લગ્નના 41 વર્ષ થઈ ગયા હોવા છતા પણ સાસરિયે નથી ગઈ હેમા માલિની, જાણો શું છે તેનું કારણ

બોલિવુડ

હિન્દી સિનેમામાં ‘ડ્રીમ ગર્લ’ તરીકે જાણીતી દિગ્ગઝ અને સુંદર અભિનેત્રી હેમા માલિનીનું નામ તે બોલિવુડ અભિનેત્રીઓના લિસ્ટમાં શામેલ છે જેનું દિલ પરણિત પુરુષ પર આવ્યું હતું અને તેણે લગ્ન પણ પરણિત પુરુષ સાથે જ કર્યા. નોંધપાત્ર વાત એ છે કે હેમા માલિની હિંદી સિનેમાના દિગ્ગઝ અભિનેતા ધર્મેંદ્રની પત્ની છે. બંનેએ વર્ષ 1980 માં લગ્ન કર્યા હતા અને બંનેના લગ્નને 41 વર્ષનો સમય થઈ ગયો છે.

ધર્મેન્દ્રના આ બીજા લગ્ન હતાં. તેમના પહેલા લગ્ન માત્ર 19 વર્ષની ઉંમરમાં વર્ષ 1954 માં થઈ ગયા હતા. જો કે ફિલ્મોમાં આવ્યા પછી તેના ઘણા અફેયર્સ ચાલ્યા અને હેમા માલિની સાથે પણ તે ઈશ્ક લડાવી બેઠા. બીજી તરફ હેમા પણ પરણિત ધર્મેંદ્રને પોતાનું દિલ આપી બેઠી. ત્યાર પછી બંનેએ વર્ષ 1980 માં લગ્ન કર્યા. આ લગ્નને લઈને અનેક પ્રકારની વાતો થઈ. એક તો બંનેની ઉંમરમાં લગભગ 13 વર્ષનો તફાવત છે. હેમા તેમના પતિ ધરમજી કરતા 13 વર્ષ નાની છે. બીજી તરફ વાત એ છે કે ધર્મેંદ્રએ પહેલી પત્ની હોવા છતા અને તેમને છુટાછેડા આપ્યા વગર બીજા લગ્ન કર્યા હતા.

આ લગ્નથી ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર ખૂબ ગુસ્સે થઈ હતી. તેને લઈને પ્રકાશ કૌરે હેમા માલિની વિશે એમ પણ કહ્યું હતું કે, જો તે હેમા માલિનીની જગ્યાએ હોત, તો તેણે આવું કામ ક્યારેય કર્યું ન હોત. જો કે પછી ધર્મેંદ્રની બંને પત્નીઓ વચ્ચે સંબંધ સુધરી ગયા હતા.

જણાવી દઈએ કે સામાન્ય રીતે જ્યારે છોકરીના લગ્ન થાય છે, ત્યારે તે દુલ્હન બનીને તેના પતિના ઘરે જાય છે, જોકે હેમા માલિની સાથે આવું કંઈ થયું નથી. વિશેષ અને આશ્ચર્યજનક બાબત એ છે કે લગ્નના 41 વર્ષ પછી પણ તેણે તેના સાસરીયાનું મોં જોયું નથી. જ્યારે હેમા માલિની મુંબઇમાં રહે છે ત્યાંથી 10 મિનિટ દુર તેના સસરાનું ઘર છે. જણાવી દઈએ કે હેમા માલિનીનું સાસરિયે ન જવાનું કારણ એ છે કે ધર્મેંદ્ર અને હેમાના લગ્ન પહેલા જ નક્કી થઈ ગયું હતું કે હેમા માલિની તેના પતિના પરિવારથી દૂર રહેશે.

હેમાના કહેવા મુજબ તે ધર્મેન્દ્રની પહેલી પત્ની અને તેમના બાળકો માટે કોઈ મુશ્કેલી બનવા ઈચ્છતી ન હતી અને તેના જીવનમાં કોઈ દખલ કરવા ઇચ્છતી ન હતી. આ કારણે તે ક્યારેય તેના સાસરિયે ન જઈ શકી. ભલે હેમા માલિની ક્યારેય પોતાના સાસરિયે ન ગઈ હોય પરંતુ તેની સાસુ સતવંત કોર તેને મળી ચુકી છે.

એવું કહેવામાં આવે છે કે એકવાર ધર્મેન્દ્રની માતા સતવંત કૌર તેની પુત્રવધૂ હેમા માલિનીને મળવા માટે કોઈને જણાવ્યા વગર પહોંચી ગઈ હતી. હેમા એ પોતાની બાયોગ્રાફીમાં તેનો ખુલાસો કર્યો છે.

હેમાના કહેવા મુજબ તેનો તેની સાસુ સાથે ખૂબ સારો સંબંધ છે. બંને એકબીજાને ખૂબ માન આપતા હતા. હેમાએ એમ પણ કહ્યું કે જ્યારે તે પ્રેગ્નેંટ હતી ત્યારે તેની સાસુ તેને આશીર્વાદ આપવા માટે આવી હતી. જો કે હવે આ દુનિયામાં હેમા માલિનીની સાસુ અને ધર્મેન્દ્રની માતા નથી. હેમાને તેની સાસુ પ્રત્યે ખૂબ પ્રેમ અને આદર હતો.