કાજોલથી લઈને ગોવિંદા સુધી આ 7 સ્ટાર્સ છુપાવે છે તેમની સરનેમ, જાણો શું છે તેમની સાચી સરનેમ

બોલિવુડ

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે ફિલ્મોમાં સફળતા મેળવવા માટે તેમના અસલી નામ પણ બદલી નાખ્યા છે. તમે ઘણી વાર એવું પણ જોયું હશે કે ઘણા સ્ટાર્સ તેમના નામ સાથે સરનેમનો ઉપયોગ કરતા નથી. આ સ્ટાર્સમાં બોલિવૂડના જાણીતા સેલેબ્સ જ નહીં પરંતુ સાઉથના પણ ઘણા નામ શામેલ છે. ચાલો અમે તમને તે સ્ટાર્સના અસલી નામ જણાવીએ.

અભિનેત્રી તબ્બુનું પૂરું નામ તબ્બસુમ હાશ્મી છે. આ અભિનેત્રી ઘણા દાયકાઓથી આપણું મનોરંજન કરી રહી છે. તેણે આજ સુધી લગ્ન કર્યા નથી, તેને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. ફિલ્મી દુનિયામાં લોકપ્રિયતા માટે તેણે પોતાનું નામ નાનું કરીને તબ્બુ કર્યું.

બોલિવૂડમાં ખિલાડીના નામથી પ્રખ્યાત અભિનેતા અક્ષય કુમારનું સાચું નામ રાજીવ ભાટિયા છે. અક્ષયે સિલ્વર સ્ક્રીન પર માચોમેન ઇમેજ બનાવવા માટ પોતાનું નામ બદલી નાખ્યું હતું. આજે દુનિયા તેને આ નામથી જાણે છે.

અભિનેત્રી રેખાનું અસલી નામ ભાનુરેખા ગણેશન છે. પરંતુ તે હંમેશાં તેના ટૂંકા નામ એટલે કે રેખા દ્વારા ઓળખાય છે. રેખાએ માત્ર પોતાનું નામ નાનું કર્યું નથી, પરંતુ તે સરનેમનો પણ ઉપયોગ કરતી નથી. તેનું નામ ખૂબ મોટું હતું તેથી તેણે માત્ર નાના નામનો જ ઉપયોગ કર્યો.

બોલીવુડમાં પોતાની કોમેડી અને ડાંસ માટે જાણીતા અભિનેતા ગોવિંદાનું પુરૂ નામ પણ દરેક જાણતા નથી. ગોવિંદાનું પૂરું નામ અરુણ આહુજા છે. પરંતુ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા માટે, તેણે પોતાનું નામ ગોવિંદા કરી લીધું હતું.

દક્ષિણ ભારતીય અભિનેત્રી અસિન પણ તેની સરનેમનો ઉપયોગ કરતી નથી. તેનું કહેવું છે કે તેની સરનેમ બોલવામાં થોડી મુશ્કેલ છે. તેથી તે પોતાનું સ્ક્રીન નેમ અસિનનો જ ઉપયોગ કરે છે.

બોલિવૂડના ઉભરતા સ્ટાર રણવીર સિંહ પણ પોતાની સરનેમનો ઉપયોગ કરતા નથી. તેનું પૂરું નામ રણવીરસિંહ ભવનાની છે. તેમણે પોતાના નામને નાનું અને આકર્ષક બનાવવા માટે સરનેમ હટાવી લીધી છે.

બાહુબલીની સ્ટાર અભિનેત્રી તમન્નાની સરનેમ ભાટિયા છે. આ અભિનેત્રીએ ન્યૂમેરોલોઝીના કારણે પોતાનું નામ નાનું કરીને સરનેમ હટાવી લીધી છે. દિવંગત અભિનેત્રી શ્રીદેવી પણ તેની સરનેમનો ઉપયોગ કરતી ન હતી. તેનું નામ ખૂબ મોટું અને મુશ્કેલ પણ હતું. આને કારણે તેણે તેનું નામ બદલ્યું.

જૂના જમાનાના મોટા અભિનેતા જીતેન્દ્રનું સાચું નામ રવિ કપૂર છે. જીતેન્દ્રએ માત્ર તેમની સરનેમ જ હટાવી નથી, પરંતુ પૂરૂ નામ પણ બદલી લીધું. એવું માનવામાં આવે છે કે તેણે જ્યોતિષશાસ્ત્ર અથવા ન્યૂમેરોલોઝી પર વિશ્વાસ કરવાને કારણે આ કર્યું હશે.

અભિનેત્રી કાજોલ પણ તેના પૂરા નામનો ઉપયોગ કરતી નથી. લગ્ન પછી તે કાજોલ દેવગન બની ગઈ. પરંતુ લગ્ન પહેલા તેનું નામ કાજોલ મુખર્જી હતું. એવું કહેવામાં આવે છે કે તેના માતાપિતા છૂટા પડવાના કારણે તેણે તેનું નામ બદલીને કાજોલ રાખ્યું છે.

હેન્ડસમ અભિનેતા ધર્મેન્દ્ર પણ તેના અસલી નામથી ઓળખાતા નથી. તેમનું પૂરું નામ ક્યારેય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લેવામાં આવ્યું નથી. ધર્મેન્દ્રનું પૂરું નામ ધરમસિંહ દેઓલ છે. તેણે પણ પોતાના મોટા નામને નાનું કરીને ધર્મેંદ્ર કર્યું હતું.