આપણા બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીની ઘણી કપલ્સ સોશિયલ મીડિયા પર તેમના ઘરની અંદરની તસવીરો શેર કરતા રહે છે અને આ લિસ્ટમાં હવે ટીવીની એડોરેબલ કપલ અભિનેતા ગુરમીત ચૌધરી અને અભિનેત્રી દેબીના બેનર્જીનું નામ પણ શામેલ થઈ ગયું છે અને તાજેતરમાં ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીએ પોતાના ઘરની સુંદર ઝલક પોતાના ચાહકો સાથે શેર કરી છે અને એક ખૂબ જ સુંદર વીડિયો શેર કરીને આ કપલે હોમ ટૂર કરાવી છે અને આ દિવસોમાં ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો ચાલો જોઈએ આ કપલના ઘરની કેટલીક સુંદર તસવીરો.
ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી આપણા ટીવી ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત સ્ટાર છે અને તેમની જોડીને પણ ચાહકો ખૂબ પસંદ કરે છે. જનાવી દઈએ કે અભિનેતા ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી એ ટીવીના પ્રખ્યાત શો રામાયણ માં લીડ રોલમાં જોવા મળ્યા હતા અને તેમની રીલ લાઈફ જોડીને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. અન સેટ અર જ બંને વચ્ચે પ્રેમ થઈ ગયો અને પછી 15 ફેબ્રુઆરી 2011 ના રોજ એકબીજા સાથે લગ્ન કર્યા હતા અને આજે આ કપલ પોતાની મેરિડ લાઈફને ખુશીથી એન્જોય કરી રહી છે.
ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીએ તાજેતરમાં જ તેમના મુંબઇવાળા ઘરને રિનોવેટ કરાવ્યું હતું અને પોતાના આ સુંદર ઘરની ઝલક આ કપલે એક વીડિયો દ્વારા ચાહકો સાથે શેર કરી છે જે ખૂબ વાયરલ થઈ રહી છે અને આ વીડિયોમાં દેબીનાએ તેમના ઘરના દરેક ખુણાની સફર કરાવી છે.
આ વીડિયોની શરૂઆતમાં દેબીનાએ તેના ઘરનો એન્ટ્રી ગેટ બતાવ્યો છે જે ખૂબ જ સુંદર છે અને ત્યાર પછી અભિનેત્રીએ તેના લિવિંગ રૂમમાં એક ઝલક બતાવી છે જેમાં એક મોટું પ્રોજેક્ટર છે અને તેની સાથે જ તેમના ઘરમાં એક ખૂબ જ સુંદર મંદિર પણ છે જ્યાં આ કપલ પૂજા કરે છે.
આ પછી, દેબીનાએ તેના ઘરનો ખૂણો બતાવ્યો છે જ્યાં તેણે તેના અને ગુરમીતની ટ્રોફી સજાવીને રાખી છે અને વીડિયોમાં દેબીનાએ તેના ઘરનો ડાઇનિંગ એરિયા બતાવ્યો છે જે ખૂબ જ મોટો અને લક્ઝુરિયસ છે અને અભિનેત્રીનું ડાઈનિંગ ટેબલ ગોલ્ડન કલરમાં જોવા મળી રહ્યું છે જે ખૂબ જ સુંદર લુક આપી રહ્યું છે. સાથે જ ટેબલ પર એક ખૂબ જ સુંદર ઝૂમર પણ છે જે તેના ઘરની સુંદરતામાં વધારો કરી રહ્યું છે.
દેબીનાના ડાઇનિંગ ટેબલની નજીક એક દિવાલ છે, જેના પર દેબીનાએ ઘબી બધી તસવીરો સજાવી છે અને વીડિયોના લાસ્ટમાં, દેબીનાએ તેના સુંદર કિચનની એક ઝલક બતાવી છે જે ખૂબ જ સુંદર અને હાઈટેક છે.
જણાવી દઈએ કે આ કપલે તાજેતરમાં જ તેમની દસમી મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરી છે અને તેમના લગ્નને 10 વર્ષ થઈ ચુક્યા છે અને લગ્નના ઘણા વર્ષો પછી પણ આ કપલ વચ્ચે તેવો જ પ્રેમ, અંડરસ્ટેંડિંગ અને ગજબની કેમિસ્ટ્રી જોવા મળે છે.
જણાવી દઈએ કે દેબીના અને ગુરમીત સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર આ કપલ પોતાની સુંદર અને રોમેંટિક તસવીર શેર કરીને એકબીજા પર પ્રેમ લુટાવતા રહે છે અને ચાહકો પણ આ કપલને ખૂબ પસંદ કરે છે.