‘તારક મેહતા’ના જેઠાલાલ પાસે હવે છે કરોડો રૂપિયાની સંપત્તિ, જાણો કેટલી કમાણી કરી રહ્યા છે દિલીપ જોશી

બોલિવુડ

મિત્રો, SAB ટીવી પર પ્રસારિત થતી ટીવી સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા સમયથી દર્શકોનું ખૂબ જ મનોરંજન કરી રહી છે, તેના દરેક કલાકારે દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. આ શોને દરેક ઉંમરના લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે, જો શો વિશે વાત કરીએ તો આ શોમાં જેઠાલાલની ભૂમિકા નિભાવી રહેલા અભિનેતા દિલીપ જોશીની એક્ટિંગને દર્શકો એ ખૂબ પસંદ કરી છે. આજે અમે તમને આ આર્ટિકલ દ્વારા દિલીપ જોશી વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. માહિતી માટે તમને બધાને જણાવી દઈએ કે દિલીપ જોશીને મોંઘી મોંઘી કારનો ખૂબ શોખ છે આટલું જ નહિં અભિનેતા આ શોના 25 દિવસનું શૂટિંગ કરવા માટે 36 લાખ રૂપિયા ફી તરીકે ચાર્જ કરે છે. ચાલો જાણીએ દિલીપ જોશીની પર્સનલ લાઈફ અને નેટવર્થ વિશે.

કંઈક આવું હતું શરૂઆતનું જીવન: મીડિયા રિપોર્ટ્સનું મનીએ તો દિલીપ જોશી ટીવી સીરિયલ્સ ઉપરાંત ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગના જલવા બતાવી ચુક્યા છે. પરંતુ છતાં પણ તેના જીવનમાં એક એવો મુશ્કેલ સમય આવ્યો જ્યારે તેની પાસે કોઈ કામ ન હતું. હા, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલમાં જેઠાલાલનું પાત્ર સાઈન કરતાં પહેલાં દિલીપ જોશી પાસે કોઈ કામ ન હતું.

તારક મેહતા સિરિયલે બદલ્યું નસીબ: નોંધપાત્ર છે કે તારક મેહતા શો સાઇન કર્યા પછી, દિલીપ જોશી સફળતાના શિખરો ચઢતા ગયા અને તેમણે પછી ક્યારેય પણ તેમના જીવનમાં પાછળ વળીને જોયું નથી અને પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી. નોંધપાત્ર છે કે તારક મેહતામાં અભિનેતા દ્વારા નિભાવવામાં આવતું જેઠાલાલનું પાત્ર ખૂબ જ હસમુખ છે, આ જ કારણ છે કે જેઠાલાલ દર્શકોની પહેલી પસંદ છે. અભિનેતા દ્વારા કરવામાં આવેલ જબરદસ્ત એક્ટિંગ એ દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે.

દિલીપ જોષીનો પરિવાર: જેમ કે તમે બધા લોકો જાણો છો કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલમાં દયાબેન જેઠાલાલની પત્નીનું પાત્ર દયાબેન નિભાવી રહી છે, પરંતુ રિયલ લાઈફમાં દિલીપ જોશીની પત્નીનું નામ જયમાલા છે. સાથે જ અભિનેતાને બે બાળકો છે, જેમાંથી તેને એક પુત્રી છે અને પુત્રીનું નામ નિયતી જોશી છે, જ્યારે તેને એક પુત્ર છે, તેના પુત્રનું નામ રિત્વિક જોશી છે.

જેઠાલાલની કુલ સંપત્તિ: માહિતી માટે તમને જણાવી દઈએ કે ટીવી સીરિયલ તારક મેહતા શોમાં જેઠાલાલનું પાત્ર નિભાવવા માટે દિલીપ જોશી એક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા ફી તરીકે ચાર્જ કરે છે. અને તેની એક ખાસ વાત એ છે કે તે મહિનામાં માત્ર 25 દિવસ કામ કરે છે, બાકીના દિવસો તે પોતાના પરિવાર સાથે પસાર કરે છે, આ મુજબ તેનો માસિક પગાર લગભગ 36 લાખ રૂપિયા છે. જો જેઠાલાલની કુલ સંપત્તિની વાત કરીએ તો 2021 સુધીમાં તેઓ લગભગ 45 કરોડની સંપત્તિના માલિક હોવાનું જણાવવામાં આવી રહ્યું હતું. જણાવી દઈએ કે અભિનેતાને મોંઘી મોંઘી કારનો ખૂબ શોખ છે અને આ જ કારણ છે કે તેની પાસે ઘણી મોંઘી મોંઘી કાર છે. તેમની કારની કિંમત લગભગ 80 લાખ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે.