હોળી પર કરો આ અચૂક ઉપાય, છૂમંતર થઈ જશે પૈસા, નોકરી અને લગ્ન સંબંધિત દરેક સમસ્યાઓ

ધાર્મિક

હોળી ઉત્સાહ અને ઉમંગનો તહેવાર છે. આ એક એવો તહેવાર છે જેમાં રંગો દ્વારા સંસ્કૃતિના રંગોમાં રંગાઈને તમામ ભેદ દૂર થઈ જાય છે. આ રંગ તમામ દુશ્મનાવટને મિત્રતામાં ફેરવવાનું પ્રતીક છે. આ સાથે હોળીનો તહેવાર પણ આનંદ અને ખુશીનો તહેવાર છે. આ દિવસે લોકો વિધિપૂર્વક પૂજા પાઠ કરે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. દરેક કાર્યમાં સફળતા મળે છે. આ દિવસે તમે ઘણા પ્રકારના ઉપાય કરી શકો છો. આ ઉપાય આર્થિક મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરશે. આમ કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

નોકરી માટે: હોળીની રાત્રે 12 વાગ્યા પહેલા એક લીંબુ લઈને ચોક પર જાઓ અને પોતાના ઉપરથી ઉતારીને તેના ચાર ભાગ કરો અને ચારેય દિશાઓમાં ફેંકીને ચુપચાપ ઘરે ચાલ્યા જાઓ. આ વાતનું ધ્યાન રાખો કે લીંબુ ફેંક્યા પછી પાછળ વળીને ન જુવો.

સફળ ધંધા માટે: હોલિકા દહનના દિવસે સાંજે એક નારિયેળ લઈને પરિવારના દરેક સભ્ય પરથી ઉતારીને તેને હોલિકા દહનમાં અર્પણ કરો. આ ઉપાયથી ધંધામાં પ્રગતિ થશે.

આર્થિક તંગી દૂર કરવા માટે: જો કોઈ કારણસર ઘરમાં આર્થિક તંગી ચાલી રહી છે તો હોળીના દિવસે નારાયણ અને માતા લક્ષ્મીના મંદિરમાં જઈને પૂજા કરો. સહસ્ત્રનામના પાઠ કરો. ભગવાનને તમારી સમસ્યા હલ કરવા માટે પ્રાર્થના કરો. કોઈ જરૂરિયાતમંદને દાન કરો.

લગ્નમાં આવતા અવરોધ દૂર કરવા માટે ઉપાય: હોલિકા દહનના દિવસે સવારે એક સોપારીના પાન પર સોપારી, બિલિપત્ર, હળદરની ગાંઠ અને ધતુરો કોઈ પણ શિવ મંદિરમાં ચળાવીને અભિષેક અને ધૂપ-અગરબત્તી કરીને લગ્ન માટે ગૌરીશંકરને પ્રાર્થના કરો. ચળાવેલી સામગ્રીમાંથી ધતુરો એક તમારી સાથે પરત લઈ આવો અને ધ્યાનમાં રાખો કે પાછળ વળ્યા વગર ઘરે આવો અને સાંજે હોલિકાની અગ્નિમાં તે ધતૂરો સ્વાહા કરી દો.

પૈસાનું નુક્સાન રોકવાના ઉપાય: જો કોઈ કારણસર પૈસાનું નુક્સાન થઈ રહ્યું છે તો હોલિકા દહનના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર ગુલાલ છાંટો. ત્યારપછી બે મુખવાળો દીવો પ્રગટાવો. જ્યારે દીવો ઓલવાઈ જાય ત્યારે તેને હિલિકાની અગ્નિમાં અર્પણ કરો.

મુશ્કેલીઓ દૂર કરવાના ઉપાય: જો પરિવારમાં કોઈ પ્રકારની સમસ્યા ચાલી રહી છે તો તેને દૂર કરવા માટે હોળીની રાત્રે ઘરના મુખ્ય દરવાજા પર સરસવના તેલનો ચારમુખી દીવો પ્રગટાવો.

આ ઉપાય કરવાથી દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે: જો સખત મહેનત અને પ્રયત્નો કર્યા પછી પણ તમને કામનું ફળ મળી રહ્યું નથી તો હોલિકા દહનની પૂજા દરમિયાન નારિયેળ સાથે સોપારીનું પાન અને સોપારી અર્પણ કરો. તેનાથી તમને સારું પરિણામ મળશે.

લડાઈ સમાપ્ત કરવા માટે: ઘણી વખત ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે, જેના કારણે ઘરમાં સતત લડાઈ થતી રહે છે, તેથી આ સમસ્યાને દૂર કરવા માટે તમે તમારા ઘરમાં હોલિકા દહનની થોડી રાખ લાવો અને તેને તાંબા અથવા માટીના વાસણમાં ઘરના અગ્નેય ખુણામાં રાખી દો. ધીરે ધીરે લડાઈ સમાપ્ત થશે અને સંવાદિતાનું વાતાવરણ બનશે.