માત્ર આ 3 લોકો સામે ઝુકતું હતું સુશાંત સિંહનું માથુ, જાણો કોની કોની સામે સુશાંત ઝુકાવતા હતા પોતાનું માથું

બોલિવુડ

હિન્દી સિનેમાના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુને એક વર્ષથી વધુ સમય થઈ ચુક્યો છે, પરંતુ તેમના ચાહકો આજે પણ તેમના માટે અવાજ ઉઠાવતા રહે છે અને દિવંગત અભિનેતા માટે ન્યાયની માંગ કરે છે. જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતનું ગયા વર્ષે 14 જૂને અવસાન થયું હતું. તે મુંબઇમાં પોતાના ઘર પર મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.

સુશાંત ભલે એક વર્ષ પહેલા દુનિયા છોડી ચુક્યા છે જોકે તે પોતાના બધા ચાહકોના દિલમાં આજે પણ જિવંત છે. તેમના ચાહકો આજે પણ તેમને ખૂબ યાદ કરે છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર દિવંગત અભિનેતા સાથે જોડાયેલા ઘણા પ્રકારના વીડિયો શેર થતા રહે છે, જેને જોઈને લોકોને તેમની યાદ આવે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સુશાંતના મૃત્યુ પછીથી તેમના ચાહકો ઘણીવાર તેમની સાથે જોડાયેલા અનેક પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. તાજેતરનો એક વીડિયો એક રિયાલિટી શોનો છે. જેમાં સુશાંત સિંહ રાજપૂત સાથે પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિત, પરિણીતી ચોપડા અને ફિલ્મ નિર્માતા કરણ જોહર પણ જોવા મળી રહ્યા છે.

જણાવી દઈએ કે આ વાયરલ વીડિયો સુશાંત સિંહની ફિલ્મ શુધ્ધ દેશી રોમાંસ દરમિયાનનો છે. આ ફિલ્મમાં સુશાંત સાથે અભિનેત્રી પરિણીતી ચોપડા મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. બંને કલાકારો તેમની ફિલ્મના પ્રમોશન માટે ટીવી શો ‘ઝલક દિખલા જા’ ના સેટ પર પહોંચ્યા હતા. આ દરમિયાન માધુરી દીક્ષિત સામે સુશાંતે માધુરીને પોતાના દિલની વાત કહી હતી અને તેમણે વ્યક્ત કર્યું હતું કે માધુરી માટે તેમના દિલમાં કેટલું સમ્માન છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સુશાંત સિંહ રાજપૂત માધુરી દીક્ષિત સાથે ‘ઝલક દિખલા જા’ના સ્ટેજ પર જોવા મળી રહ્યા છે. જ્યારે પરિણીતી ચોપડા અને કરણ જોહર સામે ખુરશી પર બેઠા છે. વીડિયોમાં સુશાંત કહે છે કે, “મારું માથુ માત્ર ત્રણ જ લોકો સામે ઝુકે છે, એક દેવી માતા, બીજી મારી માતા અને ત્રીજી મા..ધૂરીની સામે…” માધુરીનું નામ લેતાની સાથે જ તે ઘુંટણ પર બેસી જાય છે. જ્યારે માધુરી સુશાંતની વાત સાંભળીને શરમાઈ જાય છે અને મસ્તીમાં પોતાના હાથથી ટચ કરે છે.

વિશેષ વાત એ છે કે સુશાંત સિંહ રાજપૂત ‘ઝલક દિખલા જા’માં સ્પર્ધક તરીકે જોવા મળી ચુક્યા છે અને ત્યારે પણ માધુરી દીક્ષિત જજની ખુરશી પર બેઠી હતી. જ્યારે સુશાંત બોલીવુડ અભિનેતા તરીકે શો પર મેહમાન બનીને પહોંચ્યા હતા ત્યારે પણ માધુરી જજની ખુરશી પર હતી. જણાવી દઈએ કે સુશાંતે તેની કારકિર્દીની શરૂઆત નાના પડદાથી કરી હતી. પછી તેણે મોટા પડદા પર પગ મૂક્યો અને નાના પડદાની સાથે તે મોટા પડદા પર પણ સફળ રહ્યા.