આ 5 અભિનેત્રીઓના પતિએ છુટાછેડા પછી કરી લીધા છે બીજા લગ્ન, પરંતુ તે આજે પણ છે સિંગલ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

બોલિવૂડની ઘણી મોટી અભિનેત્રીઓ જે ફિલ્મના પડદા પર હીટ રહી છે. તેણે પોતાની પર્સનલ લાઈફમાં ખૂબ દુઃખ સહન કર્યું છે. તેનું લગ્ન જીવન પણ ખરાબ રહ્યું છે. આ અભિનેત્રીઓએ નિષ્ફળ લગ્નજીવનનું દુઃખ સહન કર્યું છે. લગ્નના ઘણા વર્ષો પછી પણ તેમના લગ્ન જીવનમાં તિરાડ પડી ગઈ. ત્યાર પછી, ઘણી અભિનેત્રીઓએ સિંગલ રહેવાનું પસંદ કર્યું જ્યારે કેટલીક અભિનેત્રીઓએ સંબંધો પર ફરિથી વિશ્વાસ કરીને બીજા લગ્ન કરી લીધા. આવી સ્થિતિમાં લોકોને ઘણીવાર તેમના એક્સ વિશે જાણવામાં રસ રહે છે. એવી ઘણી અભિનેત્રીઓ છે જેમના પતિએ પણ ફરીથી લગ્ન કર્યા છે.

કરિશ્મા કપૂર: બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક કરિશ્મા કપૂર, બે બાળકો સમાયરા અને કિયાનની માતા છે. આ અભિનેત્રીએ વર્ષ 2003 માં દિલ્હીના બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નના 11 વર્ષ પછી કરિશ્મા અને સંજયનો સંબંધ તૂટી ગયો હતો. આ લગ્ન તૂટ્યા પછી તરત જ સંજય કપૂરે બિઝનેસવુમન અને મોડલ પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા. પ્રિયા સાથે લગ્ન કર્યા પછી સંજય એક પુત્રનો પિતા પણ બની ગયો છે. તો આ અભિનેત્રીએ થોડા સમય સુધી બિઝનેસમેન સંદીપ તોષનીવાલને ડેટ કરી હતી. પરંતુ બાળકો માટે અભિનેત્રીએ સંબંધ સમાપ્ત કર્યો હતો.

જેનિફર વિંગેટ: જેનિફર વિંગેટ એ ટીવીની દુનિયાનો સૌથી પ્રખ્યાત અને સુંદર ચહેરો છે. જેનિફર વિંગેટના લગ્ન ટીવી અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે થયા હતા. આ બંનેના છુટાછેડા લગ્નના બે વર્ષ પછી થયા હતા. કરણસિંહ ગ્રોવરે અભિનેત્રી બિપાશા બાસુ માટે જેનિફરને દગો આપ્યો હતો. છૂટાછેડા પછી ટૂંક સમયમાં જ કરણ અને બિપાશાએ એક બીજા સાથે લગ્ન કરી લીધા હતા. આજે જેનિફર વિંગેટ સિંગલ છે અને તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

અમૃતા સિંહ: અમૃતા સિંહે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. અમૃતા સિંહે સૈફથી અલગ થયા પછી જીવનભર કુંવારા રહેવાનું નક્કી કર્યું હતું. આ સાથે પોતાના બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમના ઉછેરને પોતાની ફર્સ્ટ પ્રાયોરિટી બનાવી લીધી હતી. અમૃતાએ પોતાનાથી 12 વર્ષ નાના સૈફ અલી ખાન સાથે વર્ષ 1991 માં લગ્ન કર્યા હતા. છૂટાછેડા પછી અમૃતા તેના બાળકો ઇબ્રાહિમ અને સારા સાથે રહે છે. તો સૈફ અલી ખાને થોડા વર્ષ પછી અભિનેત્રી કરીના સાથે લગ્ન કર્યા હતા.

શ્વેતા તિવારી: શ્વેતા તિવારી તેની પર્સનલ લાઇફને કારણે હેડલાઇન્સમાં રહે છે. તેનું લગ્ન જીવન એક ટ્રેઝેડી બની ગયું છે. આ ટીવી અભિનેત્રીએ બે વાર લગ્ન કર્યા અને બંને વખત તેનું લગ્નજીવન નિષ્ફળ રહ્યું. શ્વેતા તેના બીજા પતિ અભિનવ કોહલી સાથે પુત્રની કસ્ટડી માટે કોર્ટની લડાઈ લડી રહી છે. તે છેલ્લા બે વર્ષથી પતિ અભિનવ કોહલીથી અલગ રહે છે. શ્વેતાના પહેલા પતિ રાજા ચૌધરી એ વર્ષ 2015 માં શ્વેતા સૂદ સાથે લગ્ન કર્યા હતા.

પૂજા બેદી: આ લિસ્ટમાં પૂજા બેદીનું નામ પણ આવે છે. પૂજા બેદીએ વર્ષ 1994 માં બિઝનેસમેન ફરહાન ફર્નિચરવાલા સાથે લગ્ન કર્યા હતા. આ બંનેના લગ્ન માત્ર 9 વર્ષ સુધી ચાલ્યા. વર્ષ 2003 માં બંને અલગ થયા પછી પૂજા લાંબા સમય સુધી સિંગલ રહી. જોકે પૂજા બિઝનેસમેન માનેક કોન્ટ્રાક્ટરને ડેટ કરી રહી છે. આ બંનેની સગાઈ પણ થઈ ચુકી છે. પરંતુ સગાઈના બે વર્ષ પછી પણ તેમણે લગ્ન કર્યા નથી. તેના એક્સ પતિએ અભિનેતા ફિરોઝ ખાનની પુત્રી લૈલા ખાન સાથે બીજા લગ્ન કર્યા છે.