કેન્સર સામેની જંગ જીતી ચુકી છે આ 5 પ્રખ્યાત અભિનેત્રીઓ, જાણો કઈ કઈ અભિનેત્રી છે તેમાં શામેલ

બોલિવુડ

સુંદરતાની બાબતમાં હિન્દી સિનેમાની અભિનેત્રીઓ સૌથી આગળ છે. હિન્દી સિનેમાના 100 વર્ષના ઈતિહાસમાં ઘણી સુંદર અભિનેત્રીઓ જોવા મળી છે. જો કે આજે અમે તમને એવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે કેન્સર જેવી ગંભીર બીમારીનો ભોગ બની હતી અને આ જીવલેણ બીમારીએ તેમની સુંદરતા છીનવી લીધી હતી. જો કે પોતાની હિંમતથી તે આ બીમારીને હરાવવામાં સફળ રહી અને ફરીથી તેમણે પોતાની સુંદરતા મેળવી લીધી. સાથે જ લોકોને એક શીખ અને પ્રેરણા પણ આપી કે કેવી રીતે કેન્સર જેવી ગંભીર બીમારીને માત આપી શકાય છે. ચાલો કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જાણીએ.

મુમતાઝ: 60 અને 70 ના દાયકાના મધ્ય સુધી મુમતાઝ બોલિવૂડની ટોપ અભિનેત્રી હતી. 74 વર્ષની થઈ ચુકેલી મુમતાઝને વર્ષ 2002માં આ વાતની જાણ થઈ હતી કે તેને સ્તન કેન્સર થયું છે. તેના માટે તેની છ કીમોથેરાપી અને રેડિયેશન થેરાપી કરાવી. હવે અભિનેત્રી કેન્સરથી સંપૂર્ણપણે સ્વસ્થ છે. તેણે આ વિશે વાત કરતાં કહ્યું હતું કે, હું સરળતાથી હાર નથી માનતી. મૃત્યુને પણ મારી સાથે લડવું પડશે.”

સોનાલી બેન્દ્રે: એક સમયે સોનાલી બેન્દ્રેની સુંદરતા પર દર્શકો જાન છિડકતા હતા. તેમણે ઘણી સુંદર ફિલ્મોમાં કામ કર્યું છે. બોલિવૂડથી લાંબા સમયથી દૂર, સોનાલીને વર્ષ 2018 માં મેટાસ્ટેટિક કેન્સર હોવાની જાણ થઈ હતી. અભિનેત્રી તેની સારવાર માટે અમેરિકા ગઈ હતી. જ્યાં તે કેન્સરથી ઠીક થઈને આવી હતી. ખરાબ દિવસો દરમિયાન અભિનેત્રીએ કહ્યું હતું કે, હું મારો સમય આશા સાથે અને તે લોકો સાથે પસાર કરવો પસંદ કરીશ જેને હું પ્રેમ કરું છું.

મનીષા કોઈરાલા: અભિનેત્રી મનીષા કોઈરાલા હિન્દી સિનેમાની એક પ્રખ્યાત અભિનેત્રી છે. વર્ષ 1991માં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર મનીષાએ ઘણી શ્રેષ્ઠ ફિલ્મો આપી છે. મનીષાને વર્ષ 2012માં ઓવેરિયન કેંસર વિશે જાણ થઈ હતી. તેમણે પોતાની આ જીવલેણ બીમારીની સારવાર ઘણી જગ્યાએ કરાવી હતી. તેની લાંબા સમય સુધી સારવાર ચાલી, જો કે આ દરમિયાન તે મજબૂત રીતે આ બીમારી સામે લડતી રહી અને પરિણામ એ આવ્યું કે આજે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

લિઝા રે: લિઝા રે એક ખૂબ જ સુંદર અભિનેત્રી છે. હિન્દી સિનેમાની કેટલીક ફિલ્મોનો ભાગ રહી ચૂકેલી લિઝા રે પણ કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી ચુકી છે. લિઝાને મલ્ટિપલ માયલોમા કેન્સર થયું હતું. જણાવી દઈએ કે આ તે પ્રકારનું કેન્સર છે જે પ્લાઝ્મા સેલમાં બને છે. આ બીમારીનો શિકાર થયા પછી પણ લિઝા રેએ હાર ન માની અને તેણે તેનો સામનો કર્યો. લગભગ એક વર્ષ સુધી લિઝા તેની સામે લડતી રહી અને છેવટે તેને હરાવી. હવે તે આ બીમારીથી સંપૂર્ણપણે સ્વસ્થ છે.

તાહિરા કશ્યપ: તાહિરા કશ્યપ હિન્દી સિનેમાના ઉભરતા અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની છે. સાથે જ તમને જણાવી દઈએ કે તે લેખક અને નિર્દેશક પણ છે. વર્ષમાં તેને સ્તન કેન્સર હોવાની જાણ થઈ હતી. જોકે તેની સામે લડીને તાહિરા તેને હરાવવામાં સફળ રહી. તે પોતાના આ અનુભવ પર ઘણીવખત વાત કરતા જોવા મળી છે.