જો તમને આવે છે આ ત્રણ સ્વપ્ન તો સમજો કે થવાનું છે કંઈક અશુભ

ધાર્મિક

સ્વપ્ન શાસ્ત્રમાં દરેક સ્વપ્નનો અર્થ સમજાવવામાં આવ્યો છે. કેટલાક સ્વપન તેમની સાથે શુભ સંકેતો લાવે છે, જ્યારે કેટલાક સ્વપ્નને શુભ માનવામાં આવતા નથી. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, સ્વપ્ન આપણા જીવન સાથે સંબંધિત હોય છે. જેનાથી આપણને આપણી જિંદગીમાં થવાની અનેક ઘટનાઓના સંકેત મળે છે. જ્યારે આપણે સ્વપ્ન જોઈએ છીએ, ત્યારે આપણે આપણી જાતને બીજી દુનિયામાં જોઈએ છીએ. કેટલાક સ્વપ્ન જોઈને આપણને સારુ લાગે છે, તો કેટલાક સ્વપ્ન એવા હોય છે કે જેનાથી આપણે ડરી જઈએ છીએ. સ્વપ્ન શાસ્ત્રમાં કેટલાક એવા જ સ્વપ્ન વિશ કહેવામાં આવ્યુ છે, જે સારા સંકેત નથી. આવા સ્વપ્નથી આપણને અશુભ ફળ મળે પ્રાપ્ત થવાની સંભાવના રહે છે. ચાલો આપણે જાણીએ કે ક્યા સ્વપ્ન અશુભ માનવામાં આવે છે.

જો આપણે સ્વપ્નમાં કોઈ મૃત વ્યક્તિને જોઈએ છીએ જે ભૂતના રૂપમાં આપણને બોલાવી રહ્યા છે, તો સ્વાભાવિક છે કે આપણે આવા સ્વપ્ન જોઈને ડરી જઈશું. આવા સ્વપ્ન ડરામણા હોવાની સાથે અશુભ પણ છે. આ સ્વપ્નનો અર્થ એ છે કે તમને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જો તમને આવા સ્વપ્ન આવે છે તો, સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવું જોઈએ અને તેમને પોતના સંકટોથી બચવાની પ્રાર્થના કરવી જોઈએ.

તે જ રીતે, જો તમે સ્વપ્નમાં કોઈ સ્મશાન જુવો છો, તો તે શુભ સંકેત નથી. જો તમે કોઈ તમારા સંબંધી અથવા સ્વયંને સ્મશાનની અંદર જતા જુવો છો, તો આવા સ્વપ્ન સંકટના સંકેત છે. આવી સ્થિતિમાં, તમે કાળના મહાકાળ શિવજીને જળ ચઢાવો અને તેમને પ્રાર્થના કરો. અને તેમને મધનો ભોગ પણ લગાવો.

જો તમે તમારી જાતને પર્વતોથી નીચે પડતા જુવો છો, તો તેનો અર્થ એ છે કે કોઈ સંબંધી જ તમને નુકસાન પહોંચાડી શકે છે. તમારે નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે. જો તમે આવા સ્વપ્ન જુવો છો તો તમારે ગરીબોને દાન આપવું જોઈએ. બૃહસ્પતિ દેવની પૂજા કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.