મિનિ સ્કર્ટ અને ઓવર સાઈઝ ઝેકેટમાં જોવા મળી હિના ખાન, ડ્રેસની કિંમત પર તમને નહિં આવે વિશ્વાસ

મનોરંજન

ટીવીના નાના પડદાથી લઈને મોટા પડદા સુધી પોતાની અલગ ઓળખ બનાવનાર, અભિનેત્રી હિના ખાન હંમેશાં તેના લુકથી બધાને ઈંપ્રેસ કરે છે. હિનાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

આ અભિનેત્રી સાડી હોય કે મીની ડ્રેસ, દરેક પ્રકારના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે. હિના ખાનની આ તસવીરોથી તમને સમર વાઈવ મળશે. આ તસવીરોમાં હિના ખાન બ્લુ અને વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે.

હિના તેમાં નેકલાઈન બ્રાલેટની સાથે મિનિ સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે. સાથે જ ઓવરસાઈઝ ઝેકેટ સાથે તેમણે પોતાનો લુક કંપ્લીટ કર્યો છે.

હિના ખાનનો આ ડ્રેસ જો તમે પણ પહેરવા ઈચ્છો છો તો તેને 12 હજારમાં ખરીદી શકો છો. આ ડ્રેસ નોવા કો-ઓર્ડનો છે.

પોઝ આપવામાં હિનાનો કોઈ જવાબ નથી. તેમણે પોતાની સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી લીધું છે. હિનાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.