આ 5 પ્રખ્યાત લોકો માટે પણ ખૂબ જ ખાસ છે હેમા મલિનીનો જન્મદિવસ, દરેક કરે છે સેલિબ્રેશન, જાણો શું છે તેનું કારણ

બોલિવુડ

હિન્દી સિનેમાની સદાબહાર અને સુંદર અભિનેત્રી હેમા માલિની આજે 16 ઓક્ટોબરે પોતાનો 73 મો જન્મદિવસ ઉજવી રહી છે. હિન્દી સિનેમાની ‘ડ્રીમ ગર્લ’ તરીકે જાણીતી હેમા માલિનીનો જન્મ 16 ઓક્ટોબર 1948 ના રોજ તમિલનાડુના અમ્મંકુદીમાં થયો હતો.

70 અને 80 ના દાયકામાં હિન્દી સિનેમામાં હેમાએ ખૂબ મોટું નામ કમાવ્યું. હેમા એક શ્રેષ્ઠ અભિનેત્રી હોવાની સાથે જ ગજબની ડાંસર પણ છે અને તેમની સુંદરતાની પણ દરેક પ્રસંશા કરે છે.

હેમાએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને ત્યાર પછીથી જ ફિલ્મોમાં તેમણે પગ મૂકી દીધો હતો. માત્ર 13 વર્ષની ઉંમરમાં તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઈ હતી. તેમણે સૌથી પહેલા તેલુગુ સિનેમામાં કામ કર્યું હતું. આ દરમિયાન તેમની પહેલી ફિલ્મ ‘પાંડવ વનવાસ’ આવી હતી.

હેમાએ હિન્દી સિનેમામાં પોતાનો પગ વર્ષ 1968 માં મુક્યો હતો. ફિલ્મનું નામ હતું ‘સપનો કા સૌદાગર’. આ ફિલ્મ બનાવી હતી દિગ્ગઝ અભિનેતા, પ્રોડ્યૂસર-ડિરેક્ટર રાજ કપૂરે. ત્યાર પછી હેમાએ ક્યારેય પાછળ વળીને જોયું નથી અને ટૂંક સમયમાં જ તે બોલિવૂડની ટોપ અભિનેત્રી બની ગઈ.

હેમા માલિનીએ પોતાની લાંબી ફિલ્મી કારકિર્દીમાં એક પછી એક ઘણી શ્રેષ્ઠ ફિલ્મો આપી. હેમાની સફળ ફિલ્મોમાં ‘શોલે’, ‘સીતા ગીતા’, ‘નસીબ’, ‘જોની મેરા નામ’, ‘સત્તે પે સત્તા’, ‘ત્રિશુલ’, ‘ક્રાંતિ’, ‘પ્રેમ નગર’ જેવી અન્ય ઘણી ફિલ્મોના નામ શામેલ છે.

પરણિત ધર્મેંદ્ર સાથે કર્યા લગ્ન: હેમા માલિનીએ પોતાના સમયના મોટા-મોટા અભિનેતાઓ અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, રાજેશ ખન્ના, મિથુન ચક્રવર્તી, રાજ કપૂર, દેવ આનંદ સાથે કામ કર્યું હતું. તેમની જોડી સૌથી વધુ દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર સાથે પસંદ કરવામાં આવી. બંનેએ એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને આ દરમિયાન બંને એકબીજાને દિલ આપી બેઠા હતા.

હેમાએ ધર્મેન્દ્રને જોઈને તેની સાથે લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું, સાથે જ ધર્મેન્દ્ર પણ પરણિત હોવા છતા હેમા સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. બંનેનું ઘણા વર્ષો સુધી અફેર ચાલ્યું અને પછી વર્ષ 1980 માં બંનેએ લગ્ન કરીને ધૂમ મચાવી દીધી હતી. બંને બે પુત્રીઓના માતાપિતા બન્યા જેમના નામ ઈશા અને અહાના દેઓલ છે. બંને ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

જણાવી દઈએ કે હેમાની ઓળખ માત્ર એક અભિનેત્રી તરીકે જ નહીં પરંતુ રાજકારણી તરીકે પણ થાય છે. તે લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે અને રાજકારણમાં વ્યસ્ત છે. તે ભારતીય જનતા પાર્ટી તરફથી મથુરાથી લોકસભા સાંસદ છે.

અબજોની માલિક છે હેમા: ખૂબ ખ્યાતિ મેળવવાની સાથે હેમા માલિનીએ ખૂબ સંપત્તિ પણ કમાઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તે લગભગ 249 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. વર્ષ 2019 ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી સોગંદનામામાં અભિનેત્રીએ આ માહિતી આપી હતી. તે લક્ઝરી ઘર, લક્ઝરી કાર અને મોંઘી જ્વેલરીની પણ માલિક છે.

હેમા માલિનીને સિનેમામાં તેમના શ્રેષ્ઠ કામ માટે લાઇફ ટાઇમ એચીવમેન્ટના એવોર્ડથી નવાજવામાં આવી ચુકી છે. સાથે જ વર્ષ 2000 માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવી હતી. હેમાના જન્મદિવસ પર જરા તે ચર્ચિત હસ્તીઓ પર પણ એક નજર કરીએ જેની સાથે ‘ડ્રીમ ગર્લ’ તેનો જન્મદિવસ શેર કરે છે.

નવીન પટનાયક: ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકનો જન્મ 16 ઓક્ટોબર, 1946 ના રોજ થયો હતો.

રાજીવ ખંડેલવાલ: અભિનેતા રાજીવ ખંડેલવાલનો જન્મ 16 ઓક્ટોબર, 1975 ના રોજ થયો હતો.

શાર્દુલ ઠાકુર: ક્રિકેટર શાર્દુલ ઠાકુરનો જન્મ 16 ઓક્ટોબર, 1991 ના રોજ થયો હતો.

રોહિતાશ ગૌર: અભિનેતા રોહિતાશ ગૌરનો જન્મ 16 ઓક્ટોબર, 1967 ના રોજ થયો હતો.

સદાગોપન રમેશ: ભૂતપૂર્વ ક્રિકેટર સદાગોપન રમેશનો જન્મ 16 ઓક્ટોબર, 1975 ના રોજ થયો હતો.