે રેડ કલરના ડ્રેસમાં જોવા મળી હતી. તે તેના આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

બેબી બમ્પ ફ્લન્ટ કરતી જોવા મળી અનુષ્કા: જો કે આ પહેલા પણ અનુષ્કાના બેબી બમ્પની તસવીરો વાયરલ થઈ હતી. તે તસવીરોમાં અનુષ્કાએ પીચ કલરની ડંગરી પહેરી હતી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ સાથે અનુષ્કાના ચહેરા પર પ્રેગ્નેંસી ગ્લો પણ દેખાઈ રહ્યો હતો. આ તસવીરો પર ચાહકો અને બોલિવૂડ સેલેબ્સની ઘણી કમેંટ્સ આવી હતી. ઘણા લોકોએ તેમની પ્રશંસા કરી અને ઘણાંએ તેમને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપી. વિરાટ સાથે પણ અનુષ્કાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

જાન્યુઆરીમાં આવી શકે છે નાનો મહેમાન: જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે. જાન્યુઆરીમાં અનુષ્કા શર્મા બાળકને જન્મ આપી શકે છે. ડિલિવરી પહેલાનો સમય તે તેના બાળકના પિતા વિરાટ કોહલી સાથે દુબઈમાં પસાર કરી રહી છે. તે બંનેની જોડી ખૂબ જ સુંદર અને દરેકને પસંદ છે. બંને ચાહકોને કપલ ગોલ્સ આપે છે. 2018 માં બંને લગ્નના બંધનમાં બંધાયા હતા. હવે તેમના ઘરે નાના મહેમાનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. વિરાટે અનુષ્કાની પ્રેગ્નેંસીના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, ત્યારથી બંનેને દેશભરમાંથી માતા પિતા બનવાના અભિનંદન અને શુભકામનાઓ મળી રહી છે. હાલમાં આઇપીએલના કારણે વિરાટ અને અનુષ્કા દુબઇમાં છે.

Leave a Reply

Your email address will not be published.