બિગ બોસના 14 વર્ષના ઈતિહાસમાં આ 7 મહિલા સ્પર્ધકને મળી છે સૌથી વધુ ફી, નંબર 4 ને તો મળી છે આટલી અધધ ફી

Uncategorized

બિગ બોસનો ક્રેઝ આજે દર્શકોની વચ્ચે કેટલો છે તે વિશે કદાચ જણાવવાની જરૂર નથી. અને આવી સ્થિતિમાં બિગ બોસ શોના તમામ દર્શકોના મનમાં આ સવાલ વારંવાર ઉભો થાય છે કે શોમાં જોવા મળતા સ્પર્ધકોને કેટલી ફી ચૂકવવામાં આવે છે. અને આવી સ્થિતિમાં આજની આ પોસ્ટ દ્વારા અમે તમને તે સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ ક્યા સ્પર્ધકને કેટલી ફી મળી છે.

રશ્મિ દેસાઇ (બિગ બોસ સીઝન -13): બિગ બોસની 13 મી સીઝનમાં રશ્મિ દેસાઈ જોવા મળી હતી અને તે દિવસોમાં બિગ બોસના ઘરથી રશ્મિ વિશે અવારનવાર સમાચાર આવી રહ્યા હતા. જણાવી દઈએ કે એવી વાતો સામે આવી હતી કે પીટીઆઈ અઠવાડીયામાં રશ્મિને લગભગ 15 લાખ રૂપિયા આપવામાં આવતા હતા અને તે આ શોમાં અંત સુધી હતી. જણાવી દઈએ કે રશ્મિ 13મી સીઝનની સૌથી મોંઘી સ્પર્ધક રહી હતી.

દેવોલીના ભટ્ટાચાર્ઝી (બિગ બોસ સિઝન -13): સ્ટાર પ્લસ ‘સાથ નિભાના સાથિયા’ સીરિયલમાં ગોપીનું મુખ્ય પાત્ર નિભાવનારી અભિનેત્રી દેબોલિના ભટ્ટાચાર્ઝી, બીઝ બોસની 13 મી સીઝનમાં જોવા મળી હતી અને દેબોલિનાએ શોમાં કુલ 63 એપિસોડ કર્યા હતા. અને જો એક અઠવાડિયાની વાત કરીએ તો તેના માટે લગભગ 12 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

દીપિકા કક્કર (બિગ બોસ સીઝન -12): ટીવી ઈંડસ્ટ્રીની પ્રખ્યાત અને ખૂબ જ સુંદર અભિનેત્રીઓના લિસ્ટમાં શામેલ અભિનેત્રી દીપિકા કક્કર પણ બિગ બોસની 12 મી સીઝનમાં જોવા મળી હતી. જણાવી દઈએ કે તેમને એક અઠવાડિયા માટે લગભગ 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને સાથે જ જણાવી દઈએ કે દીપિકા તે વર્ષે વિજેતા પણ રહી હતી, જેના કારણે તેને 30 લાખ રૂપિયાની વિજેતા રકમ પણ આપવામાં આવી હતી.

હિના ખાન (બિગ બોસ સીઝન -11): હિના ખાન બિગ બોસની 11 મી સિઝનમાં જોવા મળી હતી અને બિગ બોસમાં જોવા મળ્યા પછી તેણે પોતાની પ્રખ્યાત સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ પણ છોડી દીધી હતી. જણાવી દઈએ કે આ શો માટે હિના ખાનને લગભગ 25 લાખ રૂપિયા પ્રતિ અઠવાડિએ મળતા હતા. જો ફાઇનાન્સિયલ એક્સપ્રેસ સમાચારનું માનીએ તો એવું સામે આવ્યું હતું કે હિનાને શો માટે લગભગ 1.75 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

શિલ્પા શિંદે (બિગ બોસ સિઝન -11): બિગ બોસની 11 મી સિઝનના વિજેતા રહેલી શિલ્પા શિંદેને શો માટે કુલ 85 લાખ રૂપિયા મળ્યા હતા અને આ સાથે તેમને 44 લાખ રૂપિયાની વિજેતા રકમ પણ આપવામાં આવી હતી.

વીજે બાની (બિગ બોસ સીઝન 10): વીજે બાની બિગ બોસની 10 મી સીઝનમાં જોવા મળી હતી જ્યાં તેમને માત્ર શોમાં દેખાવા માટે 1.5 કરોડ આપવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે તે શોની રનરઅપ રહી હતી.

કરિશ્મા તન્ના (બિગ બોસ સીઝન 8): કરિશ્મા તન્ના આ શોની 8 મી સિઝનમાં જોવા મળી હતી જ્યાં તેને શોમાં આવવા માટે દર અઠવાડિયે 11 લાખ રૂપિયા ચૂકવવામાં આવતા હતા. જણાવી દઈએ કે કરિશ્મા તે દિવસોમાં શોમાં એક સ્પર્ધક તરીકે જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published.