ક્યારે અને કેવી રીતે મળ્યા હતા એશ્વર્યા-અભિષેક? કેવી રીતે થયો પ્રેમ? જાણો તેમની લવ સ્ટોરીનું સત્ય

બોલિવુડ

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન બોલીવુડની લોકપ્રિય લવ કપલમાંથી એક છે. બંનેની જોડીને ચાહકો ખૂબ પસંદ કરે છે. કપલે 20 એપ્રિલ 2007ના રોજ લગ્ન કર્યા હતા. આ લગ્નને 15 વર્ષ પૂરા થઈ ચુક્યા છે. આવી સ્થિતિમાં, શું તમે ક્યારેય વિચાર્યું છે કે બંનેની લવ સ્ટોરી આખરે કેવી રીતે શરૂ થઈ હતી? કેવી રીતે જુનિયર બચ્ચને દુનિયાની સૌથી સુંદર છોકરીને લગ્ન માટે રાજી કરી? ચાલો બંનેની એનિવર્સરી પર તેમની લવ લાઈફ સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સા જાણીએ.

આ રીતે થઈ હતી એશ-અભિષેકની મુલાકાત: અભિષેક બચ્ચન પોતાની પત્ની એશ્વર્યા રાયને પહેલી વખત સ્વિટ્ઝરલેન્ડમાં મળ્યા હતા. ત્યારે એશ ‘ઓર પ્યાર હો ગયા’નું શૂટિંગ કરી રહી હતી. તેમાં બોબી મુખ્ય હીરો હતા. અભિષેક સ્વિટ્ઝરલેન્ડમાં એક ફિલ્મનું લોકેશન જોવા આવ્યા હતા. ત્યારે તે હીરો નહીં પરંતુ પ્રોડક્શન બોય હતા. બોબી દેઓલ સાથે તેની સારી મિત્રતા હતી. તેથી બંને મળ્યા. ત્યાર પછી બોબીએ એશ્વર્યાનો અભિષેક સાથે પરિચય કરાવ્યો હતો.

ત્યાર પછી અભિષેકે 2000માં ફિલ્મ રેફ્યુજીથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. ત્યાર પછી તે એશ્વર્યા રાયની સાથે ફિલ્મ ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં ચાહકોને બંનેની જોડી ખૂબ જ પસંદ આવી હતી. ત્યાર પછી અભિષેક અને એશ્વર્યાએ એકસાથે ઘણી ફિલ્મો કરી હતી. ગુરુ, ઉમરાવ જાન અને ધૂમ 2 દરમિયાન બંનેને એકબીજા સાથે વધુ સમય પસાર કરવાની તક મળી હતી.

જ્યારે અભિષેકે કર્યો એશ્વર્યાને પ્રપોઝ: અભિષેક અને એશ્વર્યા ધૂમ 2 દરમિયાન એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. ત્યારે બંનેએ પહેલી વખત એકબીજા પ્રત્યે કંઈક અનુભવ્યું હતું. પછી ન્યૂયોર્કમાં ફિલ્મ ગુરુના પ્રીમિયર દરમિયાન અભિષેક બચ્ચને તક જોઈને એશ્વર્યા રાયને પ્રપોઝ કર્યો હતો. તે હોટલની એક બાલ્કનીમાં ઘૂંટણ પર બેસી ગયા પછી તેણે રિંગ કાઢી અને એશને પૂછ્યું, ‘શું તું મારી સાથે લગ્ન કરીશ?’ એશે તરત જ હા પાડી. આ સાંભળીને અભિષેક આનંદથી ઝૂમી ઉઠ્યો.

એક ઈન્ટરવ્યુમાં અભિષેકે જણાવ્યું હતું કે તે દિવસ-રાત એ જ સપનું જોતો હતો કે કાશ એશ્વર્યા તેના જીવનમાં આવી જાય. છેવટે તેનું આ સપનું સાકાર થયું. એક અન્ય રસપ્રદ વાત એ છે કે તેણે એશને પ્રપોઝ કરતી વખતે જે રિંગ પહેરાવી હતી તે અસલી હીરાની નહીં પરંતુ નકલી હતી. તેણે તે રિંગ ગુરુ ફિલ્મના સેટ પરથી લીધી હતી.

અભિષેક અને એશ્વર્યાએ 20 એપ્રિલે જલસા બંગલામાં લગ્ન કર્યા હતા. આ લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. જેમાં એશ્વર્યા રાયે ગોલ્ડન કાંજીવરમ સાડી પહેરી હતી. તેના પર સોનાનું કામ કરવામાં આવ્યું હતું. તેથી આ સાડીની કિંમત 75 લાખ રૂપિયા હતી. ત્યાર પછી બંને એક મહિના માટે યુરોપ હનીમૂન માટે ગયા હતા. લગ્નના 15 વર્ષ પછી પણ કપલ વચ્ચે સારો બોન્ડિંગ જોવા મળે છે.