ધર્મેંદ્ર કરતા પણ આ વ્યક્તિને વધુ પ્રેમ કરે છે હેમા માલિની, તેનું નામ સાંભળતાની સાથે જ નથી લેતી ફિલ્મોની ફી

બોલિવુડ

અભિનેત્રી હેમા માલિનીનું નામ હિન્દી સિનેમાની સુંદર અને શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં શામેલ છે. હેમા માલિનીની સુંદરતા આજે પણ 72 વર્ષની ઉંમરમાં જોવા મળે છે. તેના માટે લોકોની દીવાનગી આજે પણ ઓછી થઈ નથી. ડ્રીમ ગર્લ હેમા માલિનીનો ચાર્મ પોતાના સમયમાં પણ એવો હતો કે દરેક તેમને પોતાની ફિલ્મમાં સાઈન કરવા માટે આતુર રહેતા હતા.

હેમા માલિનીની ફિલ્મી કારકિર્દી સાથે જોડાયેલા ઘણા સમાચાર તમે ન્યૂઝપેપર અને ટેલિવિઝન પર સાંભળ્યા જ હશે. પરંતુ ભાગ્યે જ તમને ખબર હશે કે હેમા માલિનીની એક ફિલ્મ એવી પણ હતી જેની ફી આજ સુધી તેણે પોતાની પાસે સંભાળીને રાખી છે. હેમા માલિનીએ આજ સુધી તેની તે ફિલ્મની ફી ખર્ચ કરવા વિશે વિચાર્યું પણ નથી. પરંતુ આ ફીનો કિસ્શો હેમા માલિનીના કૃષ્ણ પ્રેમ સાથે જોડાયેલો છે.

આ વાત છે વર્ષ 1979 ની તે સમય સુધીમાં આ અભિનેત્રી લાલ પથ્થર, સીતા ઔર ગીતા, શોલે, ત્રિશૂલ, રાજા જાની ઔર ચરસ જેવી બ્લોકબસ્ટર હિટ ફિલ્મ આપી ચુકી હતી. આ સાથે તે આ ઈંડસ્ટ્રીની સૌથી મોટી અભિનેત્રીઓમાની એક બનીને ઉભરી આવી હતી. હેમા માલિનીને તે સમયે દરેક ફિલ્મ મેકર તેમની ફિલ્મમાં સાઇન કરવા માટે ઉત્સુક રહેતા હતા. આટલું જ નહીં ફિલ્મ મેકર તેમને મોં માંગી ફી આપવા માટે પણ તૈયાર હતા.

આવી જ પરિસ્થિતિ તે સમયે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા પ્રેમજીની પણ હતી. પ્રોડ્યૂસર પ્રેમજી લાંબા સમયથી હેમા માલિની સાથે કામ કરવા ઈચ્છતા હતા. પરંતુ તેને ક્યારેય આ તક મળી રહી ન હતી. એક દિવસ અચાનક પ્રેમજી કેટલીક સ્ક્રિપ્ટ લઈને હેમા માલિનીના ઘરે પહોંચ્યા. આ દરમિયાન હેમાને તેની કોઈ પણ સ્ક્રિપ્ટમાં રસ ન હતો. હેમા એ વાત ટાળવા અને તેમને મનાઈ કરવા માટે કહ્યું કે તે કૃષ્ણ દીવાની ‘મીરા’ પર બનનાર ફિલ્મમાં જ કામ કરશે.

ત્યાર પછી, પ્રેમજી સીધા લેખક ગુલઝાર પાસે ગયા અને તેમને મીરા પર સ્ટોરી લખવા કહ્યું. ત્યાર પછી બીજી વખત પ્રેમજી તેમની ફિલ્મ ‘મીરા’ ની સ્ક્રિપ્ટ લઈને ગયા તો હેમા માલિનીને તેમને હા કહેવી જ પડી. આ ફિલ્મ મોટા બજેટની હોવાને કારણે વચ્ચે જ રોકવી પડી. આવી સ્થિતિમાં હેમાએ તેમને કહ્યું કે તે આ ફિલ્મ પૈસા માટે નહીં પણ કૃષ્ણના પ્રેમ માટે કરી રહી છે. આવી સ્થિતિમાં તેને જે ફી મળશે તે તેમાં જ ખુશ છે. આ ફિલ્મના પૈસા હેમા માલિનીએ આજ સુધી સંભાળીને રાખ્યા છે.