મ્યુઝિક વીડિયોથી ધમાલ મચાવવાની તૈયારીમાં છે હિના ખાન, આટલી વાર કપડા બદલાવીને કર્યા બધાને ઇમ્પ્રેસ

Uncategorized

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રીઓ માંથી એક હિના ખાન આ દિવસોમાં સોશ્યલ મીડિયાની હેડલાઇન્સમાં છે. ખરેખર, હિના ખાનનું નવું ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે, જેના પ્રોમોઝે હલચલ મચાવી દીધી છે. જી હા, હિના ખાન તેના નવા ગીત ‘હમકો તુમ મિલ ગયે’માં ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેની આ સુંદરતા જોઈને ચાહકો આ ગીતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો ચાલો જાણીએ અભિનેત્રીના આ નવા ગીતમાં શું છે ખાસ?

ટેલિવિઝન અભિનેત્રી હિના ખાનના મ્યુઝિક વીડિયોની રાહ તેના ચાહકો તો જોઈ રહ્યા છે, પરંતુ તેમાં એક રસપ્રદ વાત છે, જેના કારણે ચાહકો આ ગીતાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.  આ ખાસ વાત તમને કોઈ અન્ય મ્યુઝિક વિડિયોમાં જોવા મળશે નહીં. આટલું જ નહીં, હિના ખાન આ મ્યુઝિક વીડિયોમાં ખૂબ જ આકર્ષક લાગી રહી છે, જેને જોઈને જ તેના ચાહકોના દિલ ખૂબ જ ઝડપથી ધડકવા લાગ્યા છે. જણાવી દઈએ કે હિના ખાનનો આ મ્યુઝિક વીડિયો 15 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થવા જઈ રહ્યો છે, પરંતુ તે પહેલા જ આ ગીતની કેટલીક વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેને તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

મ્યુઝિક વીડિયોમાં હિના ખાને 10 થી 12 વાર આઉટફિટ બદલ્યા

સ્ટાર પ્લસની લોકપ્રિય સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં મુખ્ય ભૂમિકા નિભાવીને ઘર ઘરમાં પ્રખ્યાત બનેલી હિના ખાન આજે ઈન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રી બની ગઈ છે. ઠીક છે, અહીં  અમે તેની કારકિર્દી ની નહીં, પણ તેના નવા મ્યુઝિક વીડિયો વિશે વાત કરી રહ્યા છીએ, જેના પર તેના ચાહકોની નજર અટકેલી છે. ખરેખર, આ મ્યુઝિક વીડિયોમાં હિના ખાને 10 થી 12 વાર આઉટફિટ બદલ્યા છે. જણાવી દઇએ કે સામાન્ય રીતે મ્યુઝિક વીડિયોમાં 3 થી 4 આઉટફિટ જોવા મળે છે, પરંતુ આમાં તેઓએ 10 થી 12 વખત આઉટફિટ બદલ્યા છે. સ્પષ્ટ છે કે આ મ્યુઝિક વીડિયોમાં હિના ખાનનો દરેક અવતાર જોવા મળશે, જેમાં જરૂર તમે ફરી એકવાર તમારું દિલ ગુમાવશો.

અભિનેત્રી હિના ખાને આ વીડિયોમાં જેટલી વખત પોતાનો ડ્રેસ બદાલ્યો છે, એટલી વાર તેનો મેકઅપ પણ કરવો પડ્યો. આ વિશે હિના ખાને જ કહ્યું છે કે ગેટઅપ ચેન્જની સાથે દરેક આઉટફિટ પ્રમાણે મેકઅપ, હેરસ્ટાઇલ પણ બદલવી પડતી હતી, જેમાં મને ખૂબ મઝા આવી અને તે મારા માટે એક નવો અનુભવ હતો. જણાવી દઈએ કે હિના ખાન હંમેશાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેના ફોટા અને વીડિયોથી ચાહકોના દિલ ધડકાવતી રહે છે, આ જ કારણે છે કે ચાહકો તેમના વીડિયો અને તસવીરની રાહ જોતા હોય છે.

જી 5ની સિરીઝ અનલોકમાં હિના ખાન જોવા મળી છે

હિના ખાનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે તાજેતરમાં જ તે જી 5ની સિરીઝ અનલોકમાં જોવા મળી હતી, જેમાં તેની સાથે કુશલ ટંડન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. જણાવી દઇએ કે આ સિરીઝ 27 જૂને સ્ક્રીન પર રીલીઝ થઈ હતી, જેમાં તેને તેના ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.