હેમા માલિનીનું ઘર ધમેંદ્રના ઘરથી માત્ર 5 મિનિટના અંતરે જ છે, પરંતુ છતાં પણ ક્યારેય ન જઈ શકી પતિના ઘરે, જાણો શા માટે

બોલિવુડ

બોલિવૂડમાં એક સમય એવો હતો કે જ્યારે દરેક હેમા માલિનીની ફિલ્મો જોવા માટે આતુરતાથી રાહ જોતા હતા. તેની સુંદરતાની ચર્ચાઓ દરેક જગ્યાએ થતી હતી. કદાચ આ જ કારણ છે કે લોકો તેને “ડ્રીમ ગર્લ” કહેતા હતા. તેની અને ધર્મેન્દ્રની જોડીને ફિલ્મોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવી છે. કદાચ આ જ કારણ હતું કે ધર્મેન્દ્રએ તેની પહેલી પત્ની પ્રકાશ કૌરને છોડી અને હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા હતા. ગઈ કાલે હેમાનો 72 મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. તેનો જન્મ 16 ઓક્ટોબર 1948 માં તમિલનાડુના અમ્મંકુદીમાં થયો હતો. હેમા માલિનીની ફિલ્મી લાઇફ કરતા વધારે રસપ્રદ તેની પર્સનલ લાઇફ રહી છે. ચાલો આપણે જાણીએ તેના જીવન સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ.

ડ્રીમ ગર્લ ઉર્ફ હેમા માલિનીની સક્સેસ સ્ટોરી પણ એક સ્વપ્ન જેવી છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં સફળતા હાંસલ કરી હતી. પરંતુ હેમા માલિનીનું નામ ધર્મેન્દ્ર વિના અધૂરું માનવામાં આવે છે. ખરેખર, એક સમયે આ બંનેની લવ સ્ટોરીની ચર્ચા આખા બોલીવુડમાં થતી હતી. એટલું જ નહીં, તેની લવ સ્ટોરી સૌથી વધુ વિવાદિત રહી છે.

જો કે, તમે બધા આ વાત જાણતા હશો કે હેમા માલિની સાથે ધર્મેન્દ્રએ લગ્ન કર્યા હતા. પરંતુ અમે તમને જણાવી દઈએ કે જ્યારે ધર્મેન્દ્રએ હેમાની પસંદગી કરી હતી, ત્યારે તે પહેલેથી જ પ્રકાશ કૌરના પતિ હતા અને ચાર બાળકોના પિતા પણ હતા. પરંતુ ધર્મેન્દ્રને હેમાના પ્રેમની આગળ કંઈ દેખાયું નહીં અને તેણે બધું ભૂલીને હેમા માલિનીનો હાથ પકડ્યો.

ધર્મેન્દ્ર માટે હેમા માલિનીએ પણ કુટુંબ અને દુનિયાની કોઈ પરવા કરી ન હતી અને “બીજી સ્ત્રી” નો ટેગ હસતાં હસતાં સ્વીકાર્યો. બંનેના લગ્ન રિવાજો સાથે થયા હતા, પરંતુ હેમા ક્યારેય પણ પતિની જિંદગીમાં પહેલી સ્ત્રીનું બિરુદ મેળવી શકી નહીં. ઘણા ઇન્ટરવ્યુમાં પણ હેમા કહી ચુકી છે કે બીજી સ્ત્રી બનીને રહેવું સહેલું નથી.

જોકે અત્યરે બંનેના લગ્નને 41 વર્ષ થયા છે, પરંતુ આજ સુધી હેમા માલિનીએ ધર્મેન્દ્રના ઘરે પગ મૂક્યો નથી. આ બાબતનું કારણ ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલ અને બોબી દેઓલ છે. ખરેખર, તે મુંબઈના પોશ વિસ્તારમાં વૈભવી બંગલામાં પુત્રો સાથે રહે છે. બીજી તરફ હેમા માલિનીનું ઘર પણ મુંબઇના આ જુહુ વિસ્તારમાં જ છે.

હેમાએ પોતાનો બંગલો 30 વર્ષ પહેલા ધર્મેન્દ્ર સાથે ખરીદ્યો હતો. બંનેના ઘરો વચ્ચેનું અંતર પણ 5 મિનિટનું છે. પરંતુ આટલા વર્ષો પછી પણ તેમનું અંતર દૂર થયું નથી અને આજ સુધી હેમા માલિની ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરના તે ઘરે નથી ગઈ. હેમા માલિનીની બાયોગ્રાફી ખૂબ પ્રખ્યાત રહી છે, જેને રામ કમલ મુખર્જીએ લખી હતી. તેમાં તેમણે લખ્યું છે કે હેમા આજ સુધી ધર્મેન્દ્રના ઘરનો ઉંબરો ઓળંગી શકી નથી.

10 thoughts on “હેમા માલિનીનું ઘર ધમેંદ્રના ઘરથી માત્ર 5 મિનિટના અંતરે જ છે, પરંતુ છતાં પણ ક્યારેય ન જઈ શકી પતિના ઘરે, જાણો શા માટે

Leave a Reply

Your email address will not be published.