હેમા માલિની એ કર્યો ‘ધૂમ મચા લે’ પર જોરદાર ડાંસ, શરમથી લાલ થઈ ગઈ પાછળ ઉભેલી પુત્રી ઈશા, જુવો આ વીડિયો

બોલિવુડ

પોતાની સુંદરતા અને એક્ટિંગની સાથે જ દિગ્ગઝ અભિનેત્રી હેમા માલિનીએ દર્શકોના દિલમાં પોતાના ડાન્સથી પણ એક ખાસ ઓળખ બનાવી છે. જણાવી દઈએ કે હેમા માલિનીને શરૂઆતથી જ ડાન્સનો શોખ છે. આજે પણ તે અદ્ભૂત ડાન્સ કરે છે. 1961માં જ્યારે હેમા માત્ર 13 વર્ષની હતી ત્યારે તેણે દક્ષિણ ભારતીય ફિલ્મમાં ‘ડાન્સર’ની ભૂમિકા નિભાવી હતી.

શરૂઆતથી જ હેમાને ડાન્સ અને એક્ટિંગમાં રસ છે. થોડી મોટી થવા પર તેમણે હિન્દી સિનેમામાં પગ મૂક્યો હતો. હેમા જ્યારે 20 વર્ષની હતી ત્યારે મુખ્ય અભિનેત્રી તરીકે તેની પહેલી ફિલ્મ આવી હતી. ફિલ્મનું નામ હતું ‘સપનો કા સૌદાગર’. આ ફિલ્મ વર્ષ 1968માં રિલીઝ થઈ હતી.

પોતાની પહેલી ફિલ્મમાં હેમાજીએ દિગ્ગઝ અભિનેતા અને દિગ્દર્શક રાજ કપૂર સાથે કામ કર્યું હતું. ત્યાર પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. હેમાએ ખૂબ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારી ઓળખ બનાવી લીધી હતી. બોલિવૂડમાં શરૂઆતથી જ તેની સુંદરતાની ચર્ચા હતી. ત્યાર પછી દર્શકોના દિલમાં તે પોતાના ડાંસ અને એક્ટિંગથી છવાઈ ગઈ.

હાલમાં હેમાજીની તેમના એક ડાન્સ વીડિયોના કારણે ચર્ચા થઈ રહી છે. એક વીડિયોમાં તમે હેમા માલિનીને ‘ધૂમ મચા લે’ ગીત પર ડાન્સ કરતા જોઈ શકો છો. આ વીડિયો તે સમયનો છે જ્યારે હેમા દેશના પ્રખ્યાત સિંગિંગ રિયાલિટી શો ‘સુપરસ્ટાર સિંગર’ની બીજી સીઝનમાં ગેસ્ટ તરીકે પહોંચી હતી.

હેમાજી સાથે આ શોમાં તેમની પુત્રી ઈશા દેઓલ પણ જોવા મળી હતી. ત્યારે પોતાની પુત્રીના કહેવા પર હેમાજીએ સ્ટેજ પર ડાન્સ કર્યો હતો. તે ‘ધૂમ મચા લે’ ગીત પર જોરદાર સ્ટાઈલમાં ડાંસ કરતા જોવા મળી હતી. માતાને ડાન્સ કરતા જોઈને તેની સાથે તેની પુત્રી ઈશા પણ ડાન્સ કરવા લાગે છે.

હેમા માલિનીનો ડાન્સ પૂર્ણ થયા પછી, હેમા પોતાની પુત્રી ઈશા દેઓલને ડાન્સ કરવા કહે છે. હેમા ઈશાને ફિલ્મ ‘સત્તે પે સત્તા’ના ગીત ‘ઝુકા કે સર કો પૂછો’ પર ડાન્સ કરવા માટે કહે છે. ત્યાર પછી ઈશા આ ગીત પર ડાન્સ કરવા લાગે છે. તેની સાથે હોસ્ટ અને સિંગર આદિત્ય નારાયણ પણ છે.

તાજેતરમાં જ હેમાએ 74મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો: 16 ઓક્ટોબર 1948ના રોજ તમિલનાડુમાં જન્મેલી હેમા માલિનીએ તાજેતરમાં જ પોતાનો 74મો જન્મદિવસ ઉસેલિબ્રેટ કર્યો હતો. તે પોતાના જન્મદિવસ પર ઈસ્કોન મંદિર ગઈ હતી.

પોતાના ડાન્સ ગ્રુપ સાથે જન્મદિવસ સેલિબ્રેટ કર્યો અને પતિ ધર્મેન્દ્ર સાથેની તસવીરો પણ પોસ્ટ કરી. આ ઉપરાંત જન્મદિવસના સેલિબ્રેશનમાં રેખા, જીતેન્દ્ર, રમેશ સિપ્પી, સંજય ખાન જેવા બોલિવૂડ સેલેબ્સે પણ તેમના જન્મદિવસના સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો.