શૂટિંગ દરમિયાન જ પ્રેગ્નેંટ થઈ ગઈ હતી આ 8 અભિનેત્રીઓ, જાણો હેમા-જયા થી લઈને અન્ય કઈ કઈ અભિનેત્રી છે તેમાં શામેલ

બોલિવુડ

હિન્દી સિનેમાની અભિનેત્રીઓનું જીવન સરળ નથી હોતું. ફિલ્મોના શૂટિંગ અને ચાહકો સાથે તાલમેલ ઉપરાંત તેમને પણ પોતાના ઘર-પરિવાર પર ધ્યાન આપવું પડે છે. એક મહિલા માટે તેનો પરિવાર ખૂબ મહત્વ ધરાવે છે. સાથે જ બોલીવુડની ઘણી અભિનેત્રીએ કામની સાથે પોતાની પર્સનલ લાઈફમાં પણ ખૂબ તાલમેલ બેસાડ્યો. ઘણી અભિનેત્રીઓ એવી પણ રહી છે જે પ્રેગ્નેંટ હોવા છતાં પોતાના ભાવિ સંતાનને પેટમાં લઈને કામ કરતી રહી. પ્રેગ્નેંટ હોવા છતા કામ પ્રત્યે તેનો જુસ્સો ઓછો થયો નહીં. ચાલો જાણીએ હિન્દી સિનેમાની આવી જ 8 મોટી અભિનેત્રીઓ વિશે.

માધુરી દીક્ષિત: છેલ્લાં 37 વર્ષથી હિન્દી સિનેમામાં કામ કરી રહેલી ખૂબ જ સફળ અને સુંદર અભિનેત્રી માધુરી દીક્ષિતે વર્ષ 1999 માં ડો.શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતા. પછી બંને બે પુત્રોના માતાપિતા બન્યા. કહેવાય છે કે જ્યારે વર્ષ 2002 માં આવેલી ફિલ્મ ‘દેવદાસ’નું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે માધુરીના પેટમાં બાળક હતું. જોકે પ્રેગ્નેંસીમાં જ અભિનેત્રીએ ફિલ્મનું ગીત શૂટ કર્યું હતું.

કરીના કપૂર ખાન: કરીના કપૂર ખાન હિન્દી સિનેમાની સૌથી સુંદર અભિનેત્રીઓ માંથી એક છે. જણાવી દઈએ કે કરીના કપૂરે અભિનેતા સૈફ અલી ખાન સાથે વર્ષ 2012 માં લગ્ન કર્યા હતા. બંને બે પુત્રોના માતાપિતા બની ચુક્યા છે. વર્ષ 2016 માં કરીનાએ તૈમુર અલી ખાનને જન્મ આપ્યો હતો, જ્યારે આ વર્ષે કરીનાએ તેના બીજા પુત્ર જેહ અલી ખાનને જન્મ આપ્યો. કહેવામાં આવે છે કે તૈમુરના જન્મ સમયે ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ના શૂટિંગમાં અભિનેત્રી વ્યસ્ત હતી, જ્યારે જેહના જન્મ સમયે તે ‘લાલ સિંહ ચડ્ઢા’ના શૂટિંગમાં વ્યસ્ત હતી.

જુહી ચાવલા: 90 ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી જુહી ચાવલાએ વર્ષ 1995 માં બિઝનેસમેન જય મહેતા સાથે સાત ફેરા લીધા હતા. જુહી અને જય બે બાળકોના માતા -પિતા છે. પુત્રીનું નામ જાન્હવી અને પુત્રનું નામ અર્જુન છે. માહિતી મુજબ, જુહી ચાવલા ફિલ્મ સ્ટાર ઝંકાર બીટ્સના શૂટિંગ દરમિયાન પ્રેગ્નેંટ હતી. જોકે તેમણે પોતાના ભાગનું કામ પ્રેગ્નેંસીમાં જ પૂર્ણ કર્યું હતું.

કાજોલ: હવે વાત કરીએ 90 ના દાયકાની અન્ય એક પ્રખ્યાત અભિનેત્રી કાજોલની. કહેવાય છે કે ફિલ્મ ‘વી આર ધ ફેમિલી’ના શૂટિંગ સમયે કાજોલ પ્રેગ્નેંટ હતી અને તેણે આ સ્થિતિમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું.

એશ્વર્યા રાય બચ્ચન: એશ્વર્યા રાય બચ્ચનની ગણતરી હિન્દી સિનેમાની સૌથી સફળ અને સુંદર અભિનેત્રીઓમાં થાય છે. ઘણા અભિનેતાઓ સાથે નામ જોડાયા પછી છેલ્લે વર્ષ 2007 માં તેણે સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના પુત્ર અભિનેતા અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. સાથે જ વર્ષ 2011 માં બંને પુત્રી આરાધ્યાના માતાપિતા બન્યા હતા. જણાવી દઈએ કે એશ્વર્યા પોતાની કોઈ એક ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રેગ્નેંટ હતી, આવી સ્થિતિમાં તેમણે વચ્ચે જ ફિલ્મ છોડી દીધી હતી.

હેમા માલિની: હેમા માલિની પહેલાના જમાનાની ખૂબ જ પ્રખ્યાત, સુંદર અને શ્રેષ્ઠ અભિનેત્રી છે. વર્ષ 1980 માં દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર સાથે લગ્ન કરનાર હેમા માલિનીએ પ્રેગ્નેંસીમાં પણ પોતાની ફિલ્મ પૂરણ કરી હતી. જણાવી દઈએ કે તે ફિલ્મ રઝિયા સુલતાનના શૂટિંગ દરમિયાન પ્રેગ્નેંટ હતી.

શ્રીદેવી: હિન્દી સિનેમાની પહેલી મહિલા સુપરસ્ટાર અને દિવંગત અને દિગ્ગઝ અભિનેત્રીએ વર્ષ 1996 માં નિર્માતા બોની કપૂર સાથે સાત ફેરા લીધા હતા. સાથે જ વર્ષ 1997 માં તેમની ફિલ્મ ‘જુદાઈ’ રિલીઝ થઈ હતી. કહેવાય છે કે શ્રીદેવી તેની આ ફિલ્મના સમયે પ્રેગ્નેંટ હતી.

જયા બચ્ચન: પહેલાના જમાનાની પ્રખ્યાત અભિનેત્રી અને દિગ્ગઝ અભિનેતા અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન પણ આવી પરિસ્થિતિનો સામનો કરી ચુકી છે. વર્ષ 1973 માં જયા અને અમિતાભના લગ્ન થયા હતા, સાથે જ વર્ષ 1976 ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘શોલે’ દરમિયાન જયા પ્રેગ્નેંટ હતી. કહેવાય છે કે જયાએ પોતાનો બેબી બમ્પ સફેદ સાડીની આડ લઈને છુપાવ્યો હતો.

ફરાહ ખાન: ફરાહ ખાન હિન્દી સિનેમાની ખૂબ જ પ્રખ્યાત કોરિયોગ્રાફર છે. પોતાનાથી લગભગ 8 વર્ષ નાના શિરીષ કુંદર સાથે લગ્ન કરનાર ફરાહ વર્ષ 2007 માં આવેલી શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ઓમ શાંતિ ઓમ ના શૂટિંગ દરમિયાન પ્રેગ્નેંટ હતી.