જ્યારે પતિ એ કર્યા હતા પહેલા લગ્ન ત્યારે ખૂબ જ નાની હતી આ 5 અભિનેત્રીઓ, કોઈ હતી 7 વર્ષની તો કોઈ હતી માત્ર….

બોલિવુડ

આજે આ આર્ટિકલમાં વાત કેટલીક એવી અભિનેત્રીઓ વિશે કરીએ જે પોતાના પતિના પહેલા લગ્નના સમયે ખૂબ જ નાની હતી. કોઈ માત્ર 7 વર્ષની હતી તો કોઈ અભિનેત્રી 11 વર્ષની હતી.

શબાના આઝમી: શબાના આઝમી જૂના જમાનાની પ્રખ્યાત અભિનેત્રી છે. શબાના આઝમીનું દિલ આવ્યું હતું પરણિત જાવેદ અખ્તર પર. જાવેદ અખ્તર જૂના જમાનાના પ્રખ્યાત ગીતકાર અને પટકથા લેખક છે. જાવેદે પહેલા લગ્ન હની ઈરાની સાથે વર્ષ 1972માં કર્યા હતા. સાથે જ તેમના બીજા લગ્ન અભિનેત્રી શબાના સાથે વર્ષ 1982 માં થયા હતા. શબાના આઝમી જાવેદ અને હનીના લગ્ન સમયે 22 વર્ષની હતી.

કરીના કપૂર: હિન્દી સિનેમાની સુંદર અને લોકપ્રિય અભિનેત્રી કરીના કપૂરનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. કરીના કપૂરનું દિલ પણ પરણિત અભિનેતા સૈફ અલી ખાન પર પણ આવી ગયું હતું. સૈફ અલી ખાને પહેલા લગ્ન વર્ષ 1991માં પ્રખ્યાત અભિનેત્રી અમૃતા સિંહ સાથે કર્યા હતા. સાથે જ વર્ષ 2004માં બંનેએ છૂટાછેડા લીધા હતા. બીજા લગ્ન સૈફે વર્ષ 2012માં કરીના કપૂર સાથે કર્યા હતા. સૈફના પહેલા લગ્ન સમયે કરીનાની ઉંમર માત્ર 11 વર્ષ હતી.

લીના ચંદાવરકર: લીના ચંદાવરકરે હિન્દી સિનેમાના દિગ્ગજ સિંગર અને અભિનેતા કિશોર કુમાર સાથે વર્ષ 1980માં લગ્ન કર્યા હતા. નોંધપાત્ર છે કે લીના કિશોર કુમારની ચોથી પત્ની બની હતી. કિશોર દાએ પહેલા લગ્ન વર્ષ 1951માં રૂમા ગુહા સાથે કર્યા હતા. લીના આ સમયે માત્ર એક વર્ષની હતી. જણાવી દઈએ કે લીના કિશોર કુમાર કરતા 27 વર્ષ નાની હતી.

હેમા માલિની: હિન્દી સિનેમાની સદાબહાર અભિનેત્રી હેમા માલિનીએ પરિણીત ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા. બંનેએ વર્ષ 1980માં લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે હેમા ધરમજી કરતા 13 વર્ષ નાની છે. ધર્મેન્દ્રએ પહેલા લગ્ન માત્ર 19 વર્ષની ઉંમરમાં વર્ષ 1954માં પ્રકાશ કૌર સાથે કર્યા હતા. પ્રકાશ અને ધર્મેન્દ્રના લગ્ન સમયે હેમા માલિની માત્ર 7 વર્ષની હતી. નોંધપાત્ર છે કે પહેલા લગ્નના 26 વર્ષ પછી ધર્મેન્દ્રએ બીજા લગ્ન કર્યા હતા.

પરવીન દોસાંઝ: હવે વાત કરીએ પ્રખ્યાત અભિનેતા કબીર બેદીની ચોથી પત્ની પરવીન દોસાંઝ વિશે. કબીર બેદીએ એક-બે નહીં પરંતુ ચાર લગ્ન કર્યા છે. તેમની ચોથી પત્ની પરવીન છે જે તેમના કરતા 29 વર્ષ નાની છે. 76 વર્ષના કબીરે પહેલા લગ્ન વર્ષ 1969માં પ્રોતિમા બેદી સાથે કર્યા હતા જ્યારે પરવીન 6 વર્ષની હતી. જણાવી દઈએ કે કબીરે 70 વર્ષની ઉંમરમાં પરવીન સાથે ચોથા લગ્ન કર્યા હતા.