વર્ષો પહેલા કંઈક આવા દેખાતા હતા હિમેશ અને અલકા યાગ્નિક, જુવો તેની ઈન્ટરનેટ પર વાયરલ થયેલી જૂની તસવીર

બોલિવુડ

બોલિવૂડ સ્ટાર્સ અવારવાર તેમનિ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયાના આ જમાનામાં બોલિવૂડ સ્ટાર્સની જૂની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઘણીવાર જોવા મળતી રહે છે. થ્રોબેક તસવીરોમાં તેનો લુક અને આજની તસવીરોમાં તેનો લુક ઘણો બદલાયો જોવા મળે છે. હલામાં સોશિયલ મીડિયા પર બોલીવુડના બે મોટા સિંગર યાગ્નિક અને હિમેશ રેશમિયાની જૂની તસવીર ધૂમ મચાવી રહી છે.

ખરેખર સોશિયલ મીડિયા પર સિંગર હિમેશ રેશમિયા અને હિંદી સિનેમાની સૌથી પ્રખ્યાત સિંગરમાંથી એક અલકા યાગ્નિકની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીર લગભગ 15 વર્ષ પહેલાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોઈ શકાય છે કે જ્યાં અલકા યાગ્નિક નારંગી રંગના સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે તો હિમેશ રેશમિયા સફેદ ચેક્સ શર્ટ અને પેંટમાં જોવા મળી રહ્યા છે.

તસવીરમાં ચાહકો હિમેશ રેશમિયાનો લુક જોઇને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. તસવીરમાં બંનેનો લુક ખૂબ જ બદલાયેલો જોવા મળી રહ્યો છે, પરંતુ હિમેશને જોઇને ચાહકો ખૂબ કમેંટ્સ કરી રહ્યા છે. હિમેશના લુકમાં આટલા વર્ષમાં ગજબનું પરિવર્તન આવ્યું છે. હિમેશના લુકને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા પર યુઝર્સ અનેક પ્રકારની કમેંટ્સ કરી રહ્યા છે.

અલકા યાગ્નિક જ્યાં તેની સુંદરતાથી ચાહકોનું દિલ જીતી રહી છે, ત્યારે હિમેશ પણ ખૂબ કમેંટ્સ મેળવી રહ્યા છે. એક યુઝરે તસવીર પર કમેંટ કરતા લખ્યું કે, અમેઝિંગ તો અન્ય એક યુઝરે લખ્યું, ખૂબ જ સુંદર. જ્યારે એક યુઝરે કમેન્ટમાં લખ્યું છે કે હવે હિમેશ વધુ યુવાન લાગે છે. એવું લાગે છે કે સમયની સાથે તેની ઉંમર પણ પાછળ જઈ રહી છે. જ્યારે ઘણા યૂઝર્સ હિમેશની સરખામણી ટીવી ની પ્રખ્યાત સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના ભિડે સાથે કરી રહ્યા છે તો કેટલાક યુઝર્સ તેની સરખામણી દિવંગત અભિનેતા ફારુખ શેખ સાથે પણ કરી રહ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે પહેલા હિમેશ રેશમિયા ખૂબ જ અનફિટ હતા. તો હવે તે ખૂબ જ ફિટ છે અને સાથે સાથે હેન્ડસમ પણ છે. તેમના આ ગજબના પરિવર્તનને જોઈને તેના ચાહકો તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ પહેલા હિમેશ તાજેતરમાં જ તેના નવા આલ્બમ ના ટાઈટલ સુરૂર 2021 ને લઈને ચર્ચામાં રહ્યા હતા. વર્ષ 2006 માં તેમનું પહેલું ગીત રિલીઝ થયું હતું. જેણે સફળતાનો ધ્વજ લહેરાવ્યો હતો.

જણાવી દઈએ કે હિમેશ રેશમિયા અને અલ્કા યાજ્ઞિક બંને હિંદી સિનેમાના મોટા સિંગરમાં શામેલ છે. હિમેશ રેશમિયાએ તેના ગીતોથી ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું છે. તે સિંગરની સાથે સાથે સંગીતકાર પણ છે. હિમેશે ‘ઝલક દિખલા જા’, ‘નામ હૈ તેરા’, ‘આશિક બનાયા આપને’, ‘મુઝકો યાદ સતાયે તેરી’, ‘હૂકા બાર’ જેવા ઘણાં હિટ ગીત આપ્યા છે.

જો અલકા યાજ્ઞિકની વાત કરીએ તો તેણે લગભગ 700 ફિલ્મોમાં ગીતો ગાયા છે. 90 ના દાયકામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફીમેલ સિંગર્સમાં તેમનું એક તરફી રાજ હતું. તેણે ‘ઘુંઘટ કી આડ સે’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘દિલ ને યે કહા હૈ દિલ સે’, ‘મેરી મહેબૂબા’ જેવા અસંખ્ય સુપરહિટ ગીત ગાયા છે.