સફેદ કપડા પહેરીને હોળી રમવાનું છે એક ખાસ મહત્વ, તમે પણ જાણો તેની સાથે જોડાયેલી કથા વિશે

ધાર્મિક

હોળી 2021 બસ આવવાની જ છે. અત્યારથી તેની ધૂમ મચાવવામાં આવી રહી છે. દરેક વ્યક્તિ આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. બજારોમાં રંગ અને ગુલાલની દુકાનો સજાવવામાં આવી ચુકી છે. આ તહેવાર માટે ગરીબથી લઈને અમિર સુધી દરેક વ્યક્તિના મનમાં ઉત્સાહ રહે છે. તેનું મોટું કારણ એ છે કે આ તહેવાર કોઈ સાથે ભેદભાવ નથી કરતો. હોળીને ગરીબોનો તહેવાર પણ કહેવામાં આવે છે.

બજારમાં વિવિધ રંગો જોવા મળી શકે છે. મીઠાઇની દુકાનમાં નવી મીઠાઇઓ પણ મળી રહી છે. કપડાંની દુકાનમાં પણ નવા કપડા આવી રહ્યા છે. આ દિવસે તમે જોયું જ હશે કે લોકો આ દિવસે હળવા રંગના અથવા સફેદ રંગના કપડાં પહેરે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં સવાલ ઉભો થાય છે કે હોળીના દિવસે સફેદ કપડાં શા માટે પહેરવામાં આવે છે.

હોળીના આ તહેવાર પર સફેદ કપડાં પહેરવામાં આવે છે. આ દિવસે પુરુષો જ્યારે સફેદ કુર્તા-પાયજામા પહેરેલા જોવા મળે છે, તો મહિલાઓ સફેદ સાડી અથવા સફેદ સલવાર સૂટ સાથે સફેદ દુપટ્ટો પહેરેલી જોવા મળે છે. હોળીના દિવસે કપડાં ખરાબ થાય છે, છતા પણ આ દિવસે સફેદ કપડાં પહેરવામાં આવે છે. જણાવી દઈએ કે સફેદ રંગ શાંતિનું પ્રતીક છે.

હોળીના દિવસે લોકો જૂની બાબતો ભૂલીને એક થઈ જાય છે અને તેના પર તો ગીત બન્યું છે, હોલિ ના દિવસે દિલ મળી જાય છે. આવી સ્થિત્માં એવું માનવામાં આવે છે કે સફેદ રંગ પહેરવાથી મિત્રમાં વધારો થાય છે. જણાવી દઈએ કે હોળીનો આ તહેવાર બે દિવસ સુધી ઉજવવામાં આવે છે. પહેલા દિવસે રાત્રે હોલીકા દહન કરવામાં આવે છે. બીજા દિવસે રંગોથી હોળી રમવામાં આવે છે.

આ સાથે જ્યારે રંગ સફેદ કપડા પર લાગે છે, ત્યારે એ ખૂબ જ સુંદર લાગે છે. તેથી જ સફેદ કપડાં પહેરીને હોળી ઉજવવામાં આવે છે. તેવી જ રીતે જો તમે પણ આ હોળી પર ટ્રેન્ડી અને સારા દેખાવા ઈચ્છો છો, તો પછી તમે સફેદ કપડાથી લાલ રંગની જોડી પણ બનાવી શકો છો. આ પ્રકારનો ડ્રેસિંગ આરામદાયક અને ટ્રેન્ડી લાગે છે. આ સિવાય મહિલાઓ સફેદ સિફન અને લાલ બોર્ડરની સાડી સાથે હોળી રમી શકે છે.

આ વખતે હોલીકા દહન 28 માર્ચે કરવામાં આવશે. આ દિવસે પંચાંગ મુજબ ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની પૂર્ણિમા તિથી આવી રહી છે. આ દિવસે સાંજે 06:37 વાગ્યાથી 08:56 વાગ્યા સુધી મધ્ય હોલિકા દહનનું મુહૂર્ત રહેશે. 29 માર્ચ સોમવારે હોળી રમવામાં આવશે.

હોળાષ્ટક હોલિકા દહનના દિવસે સમાપ્ત થશે. હોળાષ્ટક પંચાંગ મુજબ તે 22 માર્ચથી શરૂ થાય છે. હોળાષ્ટક હોળીના તહેવારના આઠ દિવસ પહેલાં શરૂ થાય છે. તેથી જ તેને હોળાષ્ટક કહેવામાં આવે છે. હોળાષ્ટક શરૂ થાય તે પહેલાં શુભ કાર્યો કરવા જોઈએ, કારણ કે 22 માર્ચ પછી એટલે કે હોળાષ્ટક પછી આ કાર્યો કરી શકતા નથી.

Leave a Reply

Your email address will not be published.