8 ગ્લાસ નહીં, પરંતુ જાણો ખરેખર ઉંમર પ્રમાણે કેટલું પાણી પીવું જરૂરી છે

હેલ્થ

સામાન્ય રીતે એવું સાંભળવામાં આવે છે કે આરોગ્ય માટે દરેક વ્યક્તિએ આશરે 8 ગ્લાસ પાણી પીવું જોઈએ, પરંતુ હકીકતમાં શરીર માટે જરૂરી પાણીની માત્રા ઘણી વસ્તુઓ પર આધારીત છે. જેમ કે વ્યક્તિનું લિંગ, ઉંમર, શારીરિક પ્રવૃત્તિઓ અને આસપાસનું વાતાવરણ. આવી સ્થિતિમાં, તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારે ઉંમર અને શારીરિક બંધારણ અનુસાર કેટલું પાણી પીવું જોઈએ .

સ્વાસ્થ્ય નિષ્ણાંતો કહે છે કે જે વ્યક્તિની બંને કિડની યોગ્ય રીતે કાર્યરત છે, તેણે શરીરના વજનના પ્રમાણે દરરોજ એક કિલોગ્રામ દીઠ 30 મિલીલીટર પાણી પીવું જોઈએ. આ સાથે જ તમારે એ જાણવું જોઈએ કે ઉંમર પ્રમાણે શરીરને કેટલા પાણીની જરૂર હોય છે. સામાન્ય રીતે જેમ જેમ લોકોની ઉંમર વધતી જાય છે, તેઓ ઓછું પાણી પીવા લાગે છે, પરંતુ ખરેખર શરીર માટે અમુક પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ચાલો તમને જણાવી દઈએ કે લોકો 1 વર્ષથી લૈને 60 વર્ષ સુધીના વ્યક્તિએ સારા સ્વાસ્થ્ય માટે કેટલું પાણી પીવું જરૂરી છે.

ખરેખર, એક થી આઠ વર્ષનાં બાળકોએ દરરોજ લગભગ 1.3 થી 1.7 લિટર એટલે કે પાંચથી છ ગ્લાસ પાણી પીવું જોઈએ. આ પછી, 9 થી 17 વર્ષની વયના કિશોરોએ 12 ગ્લાસ, એટલે કે લગભગ અઢી લિટર પાણી પીવું જોઈએ. તે જ સમયે, 18 થી 60 વર્ષની ઉંમર સુધીના પુરુષોએ દરરોજ 14 ગ્લાસ એટલે કે ત્રણ લિટર પાણી પીવું જોઈએ. જ્યારે, મહિલાઓએ 2.2 લિટર એટલે કે, દરરોજ 10 ગ્લાસ પાણી પીવું જોઈએ.

ઉંમર ઉપરાંત, વ્યક્તિની શારીરિક પ્રવૃત્તિઓ શરીર માટે જરૂરી પાણીનું પ્રમાણ પણ નક્કી કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે નિયમિત કસરત કરો છો, તો ચોક્કસપણે તમારા શરીરમાંથી પસીના રૂપમાં પાણી પણ વધરે નિકળશે તેથી તમારે તેની પૂર્તિ માટે વધુ પાણી પીવું જોઈએ. આ માટે તમારે અડધા કલાકની એક્સરસાઈઝ પછી, તમારે એક કે બે ગ્લાસ પાણી પીવું જોઈએ. બીજી બાજુ, જો તમે લાંબા સમય સુધી અથવા ગરમ વાતાવરણમાં કસરત કરો છો, તો તમારે ઓછામાં ઓછું ત્રણ ગ્લાસ પાણી પીવું જોઈએ.

ખરેખર શરીર માટે પાણીની આવશ્યકતા તમારી આસપાસના વાતાવરણ પર પણ આધારિત છે કારણ કે ગરમ હવામાનમાં, મોટાભાગનું પાણી પસીના દ્વારા તમારા શરીરમાંથી બહાર આવે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ વધુ પાણી પીવું જોઈએ. આ સાથે વધુ ઉંચાઈ ધરાવતા લોકોએ પણ વધારે પાણી પીવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published.