પત્ની ધનશ્રી વર્મા સાથે માલદીવમાં બીજી વખત હનીમૂન મનાવી રહ્યા છે ક્રિકેટર યુઝવેંદ્ર ચહલ, જુવો તેમની રોમેંટિક તસવીરો

Uncategorized

ભારતીય ક્રિકેટની દુનિયાના જાણીતા બોલર યુઝવેન્દ્ર ચહલ ઘણીવાર તેની રમતને લઈને ચર્ચામાં રહે છે. આ સિવાય તેની પર્સનલ લાઈફને લઈને પણ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા જ લગ્નના બંધનમાં બંધાયેલા ક્રિકેટર ફરી એકવાર ચર્ચામાં છે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલ આજકાલ પત્ની ધનશ્રી સાથે માલદીવમાં રજાઓનો આનંદ લઈ રહ્યા છે. બંનેએ ત્યાંની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, જે ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે અને સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થઈ રહી છે.

તમને યાદ જ હશે કે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના લગ્ન ગયા વર્ષે ડિસેમ્બરમાં થયા હતા. બંનેએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. જણાવી દઇએ કે દેશમાં ફેલાયેલી કોરોના મહામારીને કારણે બંનેના લગ્ન નજીકના સંબંધીઓની હાજરીમાં જ થયાં હતાં. તેના લગ્નની તસવીરો ઘણા દિવસો સુધી ઈંટરનેટ પર વાયરલ થઈ હતી. અને હવે બંને માલદીવમાં રજાઓનો આનંદ લઈ રહ્યા છે. તેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર આવી ગયા છે.

યુઝવેન્દ્રએ શેર કરી રોમેન્ટિક તસવીરો: ખરેખર, થોડા સમય પહેલા જ ધનશ્રીએ માલદીવની કેટલીક તસવીરો અને વીડિયો તેના ઈંસ્ટા ગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. તસવીરમાં યુઝવેન્દ્ર અને ધનશ્રી રોમેન્ટિક પોઝ આપતા જોવા મળી રહ્યા છે. સાથે જ યુઝવેન્દ્રએ પણ તેની એક તસવીર ઇન્સ્ટા ગ્રામ પર પોસ્ટ કરી છે, જેમાં બંને એકબીજાની આંખોમાં જોતા જોવા મળી રહ્યા છે. તસવીરની સાથે, યુઝવેન્દ્રએ કેપ્શન લખ્યું છે કે, ખોવાઈ જવા માટે આ કોઈ ખરાબ જગ્યા નથી.

ધનશ્રીએ પણ શેર કર્યો આ સુંદર વીડિયો: જોકે ધનશ્રીએ તેનો એક વીડિયો પણ ઇન્સ્ટા ગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે સમુદ્રના કિનારે જોવા મળી રહી છે. વીડિયો શેર કરતી વખતે ધનશ્રીએ કેપ્શન લખ્યું છે કે, સ્વર્ગમાં કેટલીક સુંદર ક્ષણો પસાર કરી રહી છું. જણાવી દઈએ કે ધનશ્રી એક ડાન્સ કોરિયોગ્રાફર પણ છે અને તે યુટ્યુબ પર તેના ડાન્સ વીડિયો પણ પોસ્ટ કરતી રહે છે. ધનશ્રીના ચાહકોની લાંબી લાઈન છે.

Leave a Reply

Your email address will not be published.