પોતાની મિત્રના એક્સ ને જ દિલ આપી બેઠી છે બોલીવુડની આ 4 અભિનેત્રીઓ, નંબર 4 એ તો પોતાની નણંદને પણ નથી છોડી

બોલિવુડ

હિન્દી સિનેમાના સ્ટાર્સ અવારનવાર પોતાના અફેર્સને લઈને ચર્ચામાં રહે છે. પોતાની ફિલ્મો અને એક્ટિંગની સાથે જ ફિલ્મી કલાકારો પોતાની પર્સનલ લાઈફને લઈને પણ હેડલાઇન્સમાં આવી જાય છે. બોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓ એવી પણ છે જેમનું દિલ પોતાની મિત્રના એક્સ પર જ આવી ગયું અને આ રીતે તે ખૂબ હેડલાઈન્સમાં રહી. ચાલો આજે તમને હિન્દી સિનેમાની 4 એવી જ પ્રખ્યાત અભિનેત્રીઓ વિશે વિગતવાર જણાવીએ.

આલિયા ભટ્ટ: અભિનેત્રી આલિયા ભટ્ટ અને કેટરીના કેફ વચ્ચે ખૂબ સારો સંબંધ છે. બંને એકબીજાની ખૂબ સારી મિત્ર છે. જ્યાં અભિનેતા રણબીર કપૂર કેટરીનાને ડેટ કરી ચુક્યા છે, તો હાલમાં તે આલિયા ભટ્ટ સાથે રિલેશનશિપમાં છે. એક સમયે કેટરિના કૈફ અને રણબીરે પોતાના સંબંધોથી ખૂબ હેડલાઇન્સ બનાવી હતી. જો કે પછી બંને અલગ થઈ ગયા. ત્યાર પછી રણબીરનું દિલ આવ્યું આલિયા ભટ્ટ પર. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને બંનેનો પ્રેમ કોઈથી છુપાયો નથી. સમાચાર એ પણ આવતા રહે છે કે ટૂંક સમયમાં બંને લગ્ન કરી લેશે.

રિયા ચક્રવર્તી: અભિનેત્રી રિયા ચક્રવર્તી દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી ચર્ચામાં રહી હતી. અત્યારે પણ અવારનવાર તે આ કારણે ચર્ચામાં આવી જાય છે. જણાવી દઈએ કે સુશાંત સિંહનું નામ બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું તેમાં રિયા ચક્રવર્તી પણ શામેલ છે. કહેવાય છે કે જ્યારે સુશાંત અને સારા અલી ખાન ફિલ્મ ‘કેદારનાથ’ નું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે બંનેનું અફેર હેડલાઇન્સમાં રહ્યું હતું, જોકે ટૂંક સમયમાં જ તેમના રસ્તા અલગ થઇ ગયા.

સારાથી અલગ થયા પછી સુશાંતનું નામ રિયા સાથે જોડાયું હતું. જો કે, તેમનો સંબંધ પણ ટૂંક સમયમાં સમાપ્ત થઈ ગયો. જણાવી દઈએ કે રિયા અને સારા એકબીજાની સારી મિત્ર છે. નોંધપાત્ર વાત એ છે કે બંને જીમમાં સાથે વર્કઆઉટ કરતા પણ જોવા મળી છે.

અનન્યા પાંડે: અભિનેત્રી અનન્યા પાંડે એક ઉભરતી કલાકાર છે. જોકે તેનું નામ અભિનેતા ઈશાન ખટ્ટર સાથે જોડાઈ ચુક્યું છે. કહેવાય છે કે બંને ફિલ્મ ખાલી પીલી દરમિયાન એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. બંનેના અફેરના સમાચારે ગતિ પકડી હતી. સાથે જ ઈશાનનું નામ અનન્યા પહેલા અભિનેત્રી અને અનન્યાની મિત્ર જાન્હવી કપૂર સાથે પણ જોડાઈ ચુક્યું છે. જણાવી દઈએ કે ઈશાન અને જાન્હવીના અફેરના સમાચાર ફિલ્મ ‘ધડક’ દરમિયાન આવ્યા હતા.

મલાઈકા અરોરા: મલાઈકા અરોરાએ અરબાઝ ખાનને થોડા વર્ષો સુધી ડેટ કરી હતી અને લગભગ 5 વર્ષની ડેટિંગ પછી વર્ષ 1998 માં બંને કલાકારો લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. જો કે બંનેનો સંબંધ વર્ષ 2017 માં સમાપ્ત થઈ ગયો હતો. બંનેએ પરસ્પર સંમતિ સાથે છૂટાછેડા લીધા હતા. તે પહેલા જ મલાઇકાનું નામ અભિનેતા અર્જુન કપૂર સાથે જોડવા લાગ્યું હતું. છૂટાછેડાનું કારણ તેને પણ માનવામાં આવે છે.

જણાવી દઈએ કે અર્જુન કપૂરનો એક સમયે મલાઈકાના જેઠ સલમાન ખાન સાથે સારો સંબંધ હતો અને અવારનવાર અર્જુન સલમાનના ઘરે જતો હતો. આ દરમિયાન મલાઈકા અર્જુન કપૂરને દિલ આપી બેઠી હતી. સાથે જ તમને જણાવી દઈએ કે મલાઈકાને ડેટ કરતા પહેલા અર્જુન કપૂર અરબાઝ ખાન અને સલમાન ખાનની બહેન અર્પિતા ખાનને ડેટ કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં મલાઈકાએ પોતાની મિત્રના એક્સને તો નહિં પરંતુ પોતાની નણંદના એક્સને જ ડેટ કરી. હવે દરેકને મલાઈકા અને અર્જુનના લગ્નની આશા છે.