દુબઈમાં લક્ઝરી બંગલો, મુંબઈમાં લક્ઝરી એપાર્ટમેંટ, પતિ અભિષેકથી પણ વધુ અમીર છે એશ્વર્યા, આટલી અધધ સંપત્તિની છે માલિક

બોલિવુડ

હિન્દી સિનેમાની સૌથી લોકપ્રિય, સફળ અને ચર્ચિત જોડીમાં અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન પણ શામેલ છે. બંનેના લગ્નને 14 વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે અને બંનેની અત્યાર સુધીની સફર સુંદર રહી છે. બંનેએ દરેક પ્રસંગ પર એકબીજાનો ખૂબ સાથ આપ્યો છે અને બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે.

આ વાતમાં કોઈ શંકા નથી કે એશ્વર્યા રાય બચ્ચન હિન્દી સિનેમાની સૌથી લોકપ્રિય અને સુંદર અભિનેત્રીઓમાંથી એક છે. સાથે જ નેટવર્થની બાબતમાં તે તેના પતિ અને અભિનેતા અભિષેક બચ્ચનથી પણ આગળ છે. જણાવી દઈએ કે એશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન કરતા વધારે અમીર છે.

એશ્વર્યા રાય બચ્ચન, બચ્ચન પરિવારની પુત્રવધૂ છે. સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન તેમના સસરા છે, જોકે એક સમયે એશ્વર્યા એક સામાન્ય પરિવારથી હતી. વર્ષ 1994 માં એશ્વર્યાએ મિસ વર્લ્ડનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો અને પછી તેણે ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો. તેની એક્ટિંગની સાથે જ દર્શકોના દિલ પર તેમણે પોતાની ગજબની સુંદરતાને કારણે પણ રાજ કર્યું. તે અત્યાર સુધીમાં 10 થી વધુ ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ થઈ ચુકી છે. હિન્દી સિનેમામાં ચાહકોને ‘હમ દિલ દે ચુકે સનમ’ અને ‘દેવદાસ’ જેવી ઘણી હિટ ફિલ્મોથી એશ્વર્યાએ પોતાના દીવાના બનાવ્યા.

એશ્વર્યા રાય બચ્ચને થોડા અફેયર્સ પછી અભિષેક બચ્ચન સાથે નિકટતા વધારી હતી. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને આ દરમિયાન બંને એકબીજાના ખૂબ સારા મિત્રો બની ગયા હતા. પછી બંનેનું દિલ એકબીજા પર આવી ગયું અને ત્યાર પછી એપ્રિલ 2007 માં બંનેના લગ્ન થઈ ગયા. લગ્નના 4 વર્ષ પછી બંને વર્ષ 2011 માં પુત્રી આરાધ્યાના માતા -પિતા બન્યા હતા.

આટલા કરોડની સંપત્તિની માલિક છે એશ્વર્યા: એશ્વર્યા રાય બચ્ચનની સંપત્તિની વાત કરીએ તો તેણે ખ્યાતિની સાથે સાથે ઘણી સંપત્તિ પણ મેળવી છે. તે હવે ફિલ્મોમાં ખૂબ ઓછી જોવા મળે છે, પરંતુ તે હિન્દી સિનેમાની સૌથી અમીર અભિનેત્રીઓના લિસ્ટમાં શામેલ છે. પ્રાપ્ત મીડિયા અહેવાલો મુજબ એશ્વર્યા રાય પાસે 227 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને આટલી સંપત્તિ અભિષેક બચ્ચન પાસે પણ નથી. જોકે અભિષેકના પિતા અમિતાભ બચ્ચન 3 હજાર કરોડ રૂપિયાથી વધુની સંપત્તિના માલિક છે અને તે બોલિવૂડના બીજા સૌથી અમીર કલાકાર છે.

દુબઈમાં છે લક્ઝરી ઘર: એશ્વર્યા રાય બચ્ચનના નામ પર દુબઈમાં પણ સંપત્તિ છે. તેણે દુબઈના સેન્ચ્યુરી ફોલમાં એક લક્ઝરી વિલા ખરીદ્યો હતો, જેની કિંમત લગભગ 16 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. હવે એવું કહેવાય છે કે આ સંપત્તિની કિંમત લગભગ 50 કરોડ રૂપિયા આસપાસ થઈ ચુકી છે. તેમનો આ વિલા શહેરની વચ્ચે બનેલો છે.

મુંબઈમાં લક્ઝરી એપાર્ટમેંટ: આ સાથે જ એશ્વર્યા પાસે મુંબઈમાં પણ કરોડો રૂપિયાની સંપત્તિ છે. તેમના નામે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ છે અને તેની કિંમત આશરે 30 કરોડ રૂપિયા છે. મળતી માહિતી મુજબ એશ્વર્યાનો આ એપાર્ટમેન્ટ પાંચ બેડરૂમનો છે. જોકે તે તેમાં રહેતી નથી. કેટલીકવાર તે તેની મુલાકાત લે છે.

એશ્વર્યા પાસે છે લક્ઝરી કારનું કલેક્શન: દુનિયાની સુંદર કારમાં શામેલ ‘બેન્ટલી સીજીટી’ એશ્વર્યાની ફેવરિટ કાર છે અને આ તે તેની પાસે છે, જેની કિંમત 3.65 કરોડ રૂપિયા છે. સાથે જ તે લગભગ 2.35 કરોડ રૂપિયાની કિંમત વાળી મર્સિડીઝ બેન્ઝ એસ 500 ની પણ માલિક છે. આ ઉપરાંત તેની પાસે અન્ય ઘણી કાર છે.

જણાવી દઈએ કે એશ્વર્યા એક ફિલ્મ માટે 9 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. સાથે જ તેની કમાણીનું માધ્યમ એડ પણ છે. તેઓ દર વર્ષે કુલ 15 કરોડ રૂપિયાની કમાણી કરે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહેલી એશ્વર્યા વર્ષ 2022 માં ફિલ્મ ‘પોન્નીયિન સેલ્વન’માં જોવા મળશે. તે એક તમિલ ફિલ્મ હશે.