વૃન્દાવનના રાધા રમણ મંદિર પહોંચી હેમા માલિની એ ગાયું ભજન, પૂજા-આરતી પણ કરી, જુવો હેમા માલિનીનો આ વાયરલ વીડિયો

બોલિવુડ

હેમા માલિની બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી છે. તે બોલિવૂડમાં 70ના દાયકાની સફળ મહિલા કલાકારોમાંથી એક છે. હેમા માલિનીએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે જ હેમા માલિનીએ રાજકારણમાં પણ ખૂબ નામ કમાવ્યું છે. હાલના સમયમાં હિન્દી સિનેમાની ડ્રીમ ગર્લ એટલે કે હેમા માલિની કોઈ ઓળખની મોહતાજ નથી.

ઉત્તર પ્રદેશના મથુરાથી બીજેપી સાંસદ હેમા માલિની 14 જાન્યુઆરી 2023ના રોજ વૃંદાવન પહોંચી હતી. જણાવી દઈએ કે હેમા માલિની તેના સંસદીય ક્ષેત્રના પ્રવાસ પર છે. આ દરમિયાન એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે જેમાં હેમા માલિની વૃંદાવનના મંદિરમાં ભજન ગાતા જોવા મળી રહી છે. હેમા માલિનીએ વૃંદાવનના પ્રસિદ્ધ રાધા રમણ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા અને પૂજા કરી. આ દરમિયાન હેમા માલિની કૃષ્ણ ભક્તિમાં એટલી લીન થઈ ગઈ કે તેણે મંદિરમાં ભજન ગાવાનું શરૂ કરી દીધું.

હેમા માલિનીએ વૃંદાવનના મંદિરમાં ગાયું ભજન: તમને જણાવી દઈએ કે ન્યૂઝ એજન્સી ANIએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર રવિવારે હેમા માલિનીનો લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે હેમા માલિની સ્ટેજ પર ઉભી છે અને તે માઈકની સામે ભજન ગાતા જોવા મળી રહી છે. ANIએ આ વીડિયો શેર કરવાની સાથે કેપ્શનમાં એ જણાવ્યું છે કે હેમા માલિનીએ શનિવારે વૃંદાવનના રાધા રમણ મંદિરમાં ભજન ગાયું. આ સાથે હેમા માલિનીએ આ મંદિરમાં પૂજા પણ કરી હતી. સોશિયલ મીડિયા પર હેમા માલિનીનો આ લેટેસ્ટ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર ચાહકો દ્વારા ખૂબ લાઈક્સ અને કમેન્ટ્સ કરવામાં આવી રહી છે.

એ વાત આપણે બધા જાણીએ છીએ કે હેમા માલિની એક શ્રેષ્ઠ ક્લાસિકલ ડાંસર છે અને તે અવારનવાર મથુરાના ઘણા મંદિરોમાં નૃત્ય પ્રદર્શન આપે છે. તેણે ઘણી વખત પોતાની નૃત્ય કુશળતા મથુરાના લોકોની સામે દર્શાવી છે. પરંતુ તેને આ રીતે ભજન ગાતા પહેલી વખત સાંભળવામાં આવી છે. તે એટલા સૂરમાં ભજન ગાઈ રહી હતી, કે જાણે તે ગાવામાં પણ નિપુણ હોય.

તમને જણાવી દઈએ કે હેમા માલિનીને ભગવાન કૃષ્ણમાં ઊંડી શ્રદ્ધા છે. આ વાતનો ઉલ્લેખ અભિનેત્રી પોતે પણ ઘણી વખત તેના ભાષણોમાં કરી ચુકી છે. મથુરાથી સાંસદ બનતા પહેલા પણ તે ઘણી વખત વૃંદાવન આવતી હતી. હેમા માલિનીના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર હાજર ઘણી તસવીરો એ વાતના પુરાવા છે કે રિયલ લાઈફમાં અભિનેત્રી ધાર્મિક કાર્યોમાં ખૂબ જ રસ ધરાવે છે.

હેમા માલિનીએ લોકોને આપી મકર સંક્રાંતિની શુભકામનાઓ: તમને જણાવી દઈએ કે આ પહેલા હેમા માલિનીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લેટેસ્ટ પોસ્ટ શેર કરતા ચાહકોને મકરસંક્રાંતિ અને પોંગલની શુભકામનાઓ પાઠવી હતી. જણાવી દઈએ કે રાજનીતિના કોરિડોરથી લઈને એન્ટરટેઈનમેન્ટ સુધી હેમા માલિની ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ હેમા માલિની સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલમાં ગેસ્ટ તરીકે જોવા મળી હતી. જોકે, તમને બધાને હેમા માલિનીનો લેટેસ્ટ વીડિયો કેવો લાગ્યો? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો.