શું તમે જાણૉ છો કેટલા મેગાપિક્સલની હોય છે મનુષ્યની આંખ, જાણો આ રસપ્રદ તથ્ય

વિશેષ

લોકો અવારનવાર નવો મોબાઈલ અથવા કેમેરો ખરીદતા પેહલા એ વાતનું ધ્યાન રાખે છે કે કેમેરો કેટલા મેગાપિક્સલનો છે. વધુ મેગાપિક્સલની ક્ષમતા ધરાવતો કેમેરો વધુ સ્પષ્ટ તસવીર આપે છે. જો કેમેરો ઓછા મેગાપિક્સલનો હોય તો તસવીર પણ વધુ સ્પષ્ટ નથી હોતી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી આંખો કેટલા મેગાપિક્સલની હોય છે. ઘણા લોકોને આ વિશે વધુ માહિતી નહિં હોય. ખરેખર, માનવ શરીર જેટલું જટિલ છે એટલું જ આધુનિક પણ છે. આપણા શરીરના દરેક અંગની પોતાની અલગ લાક્ષણિકતાઓ અને કામ છે. માનવ શરીરની આંખો પણ કેમેરા જેવી છે. તો ચાલો જાણીએ, આપણી આંખોમાં અન્ય કયા ગુણો છે. સાથે જ તમે જાણશો કે માનવ આંખો કેટલા મેગાપિક્સલની હોય છે. આપણી આંખો દ્વારા જ આપણે આ સુંદર દુનિયાને જોઈ શકીએ છીએ. આપણે એમ પણ કહી શકીએ કે આપણી આંખો પણ કોઈ ડિજિટલ કેમેરા જેવી છે.

કેટલા મેગાપિક્સલની હોય છે આંખો? માનવ આંખ ખૂબ જ જટિલ અને રસપ્રદ છે, જેના દ્વારા આપણે સવારે જાગવાથી લઈને રાત્રે સૂવા સુધી ઘણી બધી ચીજો જોઈ શકીએ છીએ. જો આપણે કેમેરાની ક્ષમતા મુજબ આપણી આંખોની વાત કરીએ તો તે આપણને 576 મેગાપિક્સલ સુધીનો વ્યુ બતાવે છે. તેનો અર્થ એ છે કે આપણે આપણી આંખોથી એક સમયે 576 મેગાપિક્સલનો વિસ્તાર જોઈ શકીએ છીએ.

જો કે આપણું મગજ તેને એક સાથે પ્રોસેસ કરી શક્તું નથી, પરંતુ ખાસ વાત એ છે કે આપણને દેખાતા દ્રશ્યનો માત્ર અમુક ભાગ જ સ્પષ્ટ રીતે (હાઈ ડેફિનેશન) દેખાય છે. આંખોને અલગ-અલગ ફોકસ કરવા પર આપણે આખું દ્રશ્ય સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.

આપણી આંખોની આ ક્ષમતા જીવનભર એકસરખી નથી રેહતી. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ તેમ આપણી જોવાની ક્ષમતા પર પણ અસર પડે છે. એવું નથી કે જો કોઈ યુવાન કોઈ દ્રશ્ય સ્પષ્ટ રીતે જોઈ શકતો હોય તો વૃદ્ધ વ્યક્તિ પણ તે ખૂબ જ સ્પષ્ટ રીતે જોઈ શકે.

જે રીતે શરીરના અન્ય અંગો ઉંમરની સાથે-સાથે નબળા પડી જાય છે, તેવી જ રીતે આંખની રેટિના પણ ઉંમર વધવાની સાથે નબળી પડવા લાગે છે. આ જ કારણ છે કે વૃદ્ધોની દૃષ્ટિ નબળી પડી જાય છે અને તેમને જોવામાં તકલીફ થાય છે.

સામાન્ય કેમેરા કેટલા મેગાપિક્સલના હોય છે?જો આપણે ડીએસએલઆર કેમેરા અથવા મોબાઈલ કેમેરા વિશે વાત કરીએ તો ડીએસએલઆર કેમેરા 400 મેગાપિક્સલ સુધીની તસવીરો કેપ્ચર કરવાની ક્ષમતા ધરાવે છે. સાથે જ મોબાઇલમાં 48, 60 અને તેનાથી પણ વધુ મેગાપિક્સલના કેમેરા બનાવવામાં આવી રહ્યા છે.