આવી ગયું બિગ બોસ 14નું ફાઇનલ લિસ્ટ, જાણો કયા એક્ટર બિગ બોસના ઘરમાં લોક થવા જઈ રહ્યા છે

Uncategorized

સલમાન ખાનના વિવાદિત રિયાલિટી શો બિગ બોસની 14 મી સીઝન શરૂ થવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ શો ઓક્ટોબરમાં શરૂ થશે. બિગ બોસના સ્પર્ધકો વિશે છેલ્લા ઘણા દિવસોથી અટકળો લગાવવામાં રહ્યા હતા, આવી સ્થિતિમાં  ઘણા સેલેબ્સના નામ પણ સામે આવ્યાં હતા. જો કે હવે સમાચાર આવી રહ્યા છે કે શોના સ્પર્ધકોનું ફાઈનલ લિસ્ટ આવી ગયું છે. ચાલો જાણીએ, આ વખતે બિગ બોસના ઘરમાં કોણ લોક થવા જઈ રહ્યું છે.

રાહુલ વૈદ્ય:પોતાના હેન્ડસમ લુકથી છોકરીઓને પોતાની દીવાની બનાવનાર સિંગર રાહુલ વૈદ્ય, બિગ બોસના ઘરમાં લોક થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

એજાઝ ખાન:પ્રખ્યાત ફિલ્મ તનુ વેડ્સ મનુમાં પપ્પી જીની ભૂમિકા નિભાવનાર એજાઝ ખાનને કોઈ કેવી રીતે ભૂલી શકે. જણાવી દઈએ કે તેનું નામ પણ બિગ બોસ માટે ફાઇનલ થઈ ગયું છે. માનવામાં આવે છે કે એજાઝ ખાન આ વખતે બિગ બોસમાં જોવા મળશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એજાઝ ખાનને કારણે આ વખતે બિગ બોસ એકદમ મજેદાર બનશે.

કરણ પટેલ:પ્રખ્યાત ટીવી એક્ટર કરણ પટેલનું નામ બિગ બોસના ફાઇનલ લિસ્ટમાં આવી ચુક્યુ છે. જણાવી દઈએ કે કરણ પટેલ ઘણી લોકપ્રિય ટીવી સિરિયલોમાં જોવા મળ્યા છે. અત્યારે કરણ પટેલ કસૌટી જિંદગી કી 2 માં મિસ્ટર બજાજની ભૂમિકા નિભાવી રહ્યા છે. જોકે, થોડા દિવસ પછી કરણ પટેલ બિગ બોસના ઘરમાં જોવા મળશે. જણાવી દઈએ કે શોના નિર્માતાઓએ ગયા વર્ષે પણ શોમાં ભાગ લેવા માટે તેમનો સંપર્ક કર્યો હતો, પરંતુ કરણે ગયા વર્ષે બિગ બોસના ઘરમાં કેદ થવાનો ઇનકાર કર્યો હતો.

એલી ગોની:સમાચાર છે કે અભિનેતા એલી ગોનીએ પણ બિગ બોસમાં ભાગ લેવા માટે શોના નિર્માતાઓને હા પાડી છે. જણાવી દઈએ કે તેણે થોડા દિવસો પહેલા એક તસવીર શેર કરી હતી, જેમાં જાસ્મિન ભસીન, અર્જિત તનેજા અને ચારુ મહેરા જોવા મળ્યા હતા. લોકોએ આ તસવીર પર ખૂમ કમેંટ કરી છે. પરંતુ આ તસવીર પર કરણ પટેલની એક કમેંટ અને ત્યાર પછી તેના પર એલી ગોનીના જવાબ પર બધાની નજર અટકી ગઈ છે.ખરેખર, કરણે કમેંટમાં લખ્યું હતું કે ક્યાં ચાલ્યા બધા? તેના પર, એલી ગોનીએ જવાબ આપ્યો, “બસ આવતા મહિને તમારી સાથે હશું.” તેથી, આ કમેંટના આધારે, દરેક એવું માની રહ્યા છે કે એલી ગોની ચોક્કસપણે બિગ બોસના ઘરમાં પ્રવેશ કરશે. સમાચાર એ પણ છે કે શો મેકર્સને એલીને શોમાં લાવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો.

