જો તમે પણ જીવનમાં ધન-દોલત અને ખ્યાતિ મેળવવા ઇચ્છો છો, તો રવિવારે કરો આ ચમત્કારિક ઉપાય

ધાર્મિક

અઠવાડિયાના દરેક દિવસ કોઈને કોઈ ભગવાન સાથે જોડાયેલા હોય છે. જેમ કે સોમવાર શિવજી સાથે, મંગળવાર હનુમાનજી સાથે, શનિવાર શનિદેવ સાથે, તે જ રીતે રવિવાર સૂર્ય ભગવાન સાથે જોડાયેલો છે અને જો આ દિવસે સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવામાં આવે તો સૂર્ય ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા પર રહે છે અને તે તમારી દરેક ઇચ્છા પૂર્ણ કરે છે. તેવી જ રીતે, જે લોકોની કુંડળીમાં સૂર્ય ભગવાન છે અને તેઓ નબળા અને અશુભ છે, તો તે લોકો પણ રવિવારે સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા સંબંધિત ઉપાય કરી શકે છે અને તેમના આશીર્વાદ મેળવી શકે છે.

સૂર્યદેવને જળ અર્પણ કરો: સૂર્ય ભગવાનને જળ ચઢાવવાનું સૌથી શ્રેષ્ઠ કાર્ય માનવામાં આવે છે અને ઘણા લોકો દરરોજ સવારે સૂર્ય ભગવાનને જળ ચઢાવીને તેમના દિવસની શરૂઆત કરે છે. સૂર્ય ભગવાનને જળ ચઢાવવાથી શરીરને સકારાત્મક ઉર્જા મળે છે અને સૂર્ય ભગવાન પ્રસન્ન પણ થાય છે. તેથી, જો તમે દરરોજ સવારે ઉઠીને, સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરો તો સારું રહેશે. સાથે જ જળ તાંબાના લોટા દ્વારા જ અર્પિત કરો અને સૂર્દેવને જળ અર્પણ કરતી વખતે તેમના નામના જાપ પણ કરો.

મંદિરમાં સાવરણી રાખી આવો: સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે, તમે રવિવારે મંદિરે સાવરણી મૂકી આવો. જોકે યાદ રાખો કે માત્ર બ્રમ્હ મુહૂર્ત દરમિયાન જ મંદિરમાં જઈને સાવરણી રાખો અને યાદ રાખો કે તમે સાવરણી ખરીદીને ઘરે ન લાવો. બ્રમ્હ મુહૂર્ત શરૂ થતાંની સાથે જ તમે મંદિરે જતા સમય પહેલા સાવરણી ખરીદો અને પછી મંદિરમાં જઇને રાખી દો. મંદિરમાં સાવરણી મૂકીને, તમે પાછળ વળ્યા વગર સીધા ઘરે આવો.

પલંગ પાસે દૂધ રાખો: રવિવારે રાત્રે, સૂતા પહેલા તમારી પથારી પાસે એક ગ્લાસ દૂધ રાખો અને બીજે દિવસે સવારે આ ગ્લાસમાં રાખેલું દૂધ બાવળના ઝાડ પર નાખો. તમે આ દૂધને આ ઝાડના મૂળ પર જ નાખો.

દીવો પ્રગટાવો: જો લોકો ધન અને ખ્યાતિ મેળવવા ઇચ્છે છે, તે લોકો રવિવારે સૂર્ય ભગવાનને પ્રસન્ન કરો અને સૂર્ય ભગવાનના આશીર્વાદ હંમેશા તમાર પર રહેશે. ધન અને ખ્યાતિ મેળવવા માટે રવિવારે સાંજે પીપળાના ઝાડ પાસે દીવો પ્રગટાવો. જો તમે રવિવારે દીવો પ્રગટાવો છો તો પાંચ મુખ વાળો જ દીવો પ્રગટાવો. આ દીવો તમે તેલ અથવા ઘીનો પણ પ્રગટાવી શકો છો.

વડના પાન પર તમારી ઇચ્છા લખો: જો તમારી કોઈ ઇચ્છા છે જે પૂર્ણ થઈ રહી નથી તો તમે રવિવારે વડના પાંદ ઉપર સિંદૂરની મદદથી તમારી ઇચ્છા લખો અને આ પાંદને કોઈ નદીમાં અથવા કોઈ વહેતા પાણીમાં પધરાવી દો. તમારી પાંદ પર લખેલી બધી ઇચ્છા સૂર્ય ભગવાન ટૂંક સમયમાં જ પૂર્ણ કરશે.

Leave a Reply

Your email address will not be published.