દર વર્ષે 42 કરોડની કમાણી કરનાર હની સિંહની કુલ સંપત્તિ છે એટલી અધધધ કે જાણીને થઈ જશો આશ્ચર્યચકિત, જાણો તેમની કુલ સંપત્તિ વિશે

બોલિવુડ

હિન્દી સિનેમાના જાણીતા સિંગર અને પ્રખ્યાત રેપર હની સિંહ હાલમાં મોટી મુશ્કેલીથી ઘેરાયેલા છે. હની સિંહ પર તેની પત્નીએ ઘરેલુ હિંસા સહિત ઘણા આરોપ લગાવ્યા છે અને તેની સામે કેસ નોંધાવ્યો છે. હની સિંહની પર્સનલ લાઈફમાં પત્ની શાલિની તલવારને કારણે ઉથલ-પાથલ મચી ગઈ છે. તે સતત ચર્ચામાં છે.

હની સિંહની પત્ની શાલિનીએ આરોપ લગાવ્યો છે કે તેના સાસરિયામાં તેની સાથે મારપીટ થઈ રહી છે અને તેના પર દબાણ કરવામાં આવી રહ્યું છે. શાલિનીએ હની સાથે સંબંધ તોડવાનું મન બનાવી લીધું છે અને તેણે કોર્ટમાં અરજી કરતી વખતે હની પાસે મોટી રકમ માંગી છે. કહેવામાં આવી રહ્યું છે કે શાલિનીએ દિલ્હીમાં રહેવા માટે અને ઘર ખર્ચ માટે દર મહિને પાંચ લાખ રૂપિયાની માંગ કરી છે. સાથે જ નુક્સાન તરીકે તેમણે 10 કરોડ રૂપિયાની માંગણી કરી છે. જેથી શાલિનીને કોઈ પર નિર્ભર ન રહેવું પડે.

જણાવી દઈએ કે આ કેસમાં હની સિંહ નિશાનના પર છે. આ દરમિયાન જો તેની કુલ સંપત્તિ પર નજર કરીએ તો પોતાના ગીતથી ધૂમ મચાવનાર હનીએ ખ્યાતિની સાથે ખૂબ સંપત્તિ પણ મેળવી છે. મીડિયા અહેવાલો મુજબ હની સિંહ દર વર્ષે લગભગ 42 કરોડ રૂપિયાની કમાણી કરે છે અને તેની કુલ સંપત્તિ લગભગ 173 કરોડ રૂપિયા છે.

હની સિંહ પાસે ભારતના ઘણા શહેરોમાં મોંઘા અને લક્ઝરી ઘર છે. તેમનું જે ઘર પંજાબમાં બનેલું છે તેની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે. કહેવાય છે કે હનીનું નોઈડા, ગુડગાંવ, દિલ્હી અને મુંબઈમાં પણ ઘર છે. સાથે જ તેમને મોંઘી અને લક્ઝરી કારનો પણ શોખ છે. તે એક લક્ઝરી લાઈફ જીવે છે.

28 ઓગસ્ટ સુધીમાં કોર્ટે માંગ્યો હની સિંહ પાસેથી જવાબ: જણાવી દઈએ કે શાલિનીએ હની સિંહ અને તેના પરિવાર વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. દિલ્હીની તીસ હજારી કોર્ટમાં કેસ નોંધાવામાં આવ્યો છે અને કોર્ટે આ બાબતમાં હની પાસેથી 28 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો છે. હજારી કોર્ટના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તાનિયા સિંહે હની સિંહને આ કેસમાં 25 દિવસનો સમય આપ્યો છે.

હની સિંહ પર શાલિની તલવારે લગાવ્યા ઘણા ગંભીર આરોપ: હની સિંહ પર શાલિની તલવારે એક બે નહિં પરંતુ ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. શાલિનીએ ઘરેલુ હિંસા, માનસિક શોષણ અને આર્થિક શોષણનો આરોપ લગાવ્યો છે. સાથે જ કહ્યું છે કે હની સિંહના ઘણી મહિલાઓ સાથે ‘કેઝ્યુઅલ સંબંધ’ રહ્યા છે. હની ની સાથે શાલિનીએ તેના સાસુ-સસરા અને પોતાની નણંદ વિરુદ્ધ પણ દિલ્લીની તીજ હજારી કોર્ટમાં કેસ નોંધાવ્યો છે. કોર્ટ આ બાબતની સુનવણી 28 ઓગસ્ટ ના રોજ કરશે.

જણાવી દઈએ કે શાલિની અને હનીનો સંબંધ વર્ષો જૂનો છે. બંને સાથે ભણતા હતા અને આ દરમિયાન જ બંને એકબીજાને દિલ આપી બેઠા હતા. ઘણા વર્ષોની ડેટિંગ પછી આ કપલે વર્ષ 2011 માં લગ્ન કર્યા. પરિવારની હાજરીમાં ગુપ્ત રીતે આ લગ્ન દિલ્લીના એક ગુરૂદ્વારામાં થયા હતા.

જોકે હની સિંહે દુનિયાથી 3 વર્ષ સુધી પોતાના લગ્ન છુપાવીને રાખ્યા હતા. તેણે પોતાના લગ્નનો ખુલાસો વર્ષ 2014 માં એક રિયાલિટી શો દરમિયાન કર્યો હતો. તેના આ ખુલાસાથી તેના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તમે જોઈ શકો છો કે હની સિંહની પત્ની શાલિની તલવાર ખૂબ જ સુંદર છે. તે સુંદરતાની બાબતમાં બોલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.