ઘરની પ્રગતિમાં અવરોધ લાવે છે આ 4 છોડ, તેને ઘરમાં લગાવવાની ન કરો ભૂલ

ધાર્મિક

હિંદુ ધર્મમાં વૃક્ષો અને છોડને પણ પૂજનીય માનવામાં આવે છે. તેને લઈને ઘણી માન્યતાઓ પણ છે. એવું કહેવામાં આવે છે કે આ છોડ આપણા જીવન પર સકારાત્મક અને નકારાત્મક અસર કરે છે. ઝાડ અને છોડને વાસ્તુ સાથે જોડીને પણ જોવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ આપણે આપણા ઘરની આજુબાજુ કેટલાક વિશેષ છોડ લગાવવાથી બચવું જોઈએ. જો આ છોડ ઘરના આંગણામાં લગાવવામાં આવે તો મા લક્ષ્મી ગુસ્સે થાય છે. તેનાથી આર્થિક સંકટ આવે છે. આ સાથે, પરિવારમાં વાદ-વિવાદની સંભાવના પણ વધી જાય છે. તો ચાલો આપણે જાણીએ કે ઘરની આજુબાજુ કયા છોડ ન લગાવવા જોઈએ.

બાવળનું ઝાડ: જોકે બાવળના ઝાડમાં ઘણા આયુર્વેદિક ગુણધર્મો છે, પરંતુ વાસ્તુ મુજબ તેને ઘરની આસપાસ લગાવવાથી બચવું જોઈએ. ખરેખર બાવળમાં કાંટા હોય છે, જે વાસ્તુના દૃષ્ટિકોણથી ઘરમાં મુશ્કેલીનું કારણ બની શકે છે. તેનાથી ઘરની પ્રગતિ પણ અટકી શકે છે. તેથી બાવળ અથવા કોઈ પણ કાંટાવાળા છોડ ઘરની આસપાસ ન લગાવવા જોઈએ. તેનાથી તમને જ નુક્સાન થાય છે. જો કે ગુલાબનો છોડ તેનાથી વિરુદ્ધ છે. તેનું કારણ એ છે કે ગુલાબ માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે. તેથી તમે તેને ઘરના આંગણામાં લગાવી શકો છો.

બોરનું ઝાડ: બોરના ઝાડને ઘણા લોકો વિઘ્નકારી ઝાડ પણ કહે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં પણ બોરનું ઝાડ હોય છે ત્યાં નકારાત્મક શક્તિઓ વાસ કરે છે. તેની તમારા ઘર પર ખરાબ અસર પડે છે. તમે જે પણ કામ કરો છો તેમાં અવરોધ આવવા લાગે છે. તેથી ઘર અથવા ઘરની આસપાસ બોરનું ઝાડ ન લાગવવું જોઈએ. જો તે તમારા ઘરની નજીક છે તો તેને કાપી નાખવું જોઈએ.

ખજૂરનું ઝાડ: ખજૂરનું ઝાડ દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે. તે જે ઘરની આગળ હોય છે તેની સુંદરતામાં વધારો થાય છે. પરંતુ વાસ્તુ મુજબ તમારે તેને ઘરની આસપાસ ન રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ખજૂરના ઝાડ જે ઘર પાસે હોય છે ત્યાં પૈસા પાણીની જેમ વહે છે. ત્યાં આર્થિક સ્થિતિ નબળી રહે છે.

બોનસાઈ છોડ: બોનસાઈ એક જાપાની શબ્દ છે. તેનો હિન્દીમાં અર્થ છે વામન છોડ. આ છોડની લંબાઈ ખૂબ ઓછી હોય છે. તેથી જ લોકો તેને ઘરમાં સુશોભન તરીકે લગાવવું પસંદ કરે છે. પરંતુ વાસ્તુ મુજબ તમારે આ ન કરવું જોઈએ. આ છોડ લગાવવાથી સફળતામાં અવરોધ આવે છે. તેનું કારણ એ છે કે આ છોડ વધતા પહેલા તેને કાપી નાખવામાં આવે છે. તેનાથી તે નાના થઈ જાય છે. આ કારણે તેમાંથી નેગેટીવ એનર્જી વધુ નિકળે છે.

આ દિશામાં ન લગાવો છોડ: જ્યારે પણ તમે ઘરમાં છોડ લગાવો ત્યારે દિશાનું પણ ધ્યાન રાખો. ઘરના મુખ્ય દ્વારની સામે કોઈ વૃક્ષ અથવા છોડ ન લગાવવો જોઇએ. ઘરના બ્રહ્માસ્થાનમાં પણ ઝાડ ન લગાવો. આ સ્થાન સ્વચ્છ હોવું જોઈએ. ઘરની દિવાલ પાસે છોડ ન લગાવો. તેનાથી ઘરનો પાયો નબળી પડે છે.