નથી પત્ની નથી બાળકો, 2300 કરોડનું શું કરશે સલમાન, જાણો કોણ બનશે તેમની સંપત્તિનો વારસદાર

બોલિવુડ

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા સલમાન ખાનનું નામ હિન્દી સિનેમાની લગભગ અડધો ડઝન અભિનેત્રીઓ સાથે જોડાયું પરંતુ છતાં પણ અભિનેતા 55 વર્ષની ઉંમરમાં પણ કુંવારા છે. લાગે છે કે ઉંમરના આ તબક્કા પર પહોંચ્યા પછી હવે સલમાન ખાનની પણ લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી.

સલમાન ખાન ક્યારે લગ્ન કરશે અથવા કરશે પણ નહિં. આ સવાલનો જવાબ માત્ર અભિનેતા પાસે છે. વર્ષોથી ચાહકો તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે, જોકે હવે તે ઉંમરના એ તબક્કા પર પહોંચી ચુક્યા છે જ્યાં કદાચ હવે તેમના લગ્ન થવા મુશ્કેલ લાગે છે. એવું એટલા માટે કારણ કે સલમાન સતત પોતાના કામમાં વ્યસ્ત રહે છે અને તે પણ આ વિશે કોઈ વાત નથી કરતા.

સલમાન ખાન ભલે 55 વર્ષના થઈ ગયા હોય અને ઘણી અભિનેત્રીઓ સાથે તેમનું અફેયર રહ્યું હોય છતાં પણ તેમના પર આજે પણ હજારો-લાખો છોકરીઓ જાન છિડકે છે. જો કે સવાલ એ થાય છે કે કુંવારા સલમાન ખાન આખરે પોતાની હજારો કરોડની સંપત્તિ કોને સોંપશે. એક વખત સલમાને પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો.

નોંધપાત્ર છે કે સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પછી તેમની હજારો કરોડ રૂપિયાની સંપત્તિના વારસદાર તેમનો પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચન બનશે. જ્યારે આ બાબતમાં સલમાન ખાન સાથે શું થશે. પુત્ર તો દૂરની વાત તેમના તો લગ્ન પણ નથી થયા. આવી સ્થિતિમાં તેમના પછી તેમની સંપત્તિના વારસદાર કોણ બનશે.

સલમાન ખાને જણાવ્યું હતું કે તેમના ગયા પછી તેમની સંપત્તિ કોની બનશે. અભિનેતાએ એક વખત તેના પર વાત કરતાં કહ્યું હતું કે, ‘હું લગ્ન કરું અથવા ન કરું, મારા ગયા પછી મારી અડધી સંપત્તિ ટ્રસ્ટમાં દાન કરવામાં આવશે અને જો હું લગ્ન નહિં કરું તો મારી બધી સંપત્તિ ટ્રસ્ટના નામે કરવામાં આવશે.’

આટલા અબજ સંપત્તિના માલિક છે સલમાન: મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અત્યારે અભિનેતા સલમાન ખાન પાસે લગભગ 2300 કરોડ રૂપિયાની સંપત્તિ છે. સલમાન ખાન હિન્દી સિનેમાની સાથે દુનિયાના સૌથી મોંઘા અભિનેતાઓના લિસ્ટમાં પણ સ્થાન ધરાવે છે. તેની પાસે પોતાનું પ્રાઈવેટ જેટ પણ છે. સાથે જ મોંઘી અને લક્ઝરી કારનું પણ તેમની પાસે શ્રેષ્ઠ કલેક્શન છે. સાથે જ સલમાન એક ફિલ્મ માટે 50 થી 60 કરોડ રૂપિયાની તગડી ફી લે છે.

જણાવી દઈએ કે સલમાન ખાન છેલ્લા 33 વર્ષથી હિન્દી સિનેમામાં કામ કરી રહ્યા છે. વર્ષ 1988માં આવેલી ફિલ્મ ‘બીવી હો તો ઐસી’માં તેમણે નાની ભુમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં હિન્દી સિનેમાની એવરગ્રીન અભિનેત્રી રેખાએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

સલમાને મુખ્ય અભિનેતા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1989માં આવેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ થી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી ભાગ્યશ્રી જોવા મળી હતી. સલમાન ખાનની પહેલી જ ફિલ્મ હિટ રહી અને તેને ઓળખ મળી હતી. સૂરજ બડજાત્યાની આ ફિલ્મમાં સલમાન અને ભાગ્યશ્રીની સાથે અભિનેતા આલોક નાથે પણ મુખ્ય પાત્ર નિભાવ્યું હતું.

સલમાને પોતાની 33 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં ઘણી સુંદર ફિલ્મો આપી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ ‘અંતિમ’ છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 26 નવેમ્બર 2021ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. સલમાન સાથે આ ફિલ્મમાં મુખ્ય ભુમિકા તેમના જીજા આયુષ શર્મા નિભાવી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રખ્યાત અભિનેતા અને નિર્દેશક મહેશ માંજરેકરે કર્યું છે. ત્યાર પછી અભિનેતાની ફિલ્મ ‘ટાઈગર 3’ રીલિઝ થશે. જેમાં તેની જોડી ફરી એકવાર અભિનેત્રી કેટરિના કૈફ સાથે બનવા જઈ રહી છે.