નિશાંત મલકાની:ગુડ્ડન તુમસે ના હો પાએગા ફેમ એક્ટર નિશાંત મલકાનીનું નામ પણ બિગ બોસ સીઝન 14ના ફાઈનલ લિસ્ટમાં આવી ગયું છે. મલકાની પણ શોમાં તેની કુશળતા બતાવશે. નિશાંતની એન્ટ્રી સાથે આ શોમાં જોરદાર ચમક આવશે.

સ્નેહા ઉલાલ:સલમાન ખાન સ્ટારર ફિલ્મ લકીથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી એક્ટ્રેસ સ્નેહા ઉલાલ બિગ બોસમાં પોતાનો દમ બતાવવા માટે તૈયાર છે. જોવાની વાત એ હશે કે સલમાન ખાન સાથે ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ હવે સલમાનના જ શોમાં કેવું પરફોર્મસ આપી શકે છે. જો કે સ્નેહાનું નામ ફાઈનલ છે, તે આ વર્ષે બિગ બોસના ઘરમાં કેદ થશે.

જાસ્મિન ભસીન:ટીવી સીરિયલ નાગિન 3 માં પોતની એક્ટિંગથી બધાને દિવાના બનાવનાર જાસ્મિન ભસીન આ વખતે બિગ બોસનો ભાગ બનશે. નિર્માતાઓએ જાસ્મિનનો કંટેસ્ટેંટ તરીકે ભાગ લેવા સંપર્ક કર્યો હતો અને તેના જવાબમાં એક્ટ્રેસે હા પાડી હતી. જણાવી દઈએ કે જાસ્મિન ભસીન બિગ બોસ સીઝન 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાની પણ બેસ્ટ ફ્રેંડ છે.

નેહા શર્મા:બોલિવૂડ એક્ટ્રેસ નેહા શર્માનું નામ પણ બિગ બોસ 14ના લિસ્ટમાં શામેલ થઈ ચુક્યું છે. ઈમરાન હાશ્મી સ્ટારર ફિલ્મ ક્રૂકથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી નેહાએ માત્ર હિન્દી જ નહીં પરંતુ તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જોકે, નેહા ક્રૂક સિવાય તેરી મેરી કહાની, ક્યા સુપર કૂલ હૈ હમ અને યમલા પાગલા દીવાના જેવી ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગ બતાવી ચુકી છે. આટલું જ નહીં નેહા બિગ બોસ સીઝન 13 ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા સાથેના એક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી.જોકે, નેહા શર્માની એન્ટ્રીથી શોમાં જબરદસ્ત ચમક આવશે.

પવિત્ર પુનિયા:બિગ બોસ સીઝન 13ના કંટેસ્ટેંટ પારસ છાબરાની પૂર્વ ગર્લફ્રેન્ડ પાવિત્રા પુનિયા પણ બિગ બોસના ઘરમાં કેદ થવા માટે તૈયાર છે.

નૈના સિંહ:પ્રખ્યાત સીરિયલ કુમકુમ ભાગ્ય દ્વારા ઘર ઘરમાં પ્રખ્યાત એક્ટ્રેસ નૈના સિંહ પણ આ વખતે બિગ બોસના ઘરમાં જોવા મળશે. એવું માનવામાં આવે છે કે નૈનાની શાનદાર શૈલીથી શોમાં ખૂબ ચમક આવશે. જણાવી દઈએ કે નૈનાએ થોડા સમય પહેલા એકતા કપૂરની સિરિયલ કુમકુમ ભાગ્યને વિદાય આપી છે.

જાન કુમાર સાનુ:કુમાર સાનુનો ​​પુત્ર જાન કુમાર સાનુનું નામ બિગ બોસ સીઝન 14 ના ફાઈનલ લિસ્ટમાં શામેલ થઈ ચુક્યુ છે. જણાવી દઈએ કે જાન કુમાર પહેલા શો નિર્માતાઓ ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેણે બિગ બોસમાં કેદ થવાનો ઇનકાર કર્યો હતો. જો કે હવે તેની જગ્યા જાન કુમાર શો માં એંટ્રી કરશે.

Leave a Reply

Your email address will not be published.