હોલિકા દહનની રાત્રે લોટના દીવાનો કરો આ ઉપાય, ચારે બાજુથી મળશે પૈસા જ પૈસા, દેવાથી મળશે છુટકારો

ધાર્મિક

સુખ અને દુ:ખ બંને વ્યક્તિના જીવનનો ભાગ હોય છે. જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. પરંતુ ઘણી વખત દુ:ખ તમારી પાછળ એવી રીતે આવે છે કે ફરી જવાનું નામ જ નથી લેતું. એક પછી એક તમારા પર દુ:ખના પહાડો તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ ભગવાન, જ્યોતિષ, ટોટકા અને ઉપાયોને યાદ કરે છે.

આર્થિક તંગી અને દેવાના બોજ હેઠળ દબાઈને રહેવું એ એક ખૂબ મોટી સમસ્યા છે. દેવાથી વ્યક્તિ માત્ર આર્થિક રીતે જ નબળા નથી રહેતા, પરંતુ માનસિક રીતે પણ બીમાર થવા લાગે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને દેવાથી છુટકારો મેળવવા અને તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટેનો રામબાણ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.

દેવાથી છુટકારો અપાવશે લોટના દીવાનો ઉપાય: લોટના દીવાનો એક ખાસ ઉપાય તમને દેવાથી છુટકારો અપાવી શકે છે. આ ઉપાય તમારે હોલિકા દહનની રાત્રે કરવાનો છે. આ વર્ષે હોલિકા દહન 17મી માર્ચે છે. આ ઉપાય કરવાથી જૂનું દેવું પણ દૂર થઈ જાય છે.

આ સાથે જ આ ઉપાયથી જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે. આટલું જ નહીં આ ઉપાયથી શુભ કાર્ય કરવામાં આવતા અવરોધ પણ દૂર થાય છે. જો તમે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છો તો પણ આ ઉપાય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

હોલિકા દહનની રાત્રે આ રીતે કરો ઉપાય: આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા લોટનો ઉપયોગ કરીને 5 મુખી લોટનો દીવો બનાવવો પડશે. ત્યાર પછી આ દીવામાં સરસવનું તેલ ભરો. હવે તેમાં થોડા કાળા તલ નાખો. ત્યાર પછી તેમાં બતાશા, થોડું સિંદૂર અને એક તાંબાનો સિક્કો પણ મૂકો.

હવે આ દીવો હોલિકા દહનની રાત્રે હોલિકાની અગ્નિથી પ્રગટાવો. પછી દીવો તમારા ઘરે લઈ આવો. ત્યાર પછી આ દીવાથી ઘરની આરતી કરો. જ્યાં તમે પૈસા રાખો છો, જેમ કે તિજોરી અથવા કબાટ ત્યાં પણ આરતી ઉતારો. હવે ભગવાનની સામે આરતી ઉતારો અને તેમને તમારી સમસ્યા જણાવો.

ત્યાર પછી, દીવાને એક સુમસામ ચોક પર રાખી દો. આ દરમિયાન ધ્યાન રાખો કે તમે પાછળ વળીને ન જુવો. રસ્તામાં ક્યાંય અટકો પણ નહિં. કોઈ સાથે વાત પણ ન કરો. બસ સીધા ઘરે આવો. ઘરમાં પ્રવેશ કરતા પહેલા હાથ-મોં ધોઈ લો. હવે ફરી એકવાર ભગવાન સામે હાથ જોડીને તેમની સામે માથું નમાવો. તેમને તમારી સમસ્યા જણાવો. ટૂંક સમયમાં તમને દેવાથી છુટકારો મળશે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. સાથે જ અન્ય દુ:ખ પણ દૂર થઈ જશે.