આ નાના ઉપાયની મદદથી કરો માતા લક્ષ્મીને પ્રસન્ન, જીવનમાં હંમેશા આવતા રહેશે પૈસા જ પૈસા

ધાર્મિક

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાથી જીવનમાં ક્યારેય પણ પૈસાની અછત આવતી નથી અને જીવન સુખ સાથે પસાર થાય છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તે ઘર હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે છે અને ઘરના લોકોને દરેક ક્ષેત્રમાં માત્ર સફળતા જ મળે છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે અને નીચે જણાવેલા ઉપાયની મદદથી કોઈ પણ વ્યક્તિ સરળતાથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકે છે. તેથી, સુખ અને સમૃદ્ધિ માટે માત લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને તેમની સાથે જોડાયેલા ઉપાય પણ કરવા જોઈએ.

પહેલો ઉપાય: માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે આ ઉપાય કરો. આ ઉપાય હેઠળ તમારા ઘરના મુખ્ય દરવાજાની બંને દિવાલો પર સિંદૂરથી સ્વસ્તિકનું ચિન્હ બનાવો અને તેના પર સિંદૂરથી માતા લક્ષ્મી લખો. આ ઉપાય કરવાથી ઘરમાં માતાનો વાસ હંમેશા માટે સ્થાપિત થશે. આ ઉપાય તમારા ધંધાની જગ્યા પર પણ કરી શકો છો.

બીજો ઉપાય: શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. તેથી આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરો અને તેમને કમળના ફૂલો ચળાવો. આ ઉપરાંત માતા સાથે જોડાયેલા પાઠ પણ વાંચો. જો તમે ઇચ્છો તો શુક્રવારે માતા લક્ષ્મીનું વ્રત પણ રાખી શકો છો.

ત્રીજો ઉપાય: માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પીપળના ઝાડની શનિવારે પૂજા કરો. એવું માનવામાં આવે છે કે શનિવારના દિવસે પીપળા પર માતા લક્ષ્મી અને વિષ્ણુજી વાસ કરે છે. તેથી આ ઝાડની પૂજા કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે. પીપળના ઝાડની પૂજા કરવા માટે સૌ પ્રથમ આ ઝાડ પર દૂધ ચળાવો. ત્યાર પછી આ ઝાડ પર કાળા રંગનો દોરો બાંધી દોરો એટલે કે મૌલી બાંધી દો. આ ઝાડની 7 પરિક્રમા કરો અને એક દીવો આ ઝાડની પાસે પ્રગટાવી દો. પીપળાનું એક પાન લો અને તેને તમારી તિજોરીની અંદર રાખી દો. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીન વાસ તમારી તિજોરીમાં થશે અને તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે.

ચોથો ઉપાય: બે લવિંગ માતા લક્ષ્મીની મૂર્તિની સામે મૂકો. ત્યાર પછી માતાની પૂજા કરો અને પૂજા પૂર્ણ થયા પછી લાલ રંગના કપડામાં લવિંગ બાંધી દો. આ કપડાને તમારી તિજોરી અથવા પર્સની અંદર રાખો. આ ઉપાય કરવાથી તમને ધન લાભ મળશે અને જીવનમાં ક્યારેય પણ પૈસાની અછત નહિં આવે. આ ઉપાય તમે શુક્રવારના દિવસે જ કરો.

પાંચમો ઉપાય: માતા લક્ષ્મીના મંદિરે જઈને તેમને લાલ રંગના વસ્ત્ર અને કમળના ફૂલની માળા ચળાવો. માતાને ચળાવેલું કમળનું ફૂલ તમારા ગહ્રે લઈ આવો અને આ ફૂલને પૈસા રાખવાની જગ્યા પર રાખી દો. ઉપર જણાવેલા દરેક ઉપાય અસરકારક છે અને આ ઉપાય કરવાથી ધન લાભ થાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે.