આ મંદિરમાં 3 વખત હનુમાનજીની મૂર્તિ બદલે છે પોતાનું સ્વરૂપ, વાંચો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

ધાર્મિક

મધ્યપ્રદેશમાં હનુમાનજીનું એક અનોખુ મંદિર આવેલું છે. જ્યાં રાખવામાં આવેલી ભગવાનની મૂર્તિ દિવસમાં 3 વખત પોતાનો રંગ બદલે છે. હનુમાનજીના આ મંદિર સાથે અનેક પ્રકારની કથાઓ જોડાયેલી છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિર રામાયણ કાળના સમયનું છે. અહીં રાખવામાં આવેલી હનુમાનજીની મૂર્તિ રામાયણ કાળની ઘટનાઓ દર્શાવે છે. દર વર્ષે લોકો દૂર-દૂરથી અહીં તેમના દર્શન કરવા માટે આવે છે અને તેમને સિંદૂર ચળાવે છે.

મંદિર સાથે જોડાયેલી કથા: એવું માનવામાં આવે છે કે ભગવાન સૂર્યએ અહીં તપ કર્યું હતું. ભગવાન સૂર્યને તપ દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે અને કોઈ અવરોધ ન આવે તેના માટે હનુમાનજી અહીં તેમની રક્ષા કરી રહ્યા હતા. અને ભગવાન સૂર્ય તપ પૂર્ણ કર્યા પછી, તે પોતાના લોકમાં ચાલ્યા ગયા અને તેમણે હનુમાનજીને અહીં રોકાવા માટે કહ્યું. ત્યાર પછી હનુમાનજી અહીં મૂર્તિ તરીકે રોકાયા. એવું કહેવામાં આવે છે કે ભગવાન સૂર્યના કિરણો સાથે જ ભગવાન હનુમાન તેના બાળ સ્વરૂપમાં જોવા મળે છે. ત્યાર પછી અલગ-અલગ પહરમાં પોતાનું રૂપ બદલે છે.

બદલે છે પોતાનો રંગ: મંડલાથી લગભગ ત્રણ કિલોમીટર દૂર પૂરવાગાંવમાં આવેલા આ મંદિરનું નામ સૂરજકુંડ છે. આ મંદિરમાં રાખવામાં આવેલી મૂર્તિનું સ્વરૂપ ચોવીસ કલાકમાં ત્રણ વાર બદલાય છે. હનુમાનજીની મૂર્તિનું સવારે બાળ સ્વરૂપ, બપોર પછી યુવાન અને સાંજે વૃદ્ધ સ્વરૂપ થઈ જાય છે. આ રીતે, આ મૂર્તિ દિવસમાં ત્રણ વખત તેના સ્વરૂપમાં ફેરફાર કરે છે.

મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ સવારે 4 થી 10 વાગ્યા સુધી હનુમાનજીની મૂર્તિનું બાળ સવરૂપ હોય છે. તે પછી તે યુવા સ્વરૂપમાં બદલાઈ જાય છે. 6 વાગ્યા પછી તે આખી રાત વૃદ્ધ સ્વરૂપમાં રહે છે.

કહેવાય છે કે હનુમાનજીની આ મૂર્તિ દુર્લભ પથ્થરથી બનેલી છે. સ્થાનિક લોકો મુજબ સૂરજકુંડના મંદિરમાં બિરાજમાન હનુમાનજીની મૂર્તિ ખૂબ જ ખાસ અને દુર્લભ છે. જે લોકો અહીં આવીને મૂર્તિની પૂજા કરે છે, તેમની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે. મંગળવારે આ મંદિરમાં વિશેષ પૂજાઓનું આયોજન પણ કરવામાં આવે છે. સાથે જ મંદિરની આસપાસની સુંદરતા જોવા મળે છે. આ મંદિર નર્મદાના કાંઠે બનાવવામાં આવ્યું છે. અહીં સૂર્યના કિરણો સીધા નર્મદા પર પડે છે.