આ એક ચીજ પર્સમાં રાખવાથી ક્યારેય નથી થતી પૈસાની અછત, હંમેશા પૈસાથી ભરેલું રહે છે પર્સ

ધાર્મિક

વાસ્તુ શાસ્ત્રમાં પર્સ સાથે જોડાયેલી અનેક ટિપ્સ જણાવવામાં આવી છે. જેનું પાલન કરવાથી પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહે છે અને વ્યર્થ ખર્ચમાંથી પણ રાહત મળે છે. તેથી જો તમે પર્સનો ઉપયોગ કરો છો, તો વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલી આ બાબતોનું પાલન જરૂર કરો. જેથી તમારું પર્સ ક્યારેય ખાલી ન રહે અને જીવનમાં પૈસાની છત ન આવે.

દરરોજ સાફ કરો: તમારા પર્સને ગંદું થવા ન દો અને તેને દરરોજ સાફ કરો. પર્સ બહારની સાથે-સાથે અંદરથી પણ સાફ કરો. ખરેખર ઘણા લોકો પર્સ બહારથી સાફ કરે છે, પરંતુ તેને અંદરથી ગંદું છોડી દે છે. કેટલાક લોકો પર્સની અંદર કાપડ અથવા ટિશ્યૂ પણ રાખે છે. આવી ચીજો પર્સની અંદર હોવાને કારણે પર્સમાં પૈસા રહેતાં નથી અને પર્સ હંમેશાં ગંદું રહે છે. તેથી, તમારા પર્સને સમય સમય પર સાફ કરો અને વ્યર્થ ચીજો તેમાં ન રાખો. પર્સમાં માત્ર પૈસા અને જરૂરી કાગળ રાખો.

પર્સમાં બિલ ન રાખો: ઘણા લોકો તેમના પર્સમાં શોપિંગ બિલ અથવા પાર્કિંગ બિલ રાખે છે. જે ખોટું છે. પર્સમાં બિલ રાખવાથી માતા લક્ષ્મીનો વાસ પર્સમાં થતો નથી અને પર્સ ખાલી થવા લાગે છે. અને ખર્ચમાં પણ વધારો થવા લાગે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ બીલ સાથે નકારાત્મક ઉર્જા જોડાયેલી છે. જેના કારણે પર્સમાં બિલ રાખવા શુભ માનવામાં આવતું નથી. તેથી કોઈ પણ પ્રકારના બિલ તમારા પર્સની અંદર ન રાખો.

ન રાખો અમાન્ય કાર્ડ્સ: પર્સની અંદર અમાન્ય ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ રાખવા પણ અશુભ માનવામાં આવે છે. અમાન્ય ક્રેડિટ કાર્ડ્સ અને ડેબિટ કાર્ડ્સના પર્સમાં રાખવાથી વ્યક્તિ દેવામાં ડૂબવા લાગે છે. અને તેની પાસે જેટલા પૈસા હોય છે તે બધા પૈસા ખર્ચ થઈ જાય છે. તેથી જો તમારા પર્સની અંદર અમાન્ય ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ છે, તો તેને પર્સમાંથી દૂર કરો.

પૈસા યોગ્ય રીતે રાખો: ઘણા લોકો પર્સની અંદર ગમે તેમ પૈસા રાખે છે. જે ખોટું છે. પર્સની અંદર હંમેશાં યોગ્ય રીતે પૈસા રાખવા જોઈએ. જે લોકો પર્સમાં પૈસા યોગ્ય રીતે રાખતા નથી તેમની પાસે પૈસા રહેતા નથી. ખરેખર પૈસાની નોટ યોગ્ય રીતે ન રાખવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. તેથી તમે પર્સમાં પૈસા હંમેશા યોગ્ય રીતે રાખો.

પર્સના રંગનું ધ્યાન રાખો: સામાન્ય રીતે લોકો કાળા રંગના પર્સ લે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ તમારે હંમેશા તમારા લકી રંગનું પર્સ લેવું જોઈએ. લકી રંગનું પર્સ લેવાથી ધન લાભ મળે છે અને પૈસાની અછત થતી નથી.

એકદમ યોગ્ય હોવું જોઈએ: ક્યારેય ફાટેલા પર્સનો ઉપયોગ ન કરો. જો તમારું પર્સ ફાટી ગયું છે તો તમે તેને તરત જ બદલી લો અને તેની જગ્યાએ નવું પર્સ લઈ લો. ખરેખર ફાટેલા પર્સમાં પૈસા રહેતાં નથી અને પૈસા આવતાની સાથે જ ખર્ચ થઈ જાય છે.

ન રાખો તસવીર: ઘણા લોકોને પર્સની અંદર તસવીર રાખવાનો શોખ હોય છે અને તેઓ ઘણા પ્રકારની તસવીર પર્સમાં રાખે છે. ફેંગ શુઇ અનુસાર તસવીર પર્સમાં રાખવી યોગ્ય નથી. પર્સમાં પૈસા સિવાય બીજી કોઈ પણ ચીજ રાખવી જોઈએ નહીં.

પર્સની અંદર જરૂર રાખો એલચી: તમારા પર્સની અંદર હંમેશા બે એલચી રાખો. શાસ્ત્રો મુજબ પર્સ અને તિજોરીમાં એલચી રાખવાથી પૈસાની તંગી થતી નથી અને માતા લક્ષ્મીના આશીર્વાદ રહે છે. એલચી સિવાય તમે પર્સની અંદર પીપળાના ઝાડનું પાન પણ રાખી શકો છો.

પર્સ ક્યારેય ખાલી ન રાખો: તમારા પર્સને ક્યારેય ખાલી ન રાખો. તેમાં હંમેશાં કેટલાક પૈસા હોવા જોઈએ. જે લોકો પોતાનું પર્સ સંપૂર્ણ ખાલી રાખે છે, તેમની પાસે પૈસા પણ નથી રહેતા અને ખર્ચમાં પણ વધારો થવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published.