ટ્વિંકલથી લઈને હેમા સુધી આ 4 અભિનેત્રી એક તરફી પ્રેમમાં હતી પાગલ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

એવું કહેવાય છે કે પ્રેમ એક અહેસાસ હોય છે. જે મનથી નહિં દિલથી થાય છે. જેમાં અનેક ભાવનાઓ અને વિચારોનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે “પ્રેમ” શબ્દ એવો શબ્દ છે જેનું નામ સાંભળતાની સાથે જ આપણને સારું અનુભવવા લાગે છે. પ્રેમ શબ્દમાં તે અહેસાસ હોય છે જેને આપણે ક્યારેય ગુમાવવા ઈચ્છતા નથી. આ શબ્દમાં આવી સકારાત્મક ઉર્જા છે જે આપણને માનસિક અને આંતરિક ખુશી આપે છે. પ્રેમ પણ ઘણા પ્રકારનો હોય છે. આજે અમે બોલીવુડના તે સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમને એક તરફી પ્રેમ થયો હતો.

જણાવી દઈએ કે ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે. જેને એક તરફી પ્રેમ થયો હતો. તેમાં હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા સંજીવ કુમારનું પહેલું નામ શામેલ છે. જેણે હેમા માલિનીને ખૂબ જ પ્રેમ કર્યો હતો પરંતુ તેમનો આ પ્રેમ એક તરફી હતો.

ટ્વિંકલ ખન્ના જે એક પ્રખ્યાત અભિનેત્રી રહી ચુકી છે. તેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે કે ટ્વિંકલનો પહેલો પ્રેમી અક્ષય નહીં પરંતુ કોઈ અન્ય હતો. જણાવી દઈએ કે કરણ જોહરને પણ લાઈફમાં એક વખત પ્રેમ થયો હતો તે પણ ટ્વિંકલ ખાન્ના સાથે. જણાવી દઈએ કે કરણ જોહરનો પ્રેમ પણ એકતરફી હતો. બાળપણથી જ કરણ અને ટ્વિંકલ એક જ સ્કૂલમાં ભણતા હતા. ટ્વિંકલ કરણની ત્યારથી સારી મિત્રતા હતી. અભિનેત્રીથી લેખક બનેલી ટ્વિંકલ ખન્નાએ તાજેતરમાં કહ્યું હતું કે સ્કૂલના દિવસોમાં ફિલ્મ મેકર કરણ જોહર તેને પસંદ કરતા હતા અને તેને પ્રેમ પણ કરતા હતા. ટ્વિંકલે તેની બુક ‘મિસેઝ ફનીબોન્સ’ ના લોન્ચિંગ સમયે કહ્યું હતું, ‘કરણે સ્વીકાર્યું છે કે તે મને પ્રેમ કરે છે. પહેલા મારી નાની-નાની મૂંછો હતી અને કરણ મને જોઇને હોટ કહેતો હતો. તે મારી નાની મુંછને પસંદ કરતા હતા.”

દેવ આનંદ અને વહિદાના પ્રેમની ચર્ચા પણ એક સમયે ખુબ થઈ હતી. આટલું જ નહીં દેવ આનંદે તો વહિદાને પ્રપોઝ પણ કર્યો હતો પરંતુ તેણે મનાઈ કરી હતી. વહીદા પર જીવ લૂટાવનારોની કમી ન હતી. ઘણા કલાકારો વહિદાના પ્રેમમાં પડ્યા, પરંતુ સફળતા ભાગ્યે જ કોઈને મળી. જણાવી દઈએ કે વહિદા રહમાનનો જન્મ 14 મે, 1936 ના રોજ તમિલનાડુના પરંપરાગતવાદી મુસ્લિમ પરિવારમાં થયો હતો. બાળપણથી જ વહિદા ડૉક્ટર બનવાની ઇચ્છા રાખતી હતી પરંતુ તેનું નસીબ તેને સિનેમામાં ખેંચી લાવ્યું. મુંબઈ આવ્યા પછી વહિદા રહમાન અને તેની બહેને ભરતનાટ્યમનું શિક્ષણ લીધું. ફિલ્મી કારકિર્દીની શરૂઆત તેમણે 1955 માં બે તેલુગુ ફિલ્મોથી કરી હતી અને બંને હિટ રહી હતી. જેનો ફાયદો તેને ગુરુ દત્તની ફિલ્મ ‘સીઆઈડી’ માં વિલનની ભૂમિકામાં મળ્યો.

સુલક્ષણા વિશે જાણીને તમને આશ્ચર્ય થશે કે તેને સંજીવ કુમાર સાથે પ્રેમ થયો હતો પરંતુ સંજીવને હેમા માલિની સાથે પ્રેમ હતો. બંનેનો પ્રેમ એકતરફી હતો જે ક્યારેય પૂરો થઈ શક્યો નહિં. જણાવી દઈએ કે ભારતીય સિનેમાને અનેક કલ્ટ ક્લાસિક આપનારા સંજીવ કુમારની રિયલ લાઈફ પણ તેટલી જ ફિલ્મી નિકળી. તે પણ તેની ફિલ્મોના પાત્રની જેમ એકલા થતા ગયા. પરંતુ સમય સમય પર તેનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું. પરંતુ કોઈ પણ અભિનેત્રીને તેમની સાથે પ્રેમ ન હતો.

ગુરુ દત્ત ભલે આ દુનિયામાં ન હોય પરંતુ તેમની લવ લાઇફ પણ ખૂબ ચર્ચામાં રહી છે. ગુરૂદત્તને ફિલ્મ દરમિયાન જ વહિદા સાથે પ્રેમ થઈ ગયો હતો પરંતુ ગુરૂદત્ત પહેલાથી જ પરણિત હતો તેથી વાહિદાએ તેનાથી અંતર બનાવિ લીધું. આ વાત ખૂબ ઓછા લોકો જાણતા હશે કે ગુરૂદત્ત અને વહીદાની ફિલ્મ ‘કાગજ કે ફૂલ’ ની નિષ્ફળ લવ સ્ટોરી તે બંનેના પોતાના જીવન પર આધરિત હતી. બીજી બાજુ ગુરુદત્તની પત્ની વિશે વાત કરીએ તો તેનું નામ ગીતા દત્ત હતું, પરંતુ ગુરુદત્ત ઈચ્છતા હતા કે ગીતા અને વહિદા બંને તેમના જીવનમાં રહે, કારણ કે ગુરુદત્ત બંનેને ખૂબ પ્રેમ કરતા હતા અને બંનેને તેમના જીવનનો એક ભાગ બનાવવા ઈચ્છતા હતા પરંતુ તેવું બની શક્યું નહિં. છેલ્લે તેમની ફિલ્મોની જેમ તેમનો પણ દુઃખદ અંત થયો.