ક્રિકેટમાં હીરો, પરંતુ અભ્યાસમાં ઝીરો, જાણો વિરાટ-સચિન-રોહિત સહિત આ 7 ક્રિકેટર કેટલું ભણેલા છે

રમત-જગત

જોકે ભારતની રાષ્ટ્રીય રમત હોકીને કહેવામાં આવે છે, જોકે ભારતનો જીવ વસે છે ક્રિકેટમાં. ક્રિકેટને ભારતમાં ધર્મ તરીકે માનવામાં આવે છે. સમયાંતરે ક્રિકેટની લોકપ્રિયતા ભારતમાં વધતી જ ગઈ છે અને દેશના ખૂણા-ખૂણામાં ક્રિકેટને ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને ક્રિકેટને ખૂબ જોવામાં આવે છે.

કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી જેવા ઘણા શ્રેષ્ઠ ખેલાડીઓએ ક્રિકેટ પ્રત્યે ભારતમાં લોકોનું વલણ બદલ્યું છે અને આજે ક્રિકેટની બાબતમાં ભારત ખૂબ આગળ છે. ઘણા ક્રિકેટરોની ફેન ફોલોઇંગ પણ ખૂબ મોટી છે. ઘણીવાર ક્રિકેટરો પોતાની રમતની સાથે જ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલાક ભારતીય ક્રિકેટરોના અભ્યાસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ઘણા પ્રખ્યાત ભારતીય ક્રિકેટરો અભ્યાસની બાબતમાં ખૂબ એવરેઝ રહ્યા છે. ચાલો આવા ઈંડિયન ક્રિકેટર્સ વિશે જાણીએ.

મહેન્દ્ર સિંહ ધોની: પોતાની કેપ્ટનશીપમાં મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ટીમને નવી ઉંચાઈઓ પર લઈ ગયા છે. તેમણે ભારતને બંને વર્લ્ડ કપ વર્ષ 2007 માં ટી 20 વર્લ્ડ કપ અને વર્ષ 2011 માં વનડે વર્લ્ડ કપમાં જીત અપાવી છે. સાથે વર્ષ 2013 ની ચેમ્પિયન્સ ટ્રોફી પર પણ ભારતે કબજો તેમની કેપ્ટનશીપ હેઠળ કર્યો છે. જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. ધોનીના અભ્યાસની વાત કરીએ તો તે ગ્રેજ્યૂએટ છે. મળતી માહિતી મુજબ તેણે બી. કોમ કર્યું છે.

વિરાટ કોહલી: હવે વાત કરીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની. તે ભારતીય ક્રિકેટનું એક એવું નામ છે જેને આખી દુનિયા ઓળખે છે. આજના સમયનો કોઈ પણ બેટ્સમેન કોહલીની આસપાસ પણ જોવા મળતો નથી. કોહલી ક્રિકેટના મેદાનની બહાર પણ ઘણીવાર ચર્ચામાં રહે છે. દુનિયાભરમાં પોતાનું નામ બનાવનાર વિરાટ કોહલીએ કોલેજનો ચહેરો પણ નથી જોયો. જણાવવામાં આવે છે કે વિરાટે માત્ર 12 માં ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે.

રોહિત શર્મા: રોહિત શર્મા ભારતીય ટીમના સફળ અને ઝડપી બેટ્સમેન છે. વનડે ક્રિકેટમાં ઐતિહાસિક ત્રણ-ત્રણ બેવડી સદી ફટકારનાર રોહિત શર્મા ભારત માટે ઓપનિંગ કરે છે. પોતાની લાંબી કારકિર્દીમાં રોહિત અત્યાર સુધી ભારત માટે ઘણી મેચ વિનિંગ પરીઓ રમી ચુક્યા છે. કહેવાય છે કે રોહિત શર્માએ પણ ઇન્ટર સુધી અભ્યાસ કર્યો છે.

સચિન તેંડુલકર: જ્યારે પણ ક્રિકેટની વાત આવે છે ત્યારે સચિન તેંડુલકરનું નામ પણ લેવામાં આવે છે. સચિન તેંડુલકર દુનિયાભરમાં પ્રખ્યાત છે. તેમણે ક્રિકેટની તસવીર જ બદલીને રાખી દીધી હતી. તેથી જ તેને ‘ક્રિકેટના ભગવાન’ કહેવામાં આવે છે. ક્રિકેટના ઘણા રેકોર્ડ પોતાના નામે કરનાર ભારતના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન સચિને માત્ર 16 વર્ષની ઉંમરમાં આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મુક્યો હતો. જણાવી દઈએ કે તે 12 માં ધોરણ સુધી જ ભણેલા છે.

અનિલ કુંબલે: અનિલ કુંબલે ભારતના એક શ્રેષ્ઠ બોલર રહ્યા છે. તેણે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લીધી છે. 132 મેચમાં અનિલે ભારત માટે સૌથી વધુ 619 વિકેટ લીધી છે. તેમની પાસે મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી છે.

યુવરાજ સિંહ: યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટ ટીમના ધાકડ ઓલરાઉન્ડર રહ્યા છે. ભારત માટે ઘણી વખત સુંદર પ્રદર્શન કરનાર યુવીએ માત્ર ઇન્ટર સુધી જ અભ્યાસ કર્યો છે.

શિખર ધવન: છેલ્લે વાત કરીએ શિખર ધવન વિશે. તે ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર છે. શિખર ધવને માત્ર 12 માં ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે.