આ દિવસે છે હિંદુ નવા વર્ષની પહેલી એકાદશી આ દિવસે કરી લો આ કામ ખુલી જશે તમારું નસીબ

ધાર્મિક

ચૈત્ર શુક્લ પક્ષ પર આવતી એકાદશીને કામદા એકાદશી કહેવામાં આવે છે. હિન્દુ નવા વર્ષ 2078 ની આ પ્રથમ એકાદશી છે. આ વર્ષે આ એકાદશી 23 એપ્રિલે આવી રહી છે. ધાર્મિક શાસ્ત્ર મુજબ કામદા એકાદશીનું વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળેને છે અને દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. કામદા એકાદશીના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું શુભ છે અને આ કરવાથી પાપમાંથી છુટકારો મળે છે.

કામદા એકાદશીના વ્રતનું મહત્વ: કામદા એકાદશી એ હિન્દુ નવા વર્ષની પહેલી એકાદશી છે. તેથી, તેનું મહત્વ ખૂબ વધી જાય છે. ભગવાન વસુદેવના આશીર્વાદ મેળવવા આ દિવસે વ્રત રાખવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્તો આ દિવસે કામદા એકાદશીનું વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. તેમની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે.

પૂજા કરવાની રીત: કામદા એકાદશી પર સવારે વહેલા ઉઠો અને પહેલા ઘરની સફાઈ કરો. ત્યાર પછી સ્નાન કરો. શક્ય હોય તો નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરો. સ્નાન કર્યા પછી, પૂજાઘરની સફાઈ કરો અને ચોકી સ્થાપિત કરો. આ હોઈ પર કાપડ પાથરો અને વિષ્ણુની મૂર્તિની સ્થાપના કરો. મૂર્તિની પાસે દીવો પ્રગટાવો અને ભગવાનને ફળ અને ફૂલો ચળાવો.

પૂજા કરતી વખતે એકાદશી વ્રતનો સંકલ્પ કરો. સંકલ્પ કરવા માટે તમારા હાથમાં થોડું પાણી અને ફૂલો લો. મનમાં ઉપવાસ રાખવાનો સંકલ્પ રાખો. વળી, જો કોઈ ઇચ્છા હોય, તો તે પણ તમારા મનમાં બોલો. એવું માનવામાં આવે છે કે જે ઈચ્છા મનમાં બોલવામાં આવે છે તે ઇચ્છા પૂર્ણ થાય છે. પૂજા કરતી વખતે જે ચીજનો ભોગ લગાવી રહ્યા છો, તેની અંદર તુલસી પત્ર જરૂર રાખો. એકાદશીના દિવસે ખાદ્ય ચીજોનું દાન જરૂર કરો. આ દિવસે સ્નાન કર્યા પછી પૂજા કરો અને પછી કોઈ ગરીબ વ્યક્તિને અન્ન અથવા પૈસા દાન કરો.

જરૂર કરો તુલસી પૂજા: એકાદશી પર તુલસીની પૂજા કરો. માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુને તુલસીનો છોડ ખૂબ જ પ્રિય છે. તેથી કે લોકો આ દિવસે તુલસીના છોડની પૂજા કરે છે. તેમનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. એકાદશીની સવારે અને સાંજે તુલસીની સામે દીવડાઓ પ્રગટાવવા જોઇએ. જો કે આ વાતનું ધ્યાન રાખો કે આ દિવસે તુલસીના પાન ન તોડો. એકાદશીના દિવસે તુલસીના પાન તોડવાથી પાપ ચળે છે.

એકાદશીના નિયમો: દશમ તિથિની રાત્રે સાત્વિક ભોજન કરો. દિવસભર સમય-સમય પર ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો. રાત્રે પૂજા સ્થળની નજીક જ રહો અને માત્ર જમીન પર બેસો. એકાદશીના બીજા દિવસે એટલે કે બારશ તિથિ પર વ્રતના પારણ કરવા જોઈએ. એકાદશી વ્રત પારણ મુહુર્તમાં વ્રત ખોલો. બ્રાહ્મણોને ભોજન અને દાન દક્ષિણા આપ્યા પછી જ ખોરાક ગ્રહણ કરો.