જો તમે પણ બચવા માંગો છો જીવનમાં આવનારા દુઃખો થી તો ભગવાન પાસે ભૂલથી પણ ન માંગો આ ચીજો

ધાર્મિક

ઘણા સમય પહેલાની વાત છે, એક નગરમાં બે મિત્રો રહેતા હતા. તેમાંથી એક લંગડો હતો અને બીજો જોવા માટે અસમર્થ હતો. બંનેમાં કોઈને કોઈ નબળાઇઓ હતી. તેથી બંને એકબીજાને મદદ કરતા હતા. આ રીતે તે બંને નગરમાં ફરીને ભીખ માંગતા હતા. બંને ખૂબ જ સારા મિત્રો હતા, પરંતુ કેટલીક વાર તેઓ એકબીજા સાથે વિવાદ કરતા હતા.

લડાઈ કર્યા પછી બંને અસહાય પડ્યા હતા: આ વાત બંનેને ખબર હતી કે એક બીજા વગર કોઈનું કામ ચાલવાનું નથી, તેથી બંને પોતાના ઝગડાનું ઝડપથી સમાધાન કરી લેતા હતા. એક દિવસ બંને વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે બંને મારપીટ કરવા લાગ્યા. એકબીજાને માર માર્યા પછી અસહાય થઈને આમ તેમ પડ્યા હતા. આ બંનેને આ સ્થિતિમાં જોઈને ભગવાનને ખૂબ જ દુઃખ થયું.

ભગવાને તેમને વરદાન આપવા વિશે વિચાર્યું: ભગવાનને વિચાર આવ્યો કે જો અંધને આંખો અને લંગડાને પગ આપવામાં આવે તો તે બંનેનું જીવન સારી રીતે પસાર થશે. આ વિચારીને ભગવાન પૃથ્વી પર આવ્યા અને પહેલા અંધ પાસે ગયા. તેમને લાગ્યું કે અંધ સૌથી પહેલા આંખ માંગશે. જેવું જ ભગવાનને કહ્યું કે હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું, તું મારી પાસે કોઈ વરદાન માંગી શકે છે.

અંધે લંગડાને પણ અંધ કરવાનું વરદાન માંગ્યું: આ સાંભળીને અંધે કહ્યું, “ભગવાન, હું મારા લંગડા સાથીથી ખૂબ જ દુઃખી છું, તમે તેને પણ અંધ બનાવો.” આ સાંભળીને ભગવાન ખૂબ જ આશ્ચર્યચકિત થયા. તે લંગડા પાસે ગયા અને તેણે પણ એમ કહ્યું કે ભગવાન તે તેના આંધળા સાથીથી ખૂબ પરેશાન છે, તમે તેને પણ લંગડો બનાવો. આ સાંભળીને ભગવાને તથાસ્તુ કહ્યું અને ત્યાંથી ગાયબ થઈ ગયા.

બીજાની ભલાઈ માંગતા નથી થતા ક્યારેય દુઃખી: આ કરીને તે બંને લંગડા અને અંધ બની ગયા. બંને પહેલાથી જ ઘણા દુઃખી હતા. એકબીજા માટે દુ ખ માંગ્યું તો વધુ દુઃખી બની ગયા. પરતુ બંનેએ પોતાના માટે આંખ અને પગ માંગ્યા હોત તો બંને સુખી થઈ શકતા હતા. માણસ હંમેશાં બીજાની ખુશીથી ઈર્ષા કરે છે. પરંતુ જ્યારે તે બીજાની ભલાઈ માટે માંગવાનુ શરૂ કરે છે તો તે પણ દુઃખી નહિં થાય અને સંસારના અન્ય લોકો પણ દુઃખી નહી થાય.

Leave a Reply

Your email address will not be published.