શાસ્ત્રો મુજબ ઘરમાં હનુમાનજીની આ પ્રકારની લગાવો તસવીરો, દૂર થશે અનેક સમસ્યાઓ

ધાર્મિક

હનુમાનજીને આપણા ધર્મમાં દરેક પ્રકારની મુશ્કેલીથી મુક્તિ અપાવનાર કહેવામાં આવ્યા છે. સાથે જ એવું પણ માનવામાં આવે છે કે હનુમાનજી તે દેવતાઓમાંથી એક છે, જે પોતાના ભક્તોની ભક્તિ અને પ્રાર્થનાથી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. ઘણા પ્રકારના સંકટ અને મુશ્કેલીના નિવારણ માટે મોટાભાગે લોકો હનુમાનજી મદદ લે છે. આ સાથે એ પણ કહેવામાં આવે છે કે હનુમાનજીના ભક્તો પર દરેક દેવી-દેવતાઓના આશીર્વાદ બની રહે છે. હનુમાનજીની પૂજા કરવાથી મનને શાંતિ મળે છે.

હનુમાનજીની પૂજા કરવાથી આર્થિક અને શારીરિક સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. ઘણા લોકો હનુમાનજીની મૂર્તિ અથવા તસવીર ઘરમાં રાખે છે. પરંતુ જો વાસ્તુનું માનીએ તો હનુમાનજીની તસવીરો લગાવતા પહેલા કેટલાક નિયમો જરૂર જાણી લેવા જોઈએ. જો જોવામાં આવે તો વાસ્તુશાસ્ત્રમાં કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે અને એવું માનવામાં આવે છે કે જો તેનું પાલન ન કરવામાં આવે તો ઘરમાં નકારાત્મક વાતાવરણ બની રહે છે.

માત્ર એટલું જ નહીં આર્થિક અને શારીરિક સમસ્યાઓ પણ આપણા જીવનને ખરાબ રીતે અસર કરે છે. અમે તમને હનુમાનજીની તસવીરો સાથે જોડાયેલા કેટલાક નિયમો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

આ પ્રકારની તસવીર ન લગાવો: શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે ઘરમાં હનુમાનજીની એવી મૂર્તિ અથવા તસવીર ન રાખવી જોઈએ જેમાં તેમણે પોતાની છાતી ચીરી રાખી હોય. શાસ્ત્રોનું માનીએ તો ઘરમાં એવી તસવીર લગાવવી જોઈએ જેમાં હનુમાનજી સ્થિર સ્થિતિમાં બિરાજમાન હોય. ઘણી વખત લોકો પોતાના ઘરમાં પવનપુત્રની હવામાં ઉડતા અથવા પર્વતને હાથમાં ઉઠાવેલી તસવીર લગાવી લે છે. માન્યતા છે કે આવું ન કરવું જોઈએ.

આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે જે તસવીરોમાં હનુમાનજીએ પોતાના ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને પોતાના ખભા પર બેસાડ્યા હોય તે તસવીરો પણ ઘરમાં ન લગાવવી જોઈએ. આ સાથે જ હનુમાનજી દ્વારા લંકા દહન પાપ ઉપર સત્ય ની જીતનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ લંકા દહન સાથે જોડાયેલી હનુમાનજીની તસવીરોને ઘરમાં લગાવવી શુભ માનવામાં આવતું નથી. કહેવાય છે કે તેનાથી ઘરની સુખ-સમૃદ્ધિ પર ખરાબ અસર પડે છે.

આ પ્રકારની તસવીરો લગાવો: જો તમે ઘરમાં હનુમાનજીની તસવીર લગાવવા ઈચ્છો છો તો હનુમાનજીની પીળા વસ્ત્રો પહેરેલી તસવીર લગાવી શકો છો. પીળા વસ્ત્ર હનુમાનજીને ખૂબ જ પ્રિય હોય છે અને તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ સાથે જ હનુમાનજી જે તસવીરમાં બેઠેલી મુદ્રામાં હોય તે તસવીર લગાવવી પણ શુભ માનવામાં આવે છે.

હનુમાનજીની પૂજા કરતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન: તલ ના તેલમાં મિક્સ કરેલું સિંદૂર હનુમાનજીને લગાડવું સારું માનવામાં આવે છે. હનુમાનજીને કમળ, મેરીગોલ્ડ, સૂર્યમુખીના ફૂલ વગેરે ચળાવો. ચંદનને ઘસીને કેસરમાં મિક્સ કરીને તે હનુમાનજીને ચળાવો. હનુમાનજીની મૂર્તિની આંખોમાં જોઈને મંત્રોના જાપ કરો. હનુમાનજીની પૂજા કરતી વખતે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.