હિના ખાને પોતાના બોયફ્રેંડ રોકી જયસવાલ સાથે કરી લીધું બ્રેકઅપ, આ અભિનેત્રી આવી હતી તેમની વચ્ચે

મનોરંજન

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’થી પ્રખ્યાત થયેલી અભિનેત્રી હિના ખાન ખૂબ ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ પ્રખ્યાત છે. હિના પોતાના ચાહકો વચ્ચે શ્રેષ્ઠ લુક અને સ્ટાઈલ માટે જાણીતી છે. અભિનેત્રીએ ટીવી સીરિયલ ઉપરાંત ઘણી બોલીવુડ ફિલ્મો અને મ્યૂઝિક આલ્બમમાં પણ કામ કર્યું છે. તાજેતરમાં જ તેમનું એક મ્યુઝિક આલ્બમ ‘મેં ભી બરબાદ’ રિલીઝ થયું હતું. તેમાં તે નેહા ધૂપિયાના પતિ અંગદ બેદી સાથે જોવા મળી હતી. અભિનેત્રી હિના ખાન લાંબા સમયથી રોકી જયસ્વાલ સાથે રિલેશનશિપમાં છે.

આ બંને એકબીજાના મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરતા જોવા મળ્યા છે. પરંતુ તાજેતરમાં તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી દરેક અંદાજ લગાવી રહ્યા છે કે હિના ખાનનું બ્રેકઅપ થઈ ગયું છે. તેની પોસ્ટ પર સોશિયલ મીડિયા યૂઝર્સ પૂછવા લાગ્યા છે શું તેમનું બ્રેકઅપ થઈ ગયું છે? અભિનેત્રીએ આ પોસ્ટ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરી છે. આટલું જ નહીં તેના બ્રેકઅપના સમાચારોને કારણે તે ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગી છે.

અભિનેત્રીના એક ચાહકે તેને ટ્વિટ કરીને પૂછ્યું કે શું તેનું રોકી સાથે બ્રેકઅપ થયું છે? સાથે જ એક ચાહકે લખ્યું, ‘ઓએમજી, હું ડરેલી છું હિના ખાન માટે, કારણ કે તે સતત ટ્રેન્ડ કરી રહી છે અને ઘણા ટ્વીટ તેના બ્રેકઅપને લઈને આવી રહ્યા છે. આ શું થઈ રહ્યું છે?’ સાથે જ અભિનેત્રીના અન્ય એક ચાહકે લખ્યું, ‘હિના તમે ઉદાસ ન થાઓ. અમે તમને આ રીતે જોઈ શકતા નથી. અમે તમને માત્ર ખુશ અને હસતા જોવા ઈચ્છીએ છીએ, શું તમે બિલકુલ ઠીક છો?’

વાત કરીએ તેના રિલેશનશિપની તો હિના ખાન બોયફ્રેન્ડ રોકીને લાંબા સમયથી ડેટ કરી રહી છે. આ બંનેની પહેલી મુલાકાત શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ દરમિયાન થઈ હતી. રોકી ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ શો સાથે સુપરવાઈઝિંગ પ્રોડ્યૂસર તરીકે જોડાયેલા હતા. હિના ખાન ઈન્ડસ્ટ્રીમાં 12 વર્ષ પૂર્ણ કરી ચુકી છે. ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ પછી તે ઘણી મોટી સિરિયલોમાં જોવા મળી હતી.

સાથે જ હિના ખાન સિદ્ધાર્થ શુક્લા અને ગૌહર ખાન સાથે બિગ બોસ 14 માં તોફાની સીનિયર બનીને પણ જોવા મળી ચુકી છે. થોડા દિવસો પહેલા તેનું ગીત ‘બારીશ બના જાના’ રિલીઝ થયું છે. હવે ત્યાર પછી તેનું અન્ય એક ગીત ‘મેં ભી બરબાદ’ રિલીઝ થયું છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

જ્યારે હિના ‘બિગ બોસ’માં હતી તે સમયે પણ રોકી તેને સપોર્ટ કરવા માટે ઘરમાં આવ્યા હતા. હિના એક ઇન્ટરવ્યુ દરમિયાન એ પણ જણાવી ચુકી છે કે રોકીને તેના માતા -પિતા પણ પસંદ કરે છે. બંને એકબીજાના પરિવારને મળી ચુક્યા છે. હિના ખાન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને ચાહકો માટે કંઈકને કંઈક શેર કરતી રહે છે. તે ઘણીવાર યોગની અને હોટ ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રી પાસે આ દિવસોમાં ઘણા પ્રોજેક્ટ્સની લાઈન છે. તે ઘણા અન્ય ગીતમાં પણ જોવા મળવાની છે.