કપિલાના શો માં જવા માટે કેટલા રૂપિયા આપવા પડે છે? કોમેડિયને પોતે કર્યો તેનો ખુલાસો જાણો તેના વિશે

બોલિવુડ

લગભગ સાત મહિનાની રાહ પછી દેશના પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માનો શો ‘ધ કપિલ શર્મા શો’એ કમબેક કર્યું છે. શોનું કમબેક ખૂબ જ સુંદર રહ્યું છે. કમબેક પછી શો ના 4 એપિસોડ પ્રસારિત થઈ ચૂક્યા છે અને દરેકને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. જણાવી દઈએ કે જાન્યુઆરી 2021 પછીથી ‘ધ કપિલ શર્મા શો’ બંધ થઈ ગયો હતો, જોકે તાજેતરમાં જ તે ફરી શરૂ થઇ ગયો છે. પહેલા એપિસોડમાં દિગ્ગઝ અભિનેતા અજય દેવગણ તેમની ફિલ્મ ‘ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ના પ્રમોશન માટે પહોંચ્યા હતા. બીજા એપિસોડમાં સુપરસ્ટાર અક્ષય કુમાર તેમની ફિલ્મ ‘બેલ બોટમ’ના પ્રમોશન માટે આવ્યા હતા. આ બંને એપિસોડ અનુક્રમે 21 અને 22 ઓગસ્ટના રોજ પ્રસારિત થયા હતા.

તાજેતરમાં શોનો બીજો સપ્તાહ પણ ખૂબ જ સુંદર રહ્યો છે. જ્યારે શનિવારે પહેલા એપિસોડમાં પુરુષ અને મહિલા ભારતીય હોકી ટીમ પહોંચી હતી, રવિવારે પ્રસારિત થયેલા બીજા એપિસોડમાં હિન્દી સિનેમાના બે દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિંહાએ હાજરી આપી હતી. ખાસ વાત એ છે કે આ વખતે કપિલ ના શો પર દર્શકો પણ જોવા મળી રહ્યા છે. સાથે જ શોનો સેટ પણ નવા લુક સાથે જોવા મળી રહ્યો છે.

કપિલ શર્માનો શો માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે ‘ધ કપિલ શર્મા શો’ના લાઇવ ઓડિયંસનો ભાગ બને પરંતુ તે સરળ અથવા વધુ મુશ્કેલ કાર્ય પણ નથી. પરંતુ તેના વિશે ઘણા પ્રકારની અફવાઓ પણ ફેલાયેલી છે. ઘણા લોકોનું માનવું છે કે કપિલના શોમાં લાઈવ ઓડિયન્સ બનવા માટે તમારે પૈસા ચૂકવવા પડશે પરંતુ તમને જણાવી દઈએ કે આવું કંઈ નથી. શો પર તમે એક પણ રૂપિયો ચુકવ્યા વગર પહોંચી શકો છો.

કપિલે પોતે કર્યો હતો ખુલાસો: થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ દ્વારા કપિલ શર્માના શો પર આવનારા દર્શકો દ્વારા ચૂકવવામાં આવતી ફી વિશે કંઈક કહ્યું હતું. જ્યારે સત્ય તો એ છે કે આવું કંઈ થતું નથી. ત્યાર પછી કપિલે પોતે આગળ આવીને ખુલાસો કર્યો કે અમારા શોમાં આવતા દર્શકો પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી. જો હવે તમે કપિલ ના શો ના દર્શક તરીકે પોતાને જોવા ઈચ્છો છો તો તમારે મુંબઇ આવવું પડશે. ત્યાર પછી તમે એક પણ પૈસો ખર્ચ કર્યા વગર કપિલાના શો માં એન્ટ્રી લઈ શકો છો.