આ છે અમિતાભ બચ્ચનના પરિવારના 4 ‘ડાર્ક સિક્રેટ્સ’, જેને ક્યારેય સામે આવવા નથી દેતો બચ્ચન પરિવાર

બોલિવુડ

બોલિવૂડમાં એકથી એક ચઢિયાતા સેલેબ્સ છે જેઓ તેમની શાનદાર એક્ટિંગ માટે દરેક ઘરમાં જાણીતા છે. તેમાંથી જો વાત બચ્ચન પરિવારની કરીએ તો, આ એક એવો પરિવાર છે જેણે દરેકની નજરમાં એક પરફેક્ટ છબી બનાવી છે. બચ્ચન પરિવારના પરસ્પર સંબંધોનું ઉદાહરણ દરેક વ્યક્તિ આપે છે. કદાચ આ જ કારણ છે કે ચાહકો પણ આ પરિવારને સૌથી વધુ પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જે પરિવાર બહારથી ખૂબ જ ખુશ હોય છે, તેના કેટલાક ડાર્ક સિક્રેટ્સ પણ હોય છે. અમિતાભ બચ્ચનના પરિવારના પણ કેટલાક એવા રહસ્યો છે જે દુનિયાને ખબર નથી. આજે આપણે આ પોસ્ટમાં આ રહસ્યો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ કે બિગ બી પરિવારે શું છુપાવ્યું છે.

શ્વેતાના થઈ ચુક્યા છે છૂટાછેડા

ઘણા ઓછા લોકો આ વાત જાણતા હશે કે અમિતાભ બચ્ચનની લાડલી પુત્રી શ્વેતા નંદાના છૂટાછેડા થયા છે. તે છેલ્લા ઘણા સમયથી તેના માતાપિતા સાથે તેના ઘરે રહે છે. જ્યારે પણ બચ્ચન પરિવારની તસવીર બહાર આવે છે ત્યારે દરેક તસવીરમાં શ્વેતા ઘણીવાર જોવા મળે છે. જણાવી દઈએ કે તેમના લગ્ન વર્ષ 1997 માં નિખિલ નંદા સાથે થયા હતા, તેમના બે બાળકો પણ છે. પરંતુ કદાચ પરિવાર આ માટે છૂટાછેડાની બાબતને છુપાવે છે જેથી ક્યારેય પણ પરિવારની પ્રતિષ્ઠા પર અસર ના પડે.

માતા અને પુત્રીની જામતી નથી

તમે જયા બચ્ચન અને શ્વેતા નંદાને ઘણી પાર્ટીઝ અથવા ઇવેન્ટ્સ અથવા ફોટામાં એકસાથે જોયા હશે. જોકે, બધી જગ્યાએ આ બંને હસતી જોવા મળે છે. પરંતુ જેવું બહારથી દેખાઈ છે, જરૂરી નથી કે અંદરથી પણ તેવું જ હોય. કહેવામાં આવે છે કે જ્યારે શ્વેતા 21 વર્ષની હતી ત્યારે તેણે જયાના દબાણમાં લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્ન તેના માટે ખૂબ જ દુઃખદ રહ્યા, જેની જવાબદાર ક્યાંકને કયાંક શ્વેતા તેની માતાને માને છે. આવી સ્થિતિમાં માતા અને પુત્રી વચ્ચે કોઈ ખાસ બોન્ડિંગ નથી.

અમિતાભે કરી હતી આ બી-ગ્રેડ ફિલ્મ

અમિતાભ બચ્ચનનું નામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મહાનાયક તરીકે લેવામાં આવે છે. તેણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી છે અને દરેકનું દિલ જીતી લીધું છે. પરંતુ શું તમે જાણો છો કે આટલા મોટા સેલિબ્રેટી હોવા છતાં અમિતાભ બચ્ચને બી ગ્રેડની ફિલ્મમાં કામ કર્યું છે? જી હા, તેણે ‘બૂમ’ ફિલ્મમાં કામ કર્યું હતું. એવું કહેવામાં આવે છે કે તે ફિલ્મના સમયે અમિતાભ બચ્ચન નાદાર હતા, તેથી તેમણે મજબૂરીમાં આ ફિલ્મમાં કામ કર્યું.

એશ્વર્યા અને શ્વેતા વચ્ચે છે ઘણું અંતર

એશ્વર્યા રાયને ક્યારેય શ્વેતા નંદા એક ભાભીની જેમ સ્વીકારી શકી નથી. કદાચ આનું કારણ કરિશ્મા કપૂર છે. કારણ કે શ્વેતા નંદા કરિશમાની વધુ નજીક હતી, તેથી તે તેણીને પોતાની ભાભી બનાવવાની ઇચ્છતી હતી. કદાચ આ જ કારણ છે, આજે પણ આ ભાભી-નનંદ વચ્ચે જામતી નથી.

11 thoughts on “આ છે અમિતાભ બચ્ચનના પરિવારના 4 ‘ડાર્ક સિક્રેટ્સ’, જેને ક્યારેય સામે આવવા નથી દેતો બચ્ચન પરિવાર

Leave a Reply

Your email address will not be published.