પૂજા ઘરમાં આ 5 ચીજો રાખવાથી ચમકી જાય છે નસીબ, થાય છે ધન-સમૃદ્ધિમાં વધારો

ધાર્મિક

કોઈપણ ઘરનું સૌથી પવિત્ર સ્થાન પૂજા ઘર હોય છે. જો પૂજાઘર યોગ્ય દિશામાં બનાવામાં આવે અને તેને સ્વચ્છ રાખવામાં આવે તો ઘરમાં ધન-સંપત્તિની કોઈ અછત નથી અને પરિવારના લોકોની વચ્ચે પ્રેમ રહે છે. વાસ્તુ મુજબ પૂજાઘરમાં સકારાત્મક ઉર્જા જોડાયેલી હોય છે. જેનો સંચાર આખા ઘરમાં થાય છે. આ કારણે નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરી શકતી નથી અને ઘરનું વાતાવરણ સારું રહે છે. તેથી જ્યારે પણ તમે ઘર બનાવો ત્યારે તેમાં પૂજા ઘર રાખો. આ ઉપરાંત નીચ જણાવેલી ચીજો પૂજા ઘરની અંદર જરૂર રાખો. પૂજા ઘરની અંદર નીચે જણાવેલી પાંચ ચીજો હોવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ચીજો પૂજા ઘરમાં રાખવાથી ઘરમાં સમૃદ્ધિ જળવાઇ રહે છે અને જીવનમાં કોઈ પણ ચીજની કમી થતી નથી.

મોર પીંછ: તમારા પૂજાઘરમાં એક મોર પીંછ જરૂર રાખો. પૂજા ઘરમાં મોર પીંછ રાખવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણને મોરનાં પીંછા ખૂબ પસંદ છે. જે લોકો તેમના ઘરે મોરના પીંછા રાખે છે, તેમના પર કૃષ્ણના આશીર્વાદ રહે છે. મોર પીંછને પ્રેમનું પ્રતીક પણ માનવામાં આવે છે અને તે આસપાસ રહેવાથી ઘરના સભ્યોમાં પ્રેમ વધે છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે આ પીંછા ઘરમાં કીડી-મકોડા આવવા દેતા નથી.

ગંગા જળ: ગંગાજળ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને પૂજા ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે. જે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે તે ઘરમાં, દરરોજ સવારે પૂજા કર્યા પછી ગંગા જળનો છંટકાવ કરવો જોઈએ. ઘરમાં આ પવિત્ર જળનો છંટકાવ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે પૂજાઘરમાં ગંગા જળ હોવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે. તમે ગંગાજળને ઘરના મંદિરમાં ચાંદી અથવા પિત્તળના વાસણમાં રાખો.

શંખ: શંખની પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને તેનું પૂજાઘરમાં હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મંદિરમાં શંખ રાખવાથી ઘરનું વાતાવરણ સારું રહે છે. દરરોજ પૂજા કર્યા પછી શંખ વગાડવાથી સકારાત્મકતા રહે છે. જો કે આ વત ધ્યાનમાં રાખો કે શંખને ક્યારેય જમીન પર ન મુકો. શંખને લાલ રંગના કાપડા પર રાખો.

શાલિગ્રામ: શાલિગ્રામ વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેને પૂજા ઘરમાં રાખવા જરૂરી છે. શાલિગ્રામ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેની પૂજા કરવાથી લગ્ન પણ ઝડપથી થઈ જાય છે. શાલીગ્રામ પીળા અથવા લાલ કાપડ પર મૂકવામાં આવે છે અને અન્ય દેવોની જેમ પૂજા કરવામાં આવે છે.

ગૌમૂત્ર: ઘરમાં ગૌમૂત્ર જરૂર રાખો. ઘરમાં ગૌમૂત્ર હોવાને કારણે વાસ્તુ દોષ દૂર થાય છે અને દેવતાઓ પ્રસન્ન થાય છે. પૂજાઘરમાં ક્યારેય પણ વધારે મૂર્તિ ન રાખો. વાસ્તુ મુજબ પૂજાઘરમાં માત્ર પાંચ દેવી-દેવતાઓની મૂર્તિ હોવી જોઈએ. મૂર્તિઓ દરરોજ ગંગા જળથી સાફ કરવી જોઈએ. જો કોઈ મૂર્તિ ખંડિત થઈ જાય તો તેને ઝાડની નીચે મૂકો. શાસ્ત્રોમાં ખંડિત મૂર્તિની પૂજા કરવાની મનાઈ કરવામાં આવી છે. તેથી મૂર્તિ ખંડિત થતાની સાથે જ તેનિ જગ્યાએ બીજી મૂર્તિ લઈ આવો.