રિતિક રોશન ખૂબજ ક્યૂટ દેખાતો હતો તેના બાળપણમાં, અહિં જુવો તેના બાળપણની તસવીરો

બોલિવુડ

બોલિવૂડમાં તેના સમયની સૌથી લોકપ્રિય અને જાણીતી અભિનેત્રીઓમાં શામેલ રહી છે અભિનેત્રી શ્રીદેવી. આજે શ્રીદેવી આપણા વચ્ચેથી ગઈ તેના લગભગ 2 વર્ષ થઈ ચુક્યા છે, પરંતુ આજે પણ તે તેના લાખો ચાહકોના દિલમાં જીવંત છે. અભિનેત્રીની સુંદરતાના એટલા દીવાના છે કે તેમના નિધનના 2 વર્ષ પછી પણ તેના નામે ચાલતા ફેન પેજ આજે પણ ખૂબ એક્ટીવ છે. જણાવી દઈએ કે અવારનવાર ફેન પેજ પર શ્રીદેવીની કેટલીક ન જોઈ હોય તેવી અને જૂના સમયની તસવીરો આવતી રહે છે જેને ચાહકોને વિશેષ પ્રેમ મળે છે.

જણાવી દઈએ કે અમારી આજની આ પોસ્ટ પણ આ જ વિષય પર છે, જેમાં અમે તમને એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે શ્રીદેવીના ફેન પેજની છે. ખરેખર ખૂબ જ ટૂંક સમયમાં જ આ તસવીર પર હજારો લાઈક્સ અને શેર આવી ચુક્યા છે. વળી આ તસવીર પર ચાહકો પણ ઘણી કમેંટ કરતા જોવા મળી રહ્યા છે. તો ચાલો તમને જણાવીએ કે આ તસવીરમાં શું ખાસ છે કે ચાહકો તેને આટલું વાયરલ કરી રહ્યાં છે.

ખરેખર આ તસવીરમાં શ્રીદેવી સાથે બોલિવૂડનો હેંડસમ અભિનેતા રિતિક રોશન પણ જોવા મળી રહ્યો છે અને સાથે જ આ તસવીર ત્યારની છે જ્યારે રિતિક ખૂબ જ નાનો હતો. તમને જણાવી દઈએ કે આ તસવીરમાં રિતિક રોશનની ઉંમર ખૂબ ઓછી જોઇ શકાય છે, જેમાં તે એકદમ ક્યૂટ લાગી રહ્યો છે. જો આપણે વાત કરીશું આજની તો રિતિકને આ તસવીર મુજબ ઓળખવો તેના કોઈ પણ ચાહકો માટે એક વાર મુશ્કેલ બની શકે છે.

જણાવી દઈએ કે આ તસવીર વિશે એવી વાત સામે આવી રહી છે કે આ તસવીર કોઈ ફિલ્મના શૂટિંગના સમયની છે. એક રીતે આપણે કહી શકીએ કે તે એક થ્રોબેક તસવીર છે. જણાવી દઈએ કે આ તસવીર ભગવાન દાદાના ફિલ્મના શૂટિંગ દરમિયાન લેવામાં આવી હતી, જેમાં રિતિક રોશન ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે જોવા મળ્યો હતો. સાથે જ આ તસવીરમાં શ્રીદેવી પણ એક નાની છોકરીને કેક ખવડાવતી જોવા મળી રહી છે જે એક લવંડર કલરની સાડીમાં જોવા મળી રહી છે.

જો આપણે રિતિક રોહન વિશે વાત કરીએ તો તે આ તસવીરમાં નીચે ઉભેલો જોવા મળે છે, તેણે વાદળી અને સફેદ રંગનો શર્ટ પહેર્યો છે. જો વાત કરીએ ભગવાન દાદા નામની ફિલ્મની તો તે લગભગ 33 વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી. જેમાં શ્રીદેવીની સાથે રિતિક રોશન પણ જોવા મળ્યો હતો. સાથે જ આ ફિલ્મમાં બીજો એક ખૂબ જ પ્રખ્યાત અભિનેતા જોવા મળ્યો હતો, જે બીજો કોઈ નહીં પણ રજનીકાંત હતો. અને રિતિકની ભૂમિકા પણ આ ફિલ્મમાં દત્તક લીધેલા બાળકની હતી. માહિતી મુજબ આ ફિલ્મમાં જૂવા મળેલા રિતિક રોશનની ઉંમર માત્ર 10 વર્ષ હતી અને શ્રીદેવી પણ તે સમયે ઇન્ડસ્ટ્રીમાં એટલી જૂની ન હતી.

Leave a Reply

Your email address will not be published.