કોલેસ્ટ્રોલ વધે ત્યારે શરીર આપે છે આ સંકેત, સમયસર તેને ઓળખો નહીં તો તમારે ગુમાવવો પડી શકે છે જીવ

હેલ્થ

આજની આળસ ભરેલી લાઈફસ્ટાઈલ, બિનઆરોગ્યપ્રદ ખોરાક અને ધુમ્રપાન-ડ્રિંક જેવી આદતોને કારણે યુવાનોમાં પણ કોલેસ્ટ્રોલની સમસ્યા જોવા મળી રહી છે. શરીરમાં જો કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય, તો હૃદય સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. શરીરમાં જોવા મળતું કોલેસ્ટ્રોલ એ મીણ જેવો પદાર્થ હોય છે. તે યકૃતમાંથી બને છે. કોલેસ્ટ્રોલ પણ બે પ્રકારના હોય છે. સારું કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ. તેમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ આપણી ધમનીઓમાં જામીને ઘણી બીમારીઓ ઉત્પન્ન કરે છે.

જો કોલેસ્ટ્રોલ લેવલ વધતા પહેલા યોગ્ય સારવાર કરવામાં આવે તો તેના નુકસાનથી બચી શકાય છે. જ્યારે શરીરનું કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે આપણું શરીર ઘણા સંકેત આપે છે. આ સંકેતને ઓળખીને તમે તમારું કોલેસ્ટ્રોલ ટેસ્ટ કરાવી શકો છો. પછી તમે ડૉક્ટર પાસેથી સારવાર લઈને તેને નિયંત્રણમાં રાખી શકો છો.

1. પગની સુન્નતા: ક્યારેક તમે જોયું હશે કે આપણા પગ અચાનક સુન્ન થઈ જાય છે. આ ઉચ્ચ કોલેસ્ટ્રોલને કારણે થાય છે. ખરેખર, કોલેસ્ટ્રોલ વધવાને કારણે નસોમાં બ્લોકેઝ થાય છે. તેનાથી લોહીની સપ્લાઈ ઓછી થઈ જાય છે અથવા સંપૂર્ણ રીતે અટકી જાય છે.

2. હાર્ટ એટેક: હાઈ કોલેસ્ટ્રોલ લેવલને કારણે ધમનીઓમાં બ્લોકેજ થાય છે. આ સ્થિતિ હાર્ટ એટેક લાવે છે. તેથી, તમારા કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રણમાં રાખવું દિલના સ્વાસ્થ્ય માટે સારું હોય છે.

3. હાઈ બ્લડ પ્રેશર: કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી શરીરનું હાઈ બ્લડ પ્રેશર પણ વધે છે. એટલા માટે તમે બીપી મશીન દ્વારા દર મહિને અથવા 15 દિવસે બ્લડ પ્રેશર માપતા રહ્યા. તેનાથી તમને કોલેસ્ટ્રોલના સંકેત મળશે.

4. નખના રંગમાં ફેરફારઃ તમારા નખનો રંગ બદલવો પણ હાઈ કોલેસ્ટ્રોલના એક સંકેત હોય છે. ખરેખર, લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાને કારણે ધમનીઓ બ્લોક થવા લાગે છે. તેમાં લોહીની સપ્લાઈ ઓછી થવાથી તમારા ગુલાબી નખ પીળા દેખાવા લાગે છે.

5. બેચેની: શ્વાસ લેવામાં તકલીફ, ઉબકા, થાક, છાતીમાં દુખાવો વધવો, બેચેની થવી પણ હાઈ કોલેસ્ટ્રોલના સંકેત છે. જો તમને આ લક્ષણો દેખાય, તો તમારે તરત જ તમારા કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી જોઈએ.

આ રીતે કોલેસ્ટ્રોલને વધતા અટકાવો: કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવા માટે તમે ઘણી પદ્ધતિઓ અપનાવી શકો છો. સૌથી પહેલા તમે તમારા આહારમાં સૈચુરેટેડ ફેટની જગ્યાએ અનસૈચુરેટેડ ફેટ લો. જેમ કે ઓલિવ ઓઈલ, સૂર્યમુખી તેલ, બદામ અને બીજ તેલ જેવી ચીજોમાં આરોગ્યપ્રદ ચરબી જોવા મળે છે.સાથે જ માછલીનું તેલ પણ અનસૈચુરેટેડ ફેટની કેટેગરીમાં આવે છે. આ ઉપરાંત તમે દરરોજ વ્યાયામ કરીને પણ તમારા કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડી શકો છો.